Gautam Adani: ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ પછી અદાણી સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે , હિંડનબર્ગ પછી અદાણી સામે નવા સવાલો ઉભા થયા છે .
15 ઓગસ્ટે સત્ય ડેની સમાચારોની આઝાદી શ્રેણી શરૂ થાય છે.
1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા પારસી ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું હતું.
પત્રકારના ઉમદા વ્યવસાયને 2 હજાર વર્ષ વિશ્વમાં થયા છે. જોકે, ભારતના ઘણા શાસ્ત્રો બન્યા છે તે વૃતાંત આધારિત છે. જે 2 હજાર વર્ષ કરતાં પણ વધારે વર્ષના છે.
જૂથે સપ્ટેમ્બર 2021 માં અદાણી મીડિયા વેન્ચર્સનું નેતૃત્વ કરવા માટે પીઢ પત્રકાર સંજય પુગલિયાની નિમણૂક કરી હતી.પછી, અદાણી ગ્રૂપે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)માં 64.71 ટકા હિસ્સા પર નિયંત્રણ મેળવ્યું હતું, જેમાં સ્થાપક પ્રણય રોય અને રાધિકા રોય દ્વારા 27.26 ટકા ઇક્વિટી હિસ્સો પણ સામેલ હતો. રોય અને કંપનીના અન્ય ચાર સ્વતંત્ર ડિરેક્ટરોએ 30 ડિસેમ્બરથી તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
IANS હિન્દી અને અંગ્રેજી સમાચાર સેવાઓ માટે જાણીતી છે, હવે NDTVની જેમ AMNLની પેટાકંપની તરીકે કામ કરે છે. 16 ડિસેમ્બર 2023માં અદાણી ગ્રૂપની માલિકીની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડએ ન્યૂઝ એજન્સી ઈન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ એટલે કે IANSમાં 50 ટકા માલિકી ખરીદી લીધી હતી. શેરધારકોના કરાર અને કંપનીમાં મતદાન અધિકારો પણ પ્રાપ્ત કર્યા છે.
IANS હિન્દી અને અંગ્રેજી સમાચાર સેવાઓ માટે જાણીતી છે. AMNLની પેટાકંપની તરીકે કામ કરશે.
પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે, IANS નું તમામ ઓપરેશન અને મેનેજમેન્ટ નિયંત્રણ AMNL પાસે રહેશે અને AMNL પાસે IANS ના તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો અધિકાર હશે. નિર્ધારિત એક્વિઝિશન મુજબ, IANS હવે AMNLની પેટાકંપની છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.
અદાણીએ ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયાને હસ્તગત કર્યું હતું. અદાણીએ NDTV મીડિયામાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હવે અદાણીએ ત્રીજી મીડિયા કંપની આઈએએનએસ હતી. અદાણી મીડિયા સેક્ટરમાં સતત ખરીદી કરી રહ્યું છે.
એક્વિઝિશન રૂ. 48 કરોડમાં કરવામાં આવ્યું હતું. પક્ષકારોએ 13 મે, 2022ના રોજ વેચાણ માટે કરાર કર્યો હતો અને 27 માર્ચ, 2023ના રોજ સોદો પૂર્ણ થયો હતો.