Emergency: કઈ શરતે રિલીઝ થશે ફિલ્મ,કંગના રનૌતને કોર્ટમાંથી મળી મોટી રાહત
Kangana Ranaut ની ફિલ્મ Emergency ને લઈને ઘણો વિવાદ થયો છે. આ ફિલ્મ શરૂઆતમાં 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવી હતી.
Kangana Ranaut ની ફિલ્મ Emergency ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મને મોકૂફ રાખવી પડી હતી. હવે બોમ્બે હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર સુનાવણી થઈ છે અને સેન્સર બોર્ડે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે.
ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડે આરોપ મૂક્યો હતો કે CBFC ગેરકાયદેસર રીતે ‘ઇમરજન્સી’ બંધ કરી રહી છે. CBFC તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચુડે જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદૌસ પૂનીવાલાની બેન્ચને જણાવ્યું હતું કે CBFCની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મમાં કેટલાક કટ માટે સૂચન કર્યું છે.
ફિલ્મ કટ સાથે રિલીઝ થઈ શકે છે
સીબીએફસીએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી હતી કે અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘Emergency’ ત્યારે જ રિલીઝ થઈ શકે છે જો ફિલ્મ બોડીની રિવિઝન કમિટીના સૂચનો અનુસાર અમુક કટ કરવામાં આવે.
30 સપ્ટેમ્બરે સુનાવણી થશે
ઝી તરફથી હાજર રહેલા એડવોકેટ શરણ જગતિયાનીએ એક દસ્તાવેજ બતાવ્યો જેમાં ફિલ્મની રિલીઝ પહેલા તેમાં 11 સુધારા કરવામાં આવ્યા હતા. સૂચિત 11 સુધારાઓમાં ફિલ્મમાં કેટલાક કટનો સમાવેશ થાય છે. હવે તે ફિલ્મ નિર્માતાઓ પર નિર્ભર છે કે તેઓ આ સુધારાઓ માટે સંમત થશે કે તેને પડકારશે. હવે આ અરજી પર 30 સપ્ટેમ્બરે સુનાવણી થશે.
પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
જણાવી દઈએ કે, ફિલ્મની રિલીઝ પહેલા જ તેના પર પ્રતિબંધની માંગ ઉઠવા લાગી હતી. પંજાબ, તેલંગાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશના લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી, અને દાવો કર્યો હતો કે ફિલ્મમાં તેમના સમુદાયને નકારાત્મક પ્રકાશમાં દર્શાવવામાં આવ્યો છે અને ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે.
Kangana Ranaut ઈમરજન્સીનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન સહિત ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.