ગુજરાતના રાજકારણે ગતિ પકડી છે, ચુંટણીને હજી પાંચ મહિનાઓની વાર છે, ત્યારે અત્યારથી જ રાજનીતિક પાર્ટીઓ મેદાનમાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવા થનગનતી આમ આદમી પાર્ટી એક પછી એક કાર્યક્રમો કરીને રાજકારણમાં ગરમાવો જમાવી રહી છે.
ચાલુ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય થઈ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની એક પછી એક સભાઓ યોજાઈ રહી છે, ત્યારે હવે ગુજરાત આપ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચવા માટે ” પરિવર્તન યાત્રા ” ની આરંભ કરાયો છે, રાજ્યની દરેક 182 બેઠકો પર આ યાત્રા દ્વારા પહોંચવાનો નિર્ધાર કરીને આપ પાર્ટી ચુંટણીનું રગશિંગુ ફૂંકી ચૂકી છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકા, ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર, દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ અને કચ્છના અબડાસાથી આપ પાર્ટીએ પરિવર્તન યાત્રા શરૂ કરી છે, આ સમગ્ર યાત્રા દરમિયાન સામાન્ય જનતાના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોને લઈને સત્તાધારીઓને પડકાર ફેંકવાના પ્રયત્નો થશે.
આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ આજે ભગવાન સોમનાથના દર્શન કરીને પરિવર્તન યાત્રા આરંભ કરી છે, ત્યારે સવાલ એ થાય કે એક સમયે વિવિધ ધાર્મિક ક્રિયાઓને મનફાવે તેમ ગાળો ભાંડતા ગોપાલ ઇટાલિયા આજે રાજકારણમાં છે ત્યારે એ જ ઈશ્વરના શરણેથી લોકોના મતો માંગવા માટે નીકળી પડ્યા છે.
આનું નામ જ રાજકારણ… માણસ જ્યારે રાજકારણમાં નીકળી પડે ત્યારે પોતાના વિચારો, માન્યતાઓ કે વિચારધારાને પણ ગમાણમાં મૂકીને સ્વાર્થ ખાતર દહોળ કરવા નીકળી જાય છે.
પાટીદાર આંદોલનથી તંત્ર સામે અવાજ ઉઠાવીને રાજકારણની શરૂઆત કરનાર ગોપાલ ઇટાલિયા એક સમયે ધાર્મિક ક્રિયાઓ અને પરંપરાઓને ધુત્કારીને લોકોને પોતાના વશમાં કરેલ, અને ત્યાંથી જ ગોપાલ ઇટાલિયાનું નામ થયેલ… જ્યારે આજે દરેક લોકોનું તેમને સમર્થન જોઈએ છે ત્યારે એ જ ધાર્મિક ક્રિયાઓ, અને માન્યતાઓને શરણે થઈને મતો મંગવામતે નીકળી ચૂક્યા છે.
દાહોળ કરતાં ફાવે તો જ રાજકારણ ફાવે, આ બાબત દરેક પાર્ટીઓના રાજકારણીઓને લાગુ પડે છે… ચુંટણી છે… મતો તો જોઈશે જ… પોત પોતાની મહત્વાકાંક્ષા પૂરું કરવા માટે સારી-નસરી, સાચી-ખોટી વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું રાજકારણીઓનું કામ છે… અને જનતા….જનતા તો પડી રહેશે પોતાના નસીબે…મત આપ્યા પછી…