Anant Ambani Padayatra: અનંત અંબાણીની ભવ્ય પદયાત્રા: 60 કિમીનું અંતર કાપ્યું, બાળાઓને વનતારા આમંત્રણ, જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડે પણ જોડાયા
Anant Ambani Padayatra: રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ પૂર્ણ થયો. રાત્રે ત્રણ વાગ્યે સોનરડી ગામના પાટિયા પાસેથી શરૂ થયેલી યાત્રા સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પહોંચી. અત્યાર સુધીમાં અનંત અંબાણીએ કુલ 60 કિલોમીટરનું અંતર કાપ્યું છે.
આજે મહિલાઓએ અનંત અંબાણીનું કંકુ-તિલક કરી સ્વાગત કર્યું, જ્યારે બાળાઓએ તેમને દ્વારકાધીશના ફોટા ભેટ આપીને વનતારા આવવાનું આમંત્રણ આપ્યું. તેમના આમંત્રણના જવાબમાં અનંતે કહ્યું, “તમારા બધા વનતારા ચોક્કસથી આવજો.” પદયાત્રામાં બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયા પણ જોડાયા હતા.
બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અભિવાદન કર્યું
અનંત અંબાણીની પદયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો તેમની ઝલક જોવા માટે ઉમટી પડ્યા. બાળકો અને વડીલો તેમને હર્ષભેર મળતા જોવા મળ્યા. આજના દિવસે ખાસ કરીને બાળાઓએ દ્વારકાધીશના ફોટા આપી અભિવાદન કર્યું.
વનતારા આવવાનું વચન
પદયાત્રા દરમ્યાન એક બાળાએ અનંત અંબાણીને એક કવર આપ્યું, જેમાં તેના માતા-પિતાનો સંપર્ક નંબર હતો. બાળકીએ વિનંતી કરી કે તે અને તેના પરિવારને વનતારા મુલાકાત માટે બોલાવવામાં આવે. આ પરિસ્થિતિમાં અનંત અંબાણીએ કવર સ્વીકારીને હસતાં કહ્યું, “ચોક્કસ તમને બોલાવીશ.” તેમણે તમામ બાળકો માટે નાસ્તાનું આયોજન પણ કર્યું.
યાત્રામાં ભક્તિભાવ અને સેવાકાર્ય
અનંત અંબાણીની પદયાત્રા ભક્તિભાવથી ભરપૂર છે. તેઓ સતત હનુમાન ચાલીસા, શ્રીરામ જયરામ… અને ગાયત્રી મંત્રના પઠન સાથે આગળ વધે છે. લોકો “જય દ્વારકાધીશ” ના નારા લગાવીને તેમને વધાવે છે. પદયાત્રાના દરમિયાન બાળકો અને વડીલો માટે નાસ્તો, ફળ અને ઠંડુ પીણું વિતરણ કરવામાં આવે છે.
દરરોજ 10-11 કિમીનું અંતર
અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે, ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ફરી યાત્રા શરૂ કરે છે. તેઓ દરરોજ ત્રણ વાગ્યે યાત્રા શરૂ કરી અને સવારે 8 વાગ્યા સુધી સતત ચાલે છે. આરામ કર્યા વિના રોજ 10-11 કિલોમીટરનું અંતર કાપે છે.
શિખર પહાડિયાની હાજરી
પદયાત્રામાં બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોડાયા હતા. તેઓ સફેદ શર્ટ, ડેનિમ પેન્ટ અને ગળામાં ખેસ સાથે નજરે પડ્યા.
અનંત અંબાણીની આ પદયાત્રા ભક્તિ અને સેવાકાર્યનું અનોખું ઉદાહરણ છે. લોકોમાં આનંદ અને ઉત્સાહ સાથે તેમની પદયાત્રાને સમર્થન મળી રહ્યું છે.