Bhavnagar ભાવનગર નાના જહાજ ભાંગવા આવી રહ્યાં છે, મોટામાં મંદી
અમદાવાદ,
Bhavnagar ભાવનગરના તળાજા તાલુકામાં આવેલા વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગમાં વર્ષોથી મંદી છે. મંદી વધી રહી છે. ઓક્ટોબર 2024માં યુરોપિયન યૂનિયનના પ્રતિનિધિ મંડળ(ઈયુ)ની મુલાકાત બાદ તેજીની ધારણા હતી. ઈયુ તરફથી કોઈ પ્રત્ત્યુતર આવ્યો નથી. વર્ષ 2024ના 11 મહિનામાં 100 જહાજ ભાંગવા માટે આવ્યા હતા. ડિસેમ્બરમાં બીજા 15 જહાજ આવે તો પણ 115 જહાજ થશે. વર્ષ 2023માં 137 જહાજ આવ્યા હતા.
Bhavnagar આંતરરાષ્ટ્રીય બજારની અસર જહાજ ભાંડવાના ઉદ્યોગ પર પડી રહી છે. શિપ રિસાયકલિંગ ઉદ્યોગને અસર કરી રહ્યાં છે. 1983થી 2024 સુધીના 41 વર્ષમાં 8100 જહાજો ભાંગી ચુક્યા છે. જેમાં છેલ્લાં 5 વર્ષથી ઓછા જહાજ આવે છે.
આશા
નવેમ્બર 2024માં જહાજની સંખ્યા વધી છે. પણ નાના કદના છે. તેથી ભંગાર ઓછો નિકળે છે. 15 મેટ્રિકટનના 3 જહાજ આવ્યા હતા. 11 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવતો શીપ બ્રેકિંગ ઉદ્યોગ છે.
એમવી એમએસસી એલેક્સા નામનું શિપ 16 હજાર 228 એમટી,
એમવી એમએસસી રાફેલા 16 હજાર 24 એમટી,
ડીવી સિઅન નામનું શિપ 22 હજાર 314 એમટી વજનના હતા.
બીજા 11 જહાજ 10 એમટીથી ઓછા વજનના હતા.
ધંધો બંધ
શિપમાંથી નિકળતી વસ્તુઓ જહાજ દલાલો પાસેથી ખરીદીને અલંગ-મણાર વચ્ચે આવેલી 2 હજાર વિઘા સરકારી પડતર અને ગૌચરની જમીનમાં છૂટક વેપાર થતો હતો. અહીં દુકાનો તોડી પડાતાં 50 ટકા ધંધો ઘટી ગયો છે. 12 કિલોમીટર વિસ્તારમાં ફર્નિચરની 1,000થી વધારે દુકાનો છે. રૂ. 50 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી. અલંગ મણારમાં કુલ 2418માંથી 2 ધાર્મિક સ્થળો મળી 55 દબાણ દૂર કરાયા હતા.
264 હેકટર માંથી 12 હેકટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
પાવલિયા વિસ્તારમા 100 બાંધકામો રહેણાંક મકાનોના છે. દલિત,માલધારી, કોળી સમાજના ગરીબ લોકોએ ગૌચરણ ઉપર મકાન બનેલા છે. તે ન તોડે એ માટે રેલી કાઢવામાં આવી હતી.
2024માં અલંગમાં આવેલા જહાજની
જાન્યુઆરી – 15
ફેબુ્રઆરી – 08
માર્ચ – 05
એપ્રીલ – 03
મે – 12
જુન – 10
જુલાઈ – 04
ઓગસ્ટ – 10
સપ્ટેમ્બર – 07
ઓક્ટોબર – 12
નવેમ્બર – 14
કુલ- 11 મહીના 100
રિસાયકલ
શિપ રિસાઇકલિંગ ક્ષમતામાં દેશનો હિસ્સો 98 ટકા છે અને વૈશ્વિક રિસાઇકલિંગ વૉલ્યૂમમાં 32.6 ટકા યોગદાન આપે છે.
બીઆઈએસનો પ્રતિબંધ
ભાવનગરના રિ-રોલિંગ મીલમાં લોખંડના સળિયા બનાવવા માટે જહાજનું લોખંડ વપરાય છે. 2008માં BISના નવા નિયમો લાદવામાં આવ્યા હતા. જહાજના લોખંડ પર લાગેલા બીઆઈએસના પ્રતિબંધના કારણે બંને ઉદ્યોગ મંદીમાં છે. આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ખસી રહ્યાં છે. અગાઉ જહાજ તુટ્યા બાદ તેના લોખંડમાંથી સ્થાનિક રોલિંગ મિલો અને યાર્ડમાં સળિયા ઉપરાંત પાઈપ, પટ્ટી અને એન્ગલ બનાવવામાં આવતા હતા. હવે BIS કાયદા અનુસાર સળિયા બનાવી શકાય નહીં. મરિન નિયમ પ્રમાણે જહાજનું લોખંડ બહુ મજબૂત હોય છે. તેમાંથી બનતા સળિયા પણ બહુ મજબૂત હોય છે. જો કેન્દ્ર સરકાર દ્વારા BIS કાયદામાં સુધારો કરવામાં આવે તો જ અંલગ શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ કક્ષાની હરિફાઈમાં ટકી શકે તેમ છે. તેમ સંગઠનના રમેશ મેંદપરા માને છે.
