ભાજપના હાથમાંથી મધ્યપ્રદેશ ગયું: કોંગ્રેસને 126, ભાજપને 94 સીટ મળવાનો અંદાજ

દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એપીબીએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશના ચંબલમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવી રહી છે. ચંબલની 10 સીટ ભાજપને, કોંગ્રેસને 21 સીટ અને અન્યને 3 સીટ જતી દેખાઈ રહી છે. અહીં કુલ 34 સીટ છે. આ એક્ઝિટ પોલ લોકમત-સીએસડીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

વિંધ્યમાં 56 સીટ આવેલી છે. ભાજપને 37 ટકા વોટ મળી રહ્યા છે. અહીં પણ કોંગ્રેસને 41 ટકા વોટ મળી રહ્યા છે. જ્યારે અન્યને 22 ટકા વોટ મળી રહ્યા છે. અહીંયા ભાજપને 20 કોંગ્રેસને 33 અને અન્યને 3 સીટ મળી રહી છે.

હાલ 90 સીટના એક્ઝિટ પોલમાં કોંગ્રેસના ખાતામાં 50 સીટ અને ભાજપને 30 સીટ મળી રહી છે. મહાકૌશલમાં 49 સીટ છે. જેમાં ભાજપને 21 સીટ અને કોંગ્રેસને 26 સીટ મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. અહીંયા અન્યને 19 ટકા વોટ મળવાનો અંદાજ છે. અન્યને 2 સીટ મળવાનો અંદાજ છે.

માલવામાં ભાજપને 46 ટકા વોટ મળી શકે છે અને કોંગ્રેસને 45 ટકા વોટ મળી શકે છે. માલવા નોર્થમાં 63 સીટ આવે છે. આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. એક્ઝિટ પોલમાં ભાજપને 33 જ્યારે કોંગ્રેસને સીટ 29 મળી શકે એમ છે.

માલવા ટ્રાયબલમાં 28 સીટ છે. ભાજપને 38 ટકા વોટ મળી શકે છે અને કોંગ્રેસને 46 ટકા વોટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીંયા કોંગ્રેસને 17 સીટ અને ભાજપને 10 સીટ મળી શકે છે.

મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 સીટ છે. કોંગ્રેસને 126 સીટ મળી શકે છે અને ભાજપને 94 સીટ મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે અન્યને 10 સીટ મળી શકે છે.  બહુમતિ માટે 116 સીટની જરૂર રહે છે. એક્ઝિટ પોલ પ્રમાણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આરામદાયક બહુમતિ સાથે સરકાર રચવાના સંકેત મળી રહ્યા છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com