મુંબઈ : આજે આખા દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જોકે હોળી આજે છે, પરંતુ બોલીવુડ સ્ટાર્સ પર હોળીની સુંદરતા ઘણા દિવસો પહેલા જોવા મળી ચૂકી છે. તાજેતરમાં જ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાની હોળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે હોળીના એક દિવસ પહેલા જ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે હોલિકા દહનની મનોહર તસવીરો સામે આવી છે.
ઐશ્વર્યા રાય બચ્ચને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે હોલિકા દહન કર્યું હતું. તેણે હોલિકા દહનની પુત્રી આરાધ્યા સાથેની તસવીર પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તસવીરોની સાથે તેણે પોતાના ચાહકોને હોળીની શુભકામના પણ આપી છે.
કરિશ્મા પણ બાળકો સાથે હોળીના રંગોમાં રંગાતી જોવા મળી હતી. કરિશ્મા જાણે બાળકો સાથે નાની બાળકી બની ગઈ હોય તેમ એકદમ ક્યૂટ લાગી રહી હતી.
આ સાથે જ બોલીવુડના અન્ય સ્ટાર્સ પણ હોળીના તહેવારની મજા માણતા જોવા મળ્યા હતા. અહીં જુઓ તસવીરો…
T 2730 – the Holika has been burnt and the prayers done .. the 'tilak' colours put .. and the special sweetmeat for the occasion 'gujiya' consumed .. pic.twitter.com/ns5inXLtYS
— Amitabh Bachchan (@SrBachchan) March 1, 2018
A young Brat wishes a safe and a happy Holi to all. Be careful of the Carona Virus. pic.twitter.com/2jEqbHJWob
— Rishi Kapoor (@chintskap) March 9, 2020