ચાઇના ટેક્નોલૉજી દિગ્ગ્જ Xiaomiએ સૌ પ્રથમ વખત બેઝલ લેસ ડિસ્પ્લે સ્માર્ટફોન Mi Mix લોન્ચ કર્યો હતો ત્યારપછી લગભગ તમામ મોટી કંપનીઓએ બેઝલ લેસ ડિસ્પ્લે સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. તાજેતરમાં એપલ iPhone X લોન્ચ થયો છે જેમાં બેઝલ લેસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. Xiaomiએ બે બેઝલ લેસ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન્સ લોંચ કર્યા છે હવે એક ફોટો લીક થયો છે તે જોતા Xiaomi Mi Mix 2 s iPhone X જેવો લાગે છે.
ઇન્ટરનેટ પર જે ફોટા લીક થયા છે Mi Mix 2 sના છે એવું કહેવામાં આવી રહ્યું છે. જેની ડિસ્પ્લે Phone X જેવી જ છે.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેબસાઈટ વિબો પર Xiaomi Mi Mix 2 s સ્માર્ટફોનનું પિક્ચર શેર કર્યું છે હાલમાં જ કંપનીએ તેના વિશે કઈ પણ કહ્યું નથી. આ સ્ક્રીનની સાથે આ સ્માર્ટફોનની બીજી માહિતી હજુ આવી નથી પરંતુ જો આ સ્ક્રીનશૉટ સાચેમાં છે તો આવનારા કેટલાંક દિવસોમાં ચિત્ર સાફ થશે.
Mi Mix 2 માં સેલ્ફી માટે સ્માર્ટફોન ઉલટાવી શકાય છે, કારણ કે ફ્રન્ટ કેમેરા નીચે બાજુ છે. iPhone X માં આવું નથી તેમાં ફ્રન્ટ કેમેરા ઉપરની તરફ જ છે. પરંતુ કદાચ Mi Mix 2 s સાથે Xiaomi ફ્રન્ટ કેમેરાનું પ્લેસમેન્ટ બદલાવવાની ઇચ્છા છે, તેથી તે ડિઝાઇનને જોઈ શકાય છે.
આ સ્માર્ટફોનને સારા રીવ્યૂ મળ્યા છે, કારણ કે તેની ડિસ્પ્લે અને ડિઝાઇન કમાલ છે. ભારતમાં તેની કિંમત રૂ. 35,999 છે અને તેમાં હાઇ એન્ડ સ્પેસિફિકેશન્સ છે.