મુંબઈ : લેરિસા બૉન્સી, ગુરુ રંધાવા અને જય સીનનું નવું ગીત “સુરમા સુરમા” રિલીઝ થયું છે. આ ગીત તેની કાસ્ટને કારણે ચર્ચામાં રહ્યું છે. હાલમાં જ રિલીઝ થયેલા ટીઝર વીડિયોમાં લેરિસાના લુક અને એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ ગીત ટી-સીરીઝ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતની રજૂઆત સાથે યુટ્યુબ પર ટ્રેંડિંગ પણ ચાલી રહ્યું છે. ગીતમાં લેરિસાએ ગુરુ રંધાવા અને જય સીન સાથે ગીત ‘સુરમા સુરમા’માં જોરદાર પર્ફોમન્સ આપ્યું છે. ગુરુનું આ ગીત હેડલાઇન્સમાં રહ્યું છે. ચાહકો ગીતનો ખૂબ આનંદ લઈ રહ્યા છે.
લેરિસા કોણ છે?
તમને જણાવી દઈએ કે, લેરિસા પહેલી વાર અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ગીત “સુબહ હોને ના દે” માં જોવા મળી હતી. તે બોલિવૂડના બેસ્ટ ડાન્સર ટાઇગર શ્રોફની સાથે સાથે સૂરજ પંચોલીના ‘ડિમ ડિમ’ ગીતમાં પણ જોવા મળી છે. તેણે સૈફ અલી ખાન, કુણાલ ખેમુ અભિનીત ફિલ્મ ‘ગો ગોવા ગોન’માં સહાયક ભૂમિકાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે પાછળ જોયું નથી અને તેની કારકિર્દીએ ઉંચાઈઓનો સ્પર્શ કર્યો છે.