ગુજરાત ચૂંટણી: PM મોદી આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રેલીઓને સંબોધિત,અમિત શાહ પણ બે જાહેરસભાઓ કરશે

0
43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી રેલીઓ કરશે. તેમાં વડાપ્રધાન મોદીની રેલીઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ PM મોદી આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદમાં રેલીઓને સંબોધિત કરશે.

PM મોદીએ વલસાડમાં રેલી અને રોડ શો કર્યો
આ પહેલા પીએમ મોદીએ શનિવારે ગુજરાતના વલસાડમાં રેલી અને રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપને વોટ આપવા માટે જનતાને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકોને ગુજરાતને બદનામ કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરતા કહ્યું કે આવા લોકોને રાજ્યમાં સ્થાન ન મળવું જોઈએ.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી, જે તેમના ગૃહ રાજ્યના પ્રવાસે છે, તેઓ રવિવારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. પીએમ મોદી વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદમાં આ રેલીઓ યોજશે. રવિવારે સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર રેલીઓને સંબોધવાના છે. વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદમાં લોકેશન ફાઈનલ કરવામાં આવ્યા છે. આ રેલીઓને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

આ સાથે જ આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના તાપી અને નર્મદા જિલ્લામાં બે જાહેરસભાઓ કરશે. અમિત શાહ રવિવારે તાપીના નિઝર ગામ અને નર્મદાના ડેડિયાપાડા નગરમાં જાહેરસભા કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રથી સુરત સુધી રાજ્યભરમાં ઓછામાં ઓછા આઠ કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. PM મોદી 20 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી સતત ત્રણ દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રેલીઓ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ રેલીઓમાં 1.5 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

જણાવી દઈએ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આ વિધાનસભા બેઠકોમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યું ન હતું. રાજ્યમાં ભાજપે સરકાર બનાવી, પરંતુ અહીં બહુ કંઈ કરી શક્યું નહીં, અહીંના મતદારોએ ગત ચૂંટણીમાં પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપ્યો હતો.