મુંબઈ : શાહરૂખ ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ હતો. ઝીરો ફિલ્મ બાદ તે બીજી કોઈ ફિલ્મમાં દેખાયો નથી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે શાહરૂખ ખાન ફિલ્મ ‘શેર શાહ’માં જોવા મળી શકે છે.
શાહરૂખનો કેમિયો હશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ‘દેખીતી રીતે શાહરૂખે શેર શાહમાં એક કેમિયો કર્યો છે, પરંતુ તેને ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યો છે. કારણ કે નિર્માતાઓ તેની જાહેરાત તેના સમય પર કરવા માંગે છે. આ ફિલ્મ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ડબલ રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ વિક્રમ બત્રા અને તેના જોડિયા ભાઈ વિશાલની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં કિયારા વિક્રમની મંગેતર ડિમ્પલની ભૂમિકામાં જોવા મળશે.