વીર નર્મદ યુનિવર્સિટીમાં શિસ્ત કે નકલખોરીનું નેટવર્ક? દંડ વધ્યો, કેસ ઘટ્યા નહીં.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી — એટલે કે VNSGU — જ્યાં શિક્ષણ સાથે સાથે હવે નકલખોરીના કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીએ નકલ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ૭૦ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે. કડક નિયમો છતાં ગેરરીતિના કેસો વધી રહ્યા છે, જેના કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે — શું નકલ રોકવાનો દંડ હવે યુનિવર્સિટીની “આવકનો સ્ત્રોત” બની ગયો છે?
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. નકલ રોકવા માટે કડક નિયમો, CCTV દેખરેખ અને ફ્લાઈંગ સ્ક્વોડની વ્યવસ્થા હોવા છતાં ગેરરીતિના કેસો થંભી રહ્યા નથી.

છેલ્લાં છ વર્ષના આંકડા જુઓ —
-
2019-20: ₹4.60 લાખ
-
2020-21: ₹2.38 લાખ
-
2021-22: ₹1.91 લાખ
-
2022-23: ₹7.06 લાખ
-
2023-24: ₹16.68 લાખ
-
2024-25: ₹15.82 લાખ
અને માત્ર 2025ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનામાં જ ₹22.10 લાખનો દંડ વસૂલાયો છે.
કુલ મળી ₹70.58 લાખથી વધુ રકમ નકલ કરતા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાઈ છે.
કિશોરસિંહ ચાવડા, કુલપતિ, VNSGU:
“નકલખોરી સામે યુનિવર્સિટીનો અભિગમ એકદમ કડક છે. દરેક કેસની તપાસ કરી યોગ્ય દંડ અને કાર્યવાહી થાય છે. દંડનો હેતુ આવક નથી, પણ વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવવાનો છે.”
પરંતુ આંકડા કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે.
દર વર્ષે દંડની રકમમાં વધારો થાય છે, પણ નકલના કેસો ઘટ્યા નથી.
યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે કે ઓનલાઇન સ્ટડી મટિરિયલની સહેલાઇથી ઉપલબ્ધતા અને વધતા શૈક્ષણિક દબાણને કારણે ઘણા વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા છે.
યુનિવર્સિટીએ હવે દરેક પરીક્ષા કેન્દ્રમાં મોનીટરીંગ વધુ કડક કરવા, ડિજિટલ સ્કેનિંગ સિસ્ટમ લગાવવાની અને ચીટ ડિટેક્શન ટીમો બનાવવાની તૈયારી શરૂ કરી છે.
નકલખોરી સામેનો દંડ કદાચ શિસ્ત લાવવા માટેની રીત છે,
પરંતુ જો એ જ દંડ સતત વધતો જાય —
તો પ્રશ્ન એ છે કે શિસ્ત વધી રહી છે કે નકલખોરીનું નેટવર્ક વધુ મજબૂત બની રહ્યું છે?
