મુંબઈ : ઋત્વિક રોશન અભિનયની સાથે સાથે ડાન્સનો બેકાબૂ કિંગ છે. તેના ડાન્સ પાછળ લોકો ક્રેઝી છે. ઋત્વિક રોશનને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની ફેન ડાન્સ બતાવવા સ્ટેજ પર ચઢી હતી. યુવતીએ ઋત્વિકને કહ્યું કે, તેના કારણે તેના આખા પરિવારની જિંદગી બદલાઈ ગઈ છે. આ વીડિયોમાં, યુવતીએ જણાવ્યું હતું કે મારો પરિવાર અગાઉ લો હતો, પરંતુ તમારી ફિલ્મોએ તેને એટલો મજબૂત બનાવ્યો કે આજે હું તમારી સામે ઉભી છું. તમારો ડાન્સ જોયા પછી, મારા આખા કુટુંબનું જીવન બદલાઈ ગયું. આજે હું મજૂર વર્ગમાંથી ઋત્વિક રોશનની સામે ઉભી છું. હું તમારા કારણે ડાન્સ કરવાનું શીખું છું.
Everyday he touches hearts. Knowingly unknowingly he has shaped so many hearts,coloured so many futures,established so many families. We feel honoured & grateful to be able call ourselves @iHrithik fans. Thank you for everything you do for us.#HrithikRoshan #Hrithik #bollywood pic.twitter.com/mndauYtdA0
— Hrithik Inspires (@HrithikInspires) February 18, 2020