જાણો ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલા ભારતના સૌથી મોટા ટાયરનો ઉપયોગ ક્યા કરવામાં આવે છે

ગ્રેટર નોઇડાના ઇંડિયા એક્સ્પો માર્ટમાં ઓટો એક્સપો 2018 દરમિયાન, દેશનું સૌથી મોટું ટાયર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.જેકે ટાયર એક્સપો માર્ટ ખાતે પેવેલિયનની બહાર ખુલ્લામાં આ વિશાળ અને વજનદાર ટાયરનું પ્રદર્શન કરવામાં અાવ્યુ છે.કંપનીએ દાવો કર્યો છે કે તે ભારતનું સૌથી મોટું ટાયર છે.

આ ટાયરની સાઈઝ 40-00-57  VEM045 E4 છે.તેની ઊંચાઇ 12 ફીટ છે અને તેની પહોળાઈ 40 ઇંચ છે. આ ટાયરનું વજન 3.6 ટન છે, એટલે કે 3600 કિગ્રા.છે.આ ટાયરનો ઉપયોગ ખાણકામ ડમ્પરમાં થાય છે.ભારતમાં સૌથી મોટું ડમ્પર 250 ટન છે, જેમાં આ ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે.આ ડમ્પર્સનો ઉપયોગ માઇન્સ અને અન્ય સ્થળોએ માઇનિંગ કામગીરી અને માલ વહન કરવા માટે કરવામાં આવે છે. ટાયરની બહાર એક ખાસ ડિઝાઇનનું રબર છે.આ રબરની મદદથી કોલસા કે પથ્થર પર ચાલતા ટાયર ફાટતા કે તૂટતા નથી.

તે એક ટયુબલેસ ટાયર છે અને 250 ટનની ગાડીને ઉપાડવા માટેની ક્ષમતા ધરાવે છે.આ ટાયરને 65-ટનની ક્રેનથી ઉઠાવી શકાય છે.તેને ટ્રક દ્વારા પરિવહન કરાય છે.જો ટ્રકનું વજન 12 ટન છે, તો તે ટ્રકમાં માત્ર 4 ટાયર જઇ શકે છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com