ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો સેલ્સનો મોટો હિસ્સો સ્માર્ટફોન્સમાંથી આવે છે, એટલે કંપનીએ હવે જાતે જ આ ડૉમેનમાં ઉતરવાનું પ્લાનિંગ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 2014માં પણ કંપની ડિજીફ્લિક્સ પ્રૉ સીરીઝના ટેબલેટ માર્કેટમાં ઉતારી ચૂકી છે. હવે કંપનીનો પ્લાન છે કે પોતાની આ નવી બ્રાન્ડ ‘Billion’ અંતર્ગત સ્માર્ટફોન ઉપરાંત મિક્સર-ગ્રાઇન્ડર, કુક વેર, બેકપેક્સ, ટી-શર્ટ અને કેટલીક પ્રૉડક્ટ પણ માર્કેટમાં ઉતારવામાં આવે.
Billion Capture+ ડ્યૂલ રિયર કેમેરા વાળો સ્માર્ટફોન હશે, જે સુપર નાઇટ મૉડ અને બોકેહ ઇફેક્ટ સાથે આવશે.
ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કંપનીએ સ્માર્ટફોન માટે એક પેજ સેટઅપ કર્યું છે, આની વિઝીટ પરથી ખબર પડે કે આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે કંપની તરફથી પ્રૉસેસર અંગે કંઇજ કહેવાયું નથી. પણ ચર્ચા છે કે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 પર રન થશે.
ફોનમાં અનલિમિટેડ ક્લાઉડ સ્ટૉરેજની સાથે ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. એન્ડ્રોઇડની વાત કરીએ તો ફોન નૉગટ પર ચાલશે. ફ્લિપકાર્ટના પેજ પર એ પણ આપવામાં આવ્યું છે કે ભારતના 125 શહેરોના 130 સર્વિસ સેન્ટરની સાથે આના વેચાણ માટે કરાર કરવામાં આવ્યો છે.
ફોનના બે વેરિએન્ટ માર્કેટમાં ઉતારવામાં આવશે. આમાં 32 GB વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા અને 64 GB વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયાછે