ટેક્નોલોજી દિગ્ગજ કંપની એપલે તાજેતરમાં જ તેની ફ્લેગશિપ ગણાતો સૌથી મોઘો ફોન iPhone X લોન્ચ કર્યો છે. તેનું વેચાણ શરૂ થયું તેની ગણતરીની કલાકોમાં તો તેના આ સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોક થયાં હતા. આ સ્માર્ટફોનમાં ઘણી બધી વિશેષતાઓ છે, પરંતુ તેની લેટેસ્ટ ટેકનોલોજીવાળી ફેસ આઈડી સૌથી વધુ લોકપ્રિય છે, કારણ કે આ કંપનીએ હવે ફિંગરપ્રિન્ટ સ્કેનર દૂર કરી છે. Face ID ફીચર્સ અપડેટ કર્યું હતું કંપનીએ લોન્ચ દરમિયાન એવો દાવો કર્યો કે તે કોઈ માસ્ક અથવા જુડવા ભાઈ કે હમશકલ વાળો પણ ખોલી શકશે નહીં.
BKav નામની વિયેટનામની એક સિક્યોરિટી કંપની છે જેણે એવો દાવો કર્યો છે કે કોઈની ફેસ 3 ડી ડુપ્લિકેટ બનાવીને ફેસ આઇડી અનલૉક કરી શકાશે. તેમણે iPhone X માટે ખૂબ સરળ અનલૉક કરી. 3D માસ્ક બનાવવા માટે તેમણે પ્લાસ્ટિક, સિલિકોન, મેકઅપ અને કેટલાક સરળ પેપર કટ કરી Face IDને અનલોક કરી બતાવ્યો છે.
જોકે બીજી સિક્યોરિટી કંપનીઓએ પણ iPhone Xમાં Face IDને અનલૉક કરવા માટે ઘણા બધા પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. તેથી Bkav સિક્યોરિટી કંપની આ વિડિઓ પર તેમની પ્રતિક્રિયા આવી છે. હવે જોવાનું એ છે કે શું ખરેખર આવા 3 ડી ડુપ્લિકેટ Face IDથી iPhone Xને અનલોક કરી શકાશે
હાલમાં તો એપલ દ્વારા આ ડેવેલપમેન્ટ પર હજુ કોઇ પ્રતિક્રિયા આવી નથી, આગામી દિવસોમાં કદાચ કંપની સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવશે. કારણ કે આ સિક્યોરીટી મામલે એક મોટી સમસ્યા છે.આટલો મોંઘો ફોન ખરીદ્યા બાદ જો જોય તેવી સિક્યોરીટી ન મળે તો ચોક્કસ કંપની સામે સવાલો ઉઠે