મુંબઈ : અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ રિલીઝના 41 મા દિવસે પણ પ્રભુત્વ ધરાવે છે. અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ ભારતની સાથે સાથે વિદેશમાં પણ રિલીઝ થઇ છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા અનુસાર- તાનાજીએ 41 દિવસમાં વૈશ્વિક સ્તરે લગભગ 347 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડની 16મી ફિલ્મ બની છે. ભારતની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે લગભગ 274 કરોડનો બિઝનેસ કર્યો છે.
10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર, અજય દેવગન ઉપરાંત સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા અને પદ્માવતી રાવ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે, આ જ કારણ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરતી જોવા મળી રહી છે.