સુરતમાં ડેન્ગ્યુ ,મેલેરિયા સહિતના રોગચાળાએ ઉચક્યુ માથું નાના બાળકો સકંજામાં

0
50

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, અને વાતવરણમાં બેવડી શ્રતુનું અહેસાસ લોકો કરી રહ્યા છે અને વરસાદ વરસતા ફરી એકવાર રોગાચાળાએ માથું ઉચક્યુ છે સુરતમાં રોગચાળાના કેસોમાં ધરખમ વધારો થયો છે જેમાં ડેન્ગ્યુ,મેલેરિયા, તાવ શરદી સહિતના રોગોએ બાળકોમાં અજગરી ભરડો લીધો છે સુરતની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ફરી ઉભરાઇ રહી છે

જેમાં સવારથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે વધતા રોગાચાળા સામે તકેદારી અને સાવચેતી ખૂબ જ જરૂરી છે અત્યારસુધી સુરતમાં 27 જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે તેમજ વધતા રોગચાળાને જોતા વિસ્તારોમાં ફોંગિગ અને દવા છંટકાવની પણ કામગીરી હાથધરવાનું સૂચન કરાયું છે.