ભરૂચની વાગરા વિધાનસભા બેઠક ઉપર પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રાણા ની સભામાં માછીમાર સમાજની નારાજગી સામે આવી હતી અને સભામાં હાજર લોકો બોલ્યા એક પણ મત માછી સમાજ નો નહિ મળે.
આ સાંભળી અરુણ સિંહે કહ્યું ભાઈઓ શાંતિ રાખો.. શાંતિ રાખો..
અત્રે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ યોજનાથી માછી સમાજ નારાજ છે અને રોજગારી માટે અન્ય વૈકલ્પિક યોજનાની માંગ કરી રહયા છે.
જાહેર સભામાં લોકો મત નહિ આપીએ તેમ બોલતા
સ્ટેજ પર ધારાસભ્ય અવઢવમાં મુકાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ભાડભૂત નજીક નિર્માણ પામી રહેલ બેરેજ ડેમથી અસરગ્રસ્ત માછીમાર પરીવારોએ વૈકલ્પિક રોજગારીની માંગ કરી રહ્યા છે અને અગાઉ પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
નર્મદા નદી અને સાગર સંગમ જે માછલીઓનું બ્રીડીંગ ગ્રાઉન્ડ છે, જ્યાં નજીક જ નદીની એક્ચ્યુરીમાં ભાડભૂત ડેમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના લીધે માછીમાર પરિવારો પોતાની રોજગારી અને ભવિષ્ય બાબતે આ મુદ્દે સરકાર દ્વારા અસરગ્રસ્ત માછીમારો માટે વૈકલ્પિક રોજગારી માટેની યોજના લાવવા માંગ કરી રહયા છે જેની અસર હવે ચૂંટણી આવતા જોવા મળી રહી છે.