મુંબઈ : કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઇન્ડિયન 2’ના સેટ પર થયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા અને નવને ઈજા થઈ છે. 19 ફેબ્રુઆરીની આ ઘટનાએ બધાને આંચકો આપ્યો છે. સદભાગ્યે, ફિલ્મના ત્રણ કલાકારો કમલ હાસન, રકુલ પ્રીત સિંહ અને કાજલ અગ્રવાલ આ અકસ્માતમાં બચી ગયા હતા. પરંતુ અભિનેત્રી કાજલ અગ્રવાલ અકસ્માતને કારણે ચોંકી ગઈ છે. આ ડરામણા અનુભવને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
કાજલે ટ્વીટ કર્યું- ‘ગઈકાલે રાત્રે થયેલા આ ભયંકર ક્રેન અકસ્માત પછી હું આઘાતમાં છું. તે અકસ્માતથી બચી જવા માટે એક સેકન્ડનો સમય લાગ્યો. તે એક ક્ષણ. હું આભારી છું મેં સમય અને જીવનના મહત્વથી ઘણું શીખ્યું અને હું તેનો આદર કરું છું. ગઈ કાલે રાત્રે મારા કલીગ્સ ગુમાવવાના દુઃખનું હું આ રીતે વર્ણન કરી શકતી નથી. કૃષ્ણ, ચંદ્રન અને મધુ. તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના. ભગવાન તેમને આ સમયમાં શક્તિ આપે. #Indian2’
In so much shock, denial, trauma from the monstrous crane accident last night. All it took was a fraction of a second to stay alive and type this tweet. Just that one moment. Gratitude. So much learning and appreciation for the value of time and life. ??????
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 20, 2020
Words cannot describe the heartache I feel at the unexpected,untimely loss of my colleagues from lastnight.Krishna,Chandran and Madhu.Sending love,strength and my deepest condolences to your families.May god give strength in this moment of desolation. #Indian2 @LycaProductions
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 20, 2020