વિશ્વજીત પ્રતાપસિંહ રાણે ગોવાના સીએમની રેસમાં, કહ્યું કોંગ્રેસને બરબાદ કરી દઈશ

 

લાંબા સમયથી બિમાર ચાલી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના સ્થાને કોને સીએમ બનાવવા તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે ત્યારે ગોવા સરકારમાં હાલ મંત્રીપદું ધરાવતા વિશ્વજીત પ્રતાપસિંહ રાણેનું નામ સીએમની રેસમાં ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. બન્ને ધારાસભ્યોને ભાજપમાં લઈ પાછળ વિશ્વજીત પ્રતાપ રાણેની ભૂમિકા મહત્વની રહી હતી. રાણેએ કહ્યું છે કે ગોવામાં કોંગ્રેસને બરબાદ કરી નાંખીશ.બચાવી લેવાતી હોય તો બચાવી લે કોંગ્રેસ,

વિશ્વજીત પ્રતાપસિંહ રાણેએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે ક્રિસમસ અને નવા વર્ષ સુધીમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 10 પર આવી જશે. જો કોંગ્રેસને તૂટતી બચાવી લેવા માગતા હો તો બચાવી લો નહિંતર કોંગ્રેસને ગોવામાંથી સાફ કરી દેવાશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી અકળાયેલા છે. કોંગ્રેસનો આરોપ છે કે બન્ને ધારાસભ્યોને ધમકાવી, લોભ-લાલચ આપી ભાજપમાં લઈ જવામાં આવ્યા છે.

વિશ્વજીત પ્રતાપસિંહ ગોવાના સ્વાસ્થ્ય મંત્રી છે. તેઓ એક સમયે કોંગ્રેસના વફાદાર હતા પણ 2010માં ભાજપમાં જોડાયા હતા તેમના પિતા પ્રતાપસિંહ રાણે ચાર વાર મુખ્યમંત્રી રહ્યા હતા અને હાલમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય છે.

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com