મધ્યપ્રદેશના સુવિખ્યાત અધ્યાત્મિક ગુરુ ભૈય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને કરી આત્મહત્યા

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આધ્યાત્મિક ગુરૂ ભૈયાજી મહારાજે ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો છે. તેમને તરત જ હોસ્પિટલ લઇ જવાયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કારણો બહાર આવ્યા નથી, તેમને રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત હતો. પારિવારીક કારણ જવાબદાર હોવાની ચર્ચા ડિપ્રેશનને કારણે આપઘાત કર્યાનું કહેવાય છે. ભૈય્યુજી મહારાજ આધ્યાત્મિક ગુરુ હતા અને લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની હતા. 2016માં તેમણે જાહેર જીવનમાંથી નિવૃતિ જાહરે કરી હતી. મહારાષ્ટ્ર અને દેશ લેવલે તેઓ અનેક રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હતા. ભૈય્યુજીનું મૂળ નામ ઉદયસિંહ દેશમુખ હતુ. તેમને ડી.વાય પાટિલ મેડિકલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી. તેમણે સદગુરુ દત્તા ધાર્મિક એવમ પરધાર્મિક ટ્રસ્ટ, સર્વોદય આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે એક વખત પત્રકારોને કહ્યું હતુ કે, “હાલનું આધ્યાત્મિક વાતાવરણ વ્યાપારિક થઇ રહ્યું છે અને હું તેમા ફીટ બેસતો નથી. મારી પ્રોફેશનલ માણસો નથી જે આવી મોટી ઇવેન્ટોનું સંચાલન કરે. મારી પાસે વેચવા માટે કશું નથી.” ભૈય્યુજી મહારાજ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને ભાજપના નેતાઓ સાથે છેલ્લા બે દાયકાથી ખૂબ નજીકના સંબધો ધરાવતા હતા. 2011માં જ્યારે અન્ના હજારે દિલ્હીમાં જન લોકપાલ મુદ્દે અનશન પર બેઠા હતા ત્યારે અન્ના સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર નહોતા. આ સમયે વિલાસરાવ દેશમુખ ભૈયાજી મહારાજને લાવ્યા અને અન્ના સાથે વાત કરી. તેમણે તત્કાલિન સલમાન કાયદામંત્રી ખુરશીદ સાથે સંકલન કર્યુ હતુ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com