મહારાષ્ટ્રમાં રાજ્કીય કટોકટીને લઇ કોંગ્રેસના નેતાએ જાણો શું આપી પ્રતિક્રિયા

0
94

મહારાષ્ટ્ર છેલ્લા 3 દિવસથી રાજ્કીય ઘમાસાણ ચાલી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડી સરકારને ઉથલવા ભાજપ દ્રારા કવાયત હાથ ધરાઇ છે શિવસેના રાજ્યમંત્રી અને બળવાખોર નેતા એકનાથ શિંદે સહિત 40 ધારાસભ્ય હાલ આસામ ગુવાહાટીમાં છે. એકનાથ શિંદે ભાજપ સાથે ગઠબંઘન માગણીને લઇ જીદે ચડ્યા છે. તેમણે જણાવ્યુ કે અમે બાળાસાહેબ ઠાકરેના સૈનિક છે હિન્દુતત્વ નહી છોડ્યો હાલ પોતાની પાસે 40 ધારાસભ્ય હોવાનો દાવો એકનાથે શિંદે કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલને લઇ એક બાદ એક નેતાઓની ટિપ્પણીઓ પણ સામે આવી રહી છે મહારાષ્ટ્રમાં રાજ્કીય સંકટ પર કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાઅર્જુન ખડગે સત્તા ઉથલાવા પાછળ ભાજપનો ખેલ ગણાવ્યો હતો જેમાં તેમણે પ્રહાર કરતા કહ્યો કે આગામી દિવસોમાં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે તેનો ફાયદો લેવા ભાજપ આ ખેલ પાડી રહી છે આ મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવાનો કારસો છે.

તો બીજી તરફ કોંગ્રેસ પણ નારાજ ચાલી રહી છે. જે પ્રકારે એકનાથે શિંદે કોંગ્રેસ ,એન સી પી સાથે ગઠબંધન તોડી ભાજપ સાથે ગઠબંધન કરવાની વાત કરી છે તેમજ શિવસેના આપેલા નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે જેમાં કોંગ્રેસ કહ્યુ કે શિવસેનાને ગઠબંધન તોડવો એ એમનો નિર્ણય છે શિવલેના અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરે એ તેમની વ્યકિતગત મામલો છે જેને લઇ મહારાષ્ટ્રમાં રાજનિતીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.