ચાઇના હેન્ડસેટ મેકર Gioneeએ તેનો નવો સ્માર્ટફોન M7 Powerની ભારતમાં 15 નવેમ્બરે લોન્ચિંગ માટે મીડિયાને આમંત્રણ મોકલવાની શરૂઆત કરી છે. Gionee M7 Power માટે કંપનીએ છેલ્લા અઠવાડિયે જ ટીઝર રજૂ કરવામાં આવી હતી. Gionee M7 Powerને ચીનમાં Gionee M7 Power લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની સૌથી મોટી ખૂબી તેની 5000 એમએએચની બેટરી છે.
કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત ૨૦,૦૦૦ આંકવામાં આવી છે. Gionee M7 Power ભારતમાં બ્લુ, બ્લેક અને ગોલ્ડ કલર ઑપ્શનમાં મળશે. Gionee M7 Powerમાં 6-ઇંચ 18: 9 ફુલ વ્યુ (720×1440 પિક્સેલ) ડિસ્પ્લે છે.
આ સ્માર્ટફોનમાં 1.4 GHz ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર આપ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64 GBની છે, જે કાર્ડની મદદથી 256 GB સુધી વિસ્તૃત કરી શકાય છે. આઉટ ઓફ ધ બોક્સ આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1.1 નુગટ પર ચાલે છે.કેમેરા સેક્શનની વાત કરો તો તેની રીઅરમાં એલઇડી ફ્લેશ અને એફ 2.0 એક્સર્પર સાથે 13 મેગાપિક્સલનો કેમેરા છે, જ્યારે તેની પાસે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેના સિવાય તેના બેકમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપેલ છે.