સુરતના ડીંડોલીમાં ચાની દુકાનમાં પાંચ લોકોએ કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

0
50

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. થોડા દિવસો પહેલા ડિંડોલી વિસ્તારમાં કેટલાક બાઇક સવારોએ ફોર વ્હીલરની તોડફોડ કરી હતી. ત્યારે મોડી સાંજે ડીંડોલી વિસ્તારમાં આવેલી ચાની દુકાનમાં ચાર-પાંચ લોકોએ આખી દુકાનમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

માથા પર ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને અસામાજિક તત્વ દુકાનમાં ઘુસ્યો હતો

ડિંડોલી વિસ્તારમાં પેવેલિયન પ્લાઝા સ્થિત ગોપાલ મટકાની ચાની દુકાનમાં મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વો પહોંચ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે પ્રકારના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચારથી પાંચ અસામાજિક તત્વો માથા પર ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં ઘૂસતાની સાથે જ પથ્થરમારો કર્યો હતો. આખી દુકાનમાં ફર્નિચર, ફ્રીજ અને અન્ય વસ્તુઓ લાકડી વડે તોડી નાખી હતી.

દુકાન માલિક બહાર હતો અને તોડફોડ કરી હતી
ગોપાલ મટકા ચાના માલિકે જણાવ્યું કે તેણે સવારે એક વ્યક્તિ સાથે વાત કરી અને પછી ફોન પર ધમકી આપી કે આજે તારી દુકાન તોડી નાખશે. ત્યાર બાદ મોડી સાંજે દુકાનનો માલિક કોઈ કારણસર દુકાનની બહાર ગયો હતો ત્યારે કેટલાક લોકો દુકાને આવ્યા હતા અને તેમની દુકાનના તાળા તોડી લાખો રૂપિયાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. જ્યારે આ પહેલા પણ ક્યારેક આ દુકાન માલિક અને દુકાન સાથે આવી ઘટનાઓ બની છે. હાલ સીસીટીવીમાં દેખાતા દુકાન પર બેઠેલા વ્યક્તિએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.