ચાઈનીઝ સ્માર્ટનફોન કંપની વનપ્લસે મંગળવારે વનપ્લસ 5 Tના ગ્લોબલ લૉન્ચિંગની જાહેરાત કરી છે. 16 નવેમ્બરે આ સ્માર્ટફોન લૉન્ચ થશે અને ભારતમાં તે 21 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. ન્યૂયોર્કમાં ગ્લોબલ લૉન્ચ બાદ મોસ્ટ અવેટેડ આ સ્માર્ટફોન એમેઝોન એક્સક્લુઝિવ અને વનપ્લસ સ્ટોરની વેબસાઈટ પર અવેલેબલ રહેશે.
કંપનીના સીઈઓ પેટ લાઉએ આ ફોનની કિંમત 4 હજાર યુઆન એટલે કે, 39 હજાર રૂપિયા હશે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો લીક રિપોર્ટ અનુસાર વનપ્લસ 5 Tમાં બેઝેલ લેસ ડિસ્પ્લે હશે જે 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે આવશે.
એક રિપોર્ટ અનુસાર વનપ્લસ 5માં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ સાથે 8 GB રેમ અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ અને રિયર કેમેરા આપવામાં આવશે. ફોનમાં એન્ડ્રોયડ 8.0 ઓરિયો આધારિત ઑક્સિજન ઓઈસ હશે.