ગુજરાત વિધાનસભા ચૂંટણીનો વિદેશમાં પણ રંગ જામ્યો 25 હજારથી વધુ NRI કરશે મતદાન

0
90

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે આંગળીને વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. જેને લઇ સમ્રગ ગુજરાતમાં ચૂંટણીનો જબરજદસ્ત માહોલ જામ્યો છે.અને નેતાઓ પણ હવે ધૂમ પ્રચાચ પ્રસારમાં જોતરાયા છે ગુજરાતની ચૂંટણી પર સમ્રગ દેશની નજર છે અને આ વખતે અહીયા ત્રિપાંખિયા જંગ હોવાથી ખૂબ રસાકસીભર્યુ વાતવરણ જોવા મળી રહ્યો છે.

આ વખતે 4.90 કરોડ નાગરિકો પોતાના મતાધિકારનું ઉપયોગ કરશે જેમાં 3.50 લાખથી વધુ નવા મતદાત્તાઓનું સમાવેશ થયો છે અને વિદેશમાં રહેતા ગુજરાતના નાગિરકો ખાસ મતદાન માટે આવશે 10 હજારથી વધુ NRI મતદાર મતદાન કરી આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે આ ઉપરાત 1 હજાર જેટલા NRI ગુજરાતમાં આગમન પણ થઇ ચુક્યો છે જેઓ અમેરિકા અને કેનેડા ,બ્રિટન ,પેરિસ સહિતના દેશોમાંથી વસતા ભારતીય આવી ચુક્યા છે વિદેશીમાં 20 લાખથી વધુ ભારતીયો રોજગાર અને વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં 12 લાખ જેટલા ગુજરાતીઓ છે તેમાથી 25 હજાર NRI મતદાન માટે સ્પેશિયલ ગુજરાતમાં આવશે