ખુશખબર/ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવરાત્રી પર મળી શકે છે મોટી ભેટ, DA પર જાહેરાત કરી શકે છે સરકાર

0
81

મોંઘવારી ભથ્થા વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને ટૂંક સમયમાં ખુશખબરી મળવાની છે. હજૂ સુધી ડીએ વધારવા પર કોઈ સત્તાવાર નિવેદન કેન્દ્ર સરકાર તરફથી આવ્યુ નથી. જો કે, સરકાર દશેરા પહેલા એલાન કરી શકે છે.એક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર નવરાત્રિના શુભ અવસર પર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે.

કેન્દ્ર સરકાર દર 6 મહિને ડીએ વધારવાની જાહેરાત કરે છે, જે મોંઘવારી સંબંધિત કર્મચારીઓને પેન્શનરોને રાહત આપવા માટે વધારવામાં આવે છે. માનવામાં આવે છે કે 28 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી કેબિનેટની બેઠકમાં આ માટે મંજૂરી મળી શકે છે.

મોંઘવારી ભથ્થું 38% સુધી પહોંચી શકે છેસૂત્રોનું કહેવું છે કે રિટેલ ફુગાવાના ઊંચા દરને જોતા સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. આ પછી, DA વધીને 38 ટકા થઈ જશે. અગાઉ માર્ચ 2022માં સરકારે ડીએ વધારવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી DA 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યો.

આ વખતે મોંઘવારી દર વધુ હોવાથી ડીએમાં પણ વધુ વધારો થઈ શકે છે.ક્યારે લાભ મળશેજો સરકાર સપ્ટેમ્બરમાં ડીએ વધારવાની જાહેરાત કરે છે, તો શક્ય છે કે ઓક્ટોબરમાં આવનારા પગારમાં આ રકમમાં વધારો કરવામાં આવે, જ્યારે બાકીના મહિનાનું એરિયર્સ ચૂકવવામાં આવે. 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને તેનો લાભ મળશે.

કર્મચારીઓના ડીએમાં વધારો તેમના પગાર ધોરણ મુજબ કરવામાં આવે છે.કેટલો પગાર વધારો થશેધારો કે કર્મચારીનો મૂળ પગાર 40 હજાર રૂપિયા છે, તો તેને તેના 34% એટલે કે 13,600 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળે છે. જો મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થાય છે, તો તેની કુલ રકમ પણ વધીને 15,200 રૂપિયા થઈ જશે. આ રીતે, પગારમાં દર મહિને 1,600 રૂપિયાનો વધારો થશે અને એક વર્ષમાં 19,200 રૂપિયા વધુ મળશે.