24 કલાકમાં ગુજરાત થઈ જશે પાણી-પાણીઃ હવામાન વિભાગ

મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાતુ લો-પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવે છે. લો-પ્રેશરની સિસ્ટમ ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ , રાજસ્થાન થઇને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પહોંચે છે. પરંતુ, આ વર્ષે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ દેશનાં ઉત્તર ભાગમાં ખેંચાતા દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ પડ્યો નથી. પરંતુ, મુંબઇ અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું સેરઝોન મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી 11 જુલાઇથી ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખેંચી લાવશે. દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ પડ્યો નથી. ત્યારે હવે રાજ્યમાં મોન્સૂન એક્ટિવ થતાં આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યાં મુજબ, મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં સેરઝોન (પૂર્વ-પશ્ચિમ)નાં પવનોને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે બંગાળની ખાડીનું લો-પ્રેશર જવાબદાર હોય છે, આ વખતે લો-પ્રેશર સક્રિય ન થતાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં વરસાદ પડ્યો નથી. પરંતુ, 11 જુલાઇથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com