ગોડમેન બાબા રામપાલ દોષિત, સજાનું એલાન આવતા અઠવાડિયે

સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત બાબા રામપાલને હત્યાના કેસોમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 16-17 ઓક્ટોબરે સજાનું એલાન કરવામાં આવશે.

હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે. બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો.
જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

હત્યા કેસમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી હિસાર અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા જાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર હિસાર જિલ્લામાં કલમ-144 લાગુ પાડી દેવામાં આવી હતી અને હિસારની તમામ સરહદો સીલ કરી દેવાઇ હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com