મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Moto X4 આખરે ભારતમાં ઉતારી દીધો છે. આ ફોનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. લેનોવોના આ બ્રાંડનો ટ્રેક રેકોર્ડ ઓછા પૈસામાં સારો ફોન આપવાનો રહ્યો છે. પરંતુ Moto X4ની કિમત છે રૂપિયા 20,000. આમ આ સ્માર્ટ ફોન સસ્તો ન કહેવાય
Moto X4 રેમ અને મેમરીના મામલે 3 GB/32 GB અને 4 GB/64 GB વેરિયંટ્સમાં આવી રહ્યો છે. આ ફોનમાં 3 GB રેમવાળા વેરિયંટની કિંમત 20,999 અને 4 GB રેમવાળા વેરિયંટની કિંમત 22,999 રાખવામાં આવી છે. Moto X4 એન્ડ્રોઈડ 7.1 નૂગટ પર રન કરે છે, તેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 630 પ્રોસેસર છે. આ ફોનથી સસ્તો મોટોરોલાનો જ G5S છે જેમાં આ ફોનના જેવો જ પ્રોસેસર છે. મોટો G5S પ્લસની કિંમત માત્ર 15,999 છે અને સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને 4 GB રેમ સાથે આવે છે.
Moto X4 ઓછામાં ઓછા સ્પેસિફિકેશનવાળા ડેટા મામલે બીજા સ્માર્ટફોન્સ જેવો જ લાગી રહ્યો છે. જ્યારે સ્માર્ટફોન મેકર સારા સેલ્ફી કેમેરા, સારી બેટરી લાઈફ જેવા ફીચર્સ પર આધારિત ફોન્સ બનાવી રહ્યા છે. મોટોરોલાનો X4માં કંઈ જ નવું નથી. બીજી તરફ ઓપો અને વીવો જેવી પ્રતિદ્વંદ્વિ કંપનીઓ સારા ફોન્સ લઈને આવી રહી છે. 2017 પુરું થવા આવ્યું પરંતુ મોટો હજુ સુધી ડ્યુઅલ કેમેરા ફોર્મેટ પર જ રોકાયેલો છે. જે હવે લગભગ દરેક કંપનીના ફોન્સમાં જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે X4નો ફ્રંટ કેમેરા 16MP છે પરંતુ તે ફોનને કોઈ ખાસ USP નથી આપી શકતું.