હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે મંત્રીઓના શપથ પહેલા મોંઘા ડીઝલનો જનતાને આંચકો આપ્યો છે. રાજ્યમાં શનિવાર રાતથી ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. કર અને આબકારી વિભાગે શનિવાર રાતથી ડીઝલ પરના વેટમાં વધારો કર્યો છે. ડીઝલ પર વેટ 4.40 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 7.40 રૂપિયા કરવામાં આવ્યો છે. શિમલામાં ડીઝલની કિંમત 82.92 રૂપિયા પ્રતિ લીટરથી હવે 85.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.