ચઢતી પડતી
2011-12માં સૌથી વધુ 415 જહાજો મળ્યાં હતાં. જોકે, એ પછી જહાજોની સંખ્યામાં ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી આ ઉદ્યોગની પડતી ઝડપી બની છે. નવેમ્બર-2020થી ઑક્ટોબર-2021 દરમિયાન 14 પેસેન્જરશિપ અલંગ આવી હતી. 14 માળનું ‘એમવી કર્ણિકા’ (નવેમ્બર-2020) પહોંચ્યું હતું. ‘એમવી ઓશિયન ડ્રીમ’ (જાન્યુઆરી-2021)માં અલંગ પહોંચ્યું હતું.
ભરતીની પ્રકૃતિ અલંગમાં અનુકૂળ છે.
પાંચ વર્ષથી પડતી
અલંગમાં સતત પાંચ વર્ષથી જહાજો ઘટી રહ્યા છે.
વર્ષ 2011માં 415,
વર્ષ 2017માં 230,
વર્ષ 2018માં 219,
વર્ષ 2020માં 202,
વર્ષ 2021માં 189,
વર્ષ 2022માં 131,
વર્ષ 2023માં 81 જહાજ ભાંગવા આવ્યા હતા.
નાંણાકિય વર્ષ પ્રમાણે જહાજ આવ્યા
2010-’11માં 357
2009-’10માં 348
2011-12માં 415
2014-15માં 275
2015-16માં 249
2016-17માં 259
2019-20માં 202
2020-21માં 187
2021-22માં 209
2022-23માં 131
વિશ્વમાં જહાજનો ધંધો
2023માં 111
બાંગ્લાદેશ 54,
અલંગ 29,
તુર્કીમાં 14,
યુરોપિયન દેશોમાં 9,
પાકિસ્તાન 5 જહાજ હતા.
ભંગરનું વજન
2014-15માં 2.49, 2015-16માં 2.43, 2016-17માં 2.59 લાખ ટન ભંગાર નિકળ્યો હતો.
મંદીના કારણો
અલંગની સ્થાપનાથી અત્યાર સુધીના 42 વર્ષમાં સૌથી લાંબી મંદી છે.
2008માં લોખંડ બજાર તુટયું હતું.
2015માં બજાર અને ડોલરના ભાવ નીચા.
જીએમબીના અધિકારીઓનું મૌન અને લાપરવાહી.
આયાત ડ્યુટી.
ફિક્સ્ડ કોસ્ટ ઉંચી.
આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજના ભાડા સારા છે.
રાતા સમુદ્રમાં ચાંચિયાગીરી.
રોલિંગ મીલોમાં બનતા સળિયા, પાટા-પટ્ટીની ઓછી માંગ.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની હરિફાઈ
ભંગારની આયાત વધી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો અસહયોગ.
ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્ર સરકારને કંઈ કહી શકતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માટે વિમુખ બન્યા.
રીરોલીંગ મીલ બંધ
મંદીના કારણે હવે માત્ર 10 ટકા રીરોલીંગ મીલો રહેશે. સિહોર શહેરમાં 120 સ્ટીલ રિ-રોલિંગ મિલ્સ છે. 2023માં વર્ષે 90 મિલ ચાલુ હતી. 2024માં 40 થઈ ગઈ હતી. 2025માં 15 મિલ બંધ થઈ જશે. સ્ટીલની પ્લૅટ્સની અછત હોવાથી બંધ થઈ રહી છે. નાના કદની એક મિલનું દૈનિક ઉત્પાદન 20 ટનથી ઘટીને 5 ટન થઈ ગયું છે. વર્ષે અલંગ ખાતે 25થી 30 લાખ ટન જેટલું સ્ટિલ રિસાઇકલિંગ માટે મળતું હતું. જે ભાવનગર ઉપરાંત મહારાષ્ટ્ર અને પંજાબ સુધી મોકલવામાં આવે છે. મેલ્ટેડ સ્ક્રેપ મેટલનનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ટન સુધી ઘટી ગયો છે.
