રાજકોટમાં મેઘરાજાના આગમન થતા રોગચાળાનો રાફડો ફાટ્યો હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી

0
75

રાજ્યમાં ઠેર-ઠેર વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ચુક્યો છે. વરસાદ પડતા બીમારીઓનો પણ જન્મ લીધુ છે કોલેરા, ટાઇફોર્ડ,કમળો ઝાડા ઉલટી સહિતાના રોગોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો છે. જેને લઇ ગરીબ તેમજ મધ્યમ વર્ગની સારવાર માટે જીવાદોરી સમાન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઉભરાવો જોવા મળી રહ્યો છે.વરસાદના ઝાપટા પડતા સાથે જે રોગચાળો બેકાબુ બન્યો છે તેમજ વાતવરણ પલટાના કારણે પણ શરદી ખાંસી સહિતના રોગો જન્મ લીધા છે હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાબી કતારો જોવા મળી રહી છે રોગચાળાના પગલે રાજકોટ આરોગ્ય વિભાગ એકશન મોડમાં જોવા મળી રહ્યો છે રાજકોટમાં વિપક્ષે સત્તાપક્ષને રોગચાળા મુદ્દે બાનમાં લીધા હતા તેમજ આરોપ –પ્રત્યારોપ દૌર યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ રાજકોટ આરોગ્ય વિભાગ રોગચાળાને લઇ સજ્જ હોવાનો દાવઓ કરી રહ્યા છે જેમાં હેલ્થ અધિકારીએ જણાવ્યા અનુસાર હેલ્થ આશાવર્કર ,હેલ્થ ઓફિસર દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સાબદું હોવાના દાવાઓ કરી રહ્યા છે, બીજી તરફ શહેરમાં દવાઓનો છંટકાવ માટે ફોંગિગ સહિતની સેવાઓ શરૂ કરાઇ છે.