‘Gulmohar’: ‘કંતારા’એ જીત્યું લોકપ્રિય ફિલ્મનું બિરુદ, ‘ગુલમોહર’ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ‘ગુલમોહર’ બેસ્ટ હિન્દી ફિલ્મનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
National Film Award 2024 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે.
શુક્રવાર, 16 ઓગસ્ટના રોજ, શ્રેષ્ઠ ફિચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત કુલ 44 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં 27 ફીચર ફિલ્મો, 15 નોન-ફીચર ફિલ્મો અને સિનેમા કેટેગરીમાં 2 શ્રેષ્ઠ લેખનનો સમાવેશ થાય છે.
રિષભ શેટ્ટીની ‘કંતારા’ને લોકપ્રિય ફિલ્મનું બિરુદ મળ્યું હતું. મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર અભિનીત ફિલ્મ ‘ગુલમોહર’ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.
‘Gulmohar’ 2023માં રિલીઝ થઈ હતી
‘Gulmohar’ વર્ષ 2023માં OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ વી ચિટેલા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મનોજ બાજપેયી, શર્મિલા ટાગોર, અમોલ પાલેકર, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવી ઝા મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મોને પ્રાદેશિક સિનેમામાં National Film Award
. શ્રેષ્ઠ તમિલ મૂવી પોન્નિયન સેલવાન 2
. શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ વાલવી
. શ્રેષ્ઠ તેલુગુ મૂવી કાર્તિકેય 2
. શ્રેષ્ઠ કન્નડ મૂવી kgf 2
એવોર્ડ ઓક્ટોબર 2024માં આપવામાં આવશે
70માં National Film Award 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2022 સુધી સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત ફિલ્મોને માન્યતા આપે છે. ઓક્ટોબર 2024માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને અન્ય તમામ વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કરશે.