ટ્રાન્સપોર્ટ
1,000 ટ્રક્સમાં સ્ટીલ પ્લૅટ્સ, ફર્નિચર, ભંગાર અને અન્ય સામગ્રી લોડ થતી હતી. ટ્રકની દૈનિક સંખ્યા ઘટીને 10થી 20 થઈ ગઈ છે.
રોજગારી
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલંગમાંથી લગભગ 5 લાખ 15 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળે છે. જેમાં 40 હજાર કામદારો અને આડકતરી રીતે 1 લાખ 50 હજાર લોકોને ઓક્સિજન પ્લાન્ટ અને રોલિંગમા રોજગારી મળતી હતી.
2024માં જીએમબીએ 23,000થી વધુ કામદારોને તાલીમ આપી છે અને અલંગમાં એક ખાસ હૉસ્પિટલ બનાવી છે. એક ટન ભંગાર મેળવવા માનવશ્રમના 6 દિવસોની જરૂર પડે છે. અલંગમાં 1 લાખ લોકોને સીધી રોજગારી મળે છે. બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશના મજૂરો કામ કરે છે. તેજીમાં રૂ. 500 મજૂરોને મળે છે. મંદીમાં તે ઘટી જાય છે. 25 ટકા અલંગથી હીજરત કરી ચૂક્યા છે. મકાન ખરીદ્યું હોય અથવા કોઈ સંપત્તિ હોય તેવા મજૂરો ઓછા વેતન પર કામ કરી રહ્યા છે. લેબર માત્ર 15 દિવસ કામ કરે છે.
પ્લોટ
પ્રારંભ 60 પ્લૉટો હતા. હાલ અલંગ અને નજીકનાં ગામોમાં 173 પ્લૉટો હતા. પછી 153 પ્લૉટ્સ થયા હતા. હવે 130 પ્લેટમાંથી માત્ર 30 પ્લોટ હાલમાં જહાજ ભાંગવા વપરાય છે. આગામી થોડાં વર્ષોમાં તેની સંખ્યા વધારીને 203 કરવાનું સરકારનું આયોજન છે. યાર્ડનું કદ 10 કિલોમીટરથી વધારી 20 કિલોમીટર કરવાની જાહેરાત સરકાર 2021માં કરી હતી. પ્લૉટ 10 વર્ષ માટે અપાય છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્લોટ પર શિપ આવ્યા ન હોય તો પણ ચોરસ મીટર દીઠ 700 રૂપિયાનો ચાર્જ વસુલ કરે છે. ત્રણ વર્ષની અંદર આ ચાર્જ બમણો થઈ ગયો છે.
અલંગ
અલંગનો અર્થ છે, અલગ, જુદું, છેટે, દૂર, લાગે વળગે નહિ એમ, પાણીનું નાળુ, બહુ મોટું, ઠાણ, ઘોડીની ઋતુદશા અર્થ થાય છે.
ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે.
ભારતમાં ઉદ્યોગની શરૂઆત 1970માં મુંબઈથી થયેલી. 1973, 1978 અને 1981-82માં અનુક્રમે 26,000; 82,000 અને 1.28 લાખ ટનનાં જહાજો ભંગાયાં હતાં. 1983થી 2024 સુધીના 41 વર્ષમાં 8100 જહાજો ભાંગી ચુક્યા છે.
1981માં ગુજરાત રાજ્યના તત્કાલીન નાણા પ્રધાન સનત મહેતાએ અલંગમાં ઉદ્યોને મંજૂરી અપાવી હતી. વાંસી બોરસી (નવસારી), પોરબંદર, સચાણા, માંડવી અને અલંગ બંદરની મુલાકાત લઈને સમિતિએ 1982માં ઉજ્જડ પડેલી દરિયાકાંઠાની જમીન, શાંત દરિયો, સાનુકૂળ ભરતી, કિનારા નજીક ઊંડું પાણી, વાવાઝોડા, સમુદ્રના ઓછા પ્રવાહો, ખુલ્લી જમીન, મોટું બારૂં જોઈને અલંગને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પ્રથમ જહાજ
અલંગમાં પ્રથમ જહાજ, MV કોટા તેનજોંગ, 13 ફેબ્રુઆરી 1983ના રોજ દરિયાકિનારે પહોંચ્યું હોવાનું કોઈ કહે છે તો કોઈક, 13 ડિસેમ્બર 1983માં ‘ધ ડેડિયેર’ નામનું પહેલું જહાજ અલંગના દરિયાકાંઠે ભાંગવા માટે પ્રથમ વખત આવ્યું હોવાનું કહે છે.
વીજળી બચત
સ્ટીલના કારખાનામાં એક ટન સ્ટીલના ગઠ્ઠા માટે 450 કિવો. વીજળી જોઈએ છે. જ્યારે ભંગારમાંથી બનાવાતા સ્ટીલ માટે 110થી 115 કિવો. વીજળી વપરાય છે.
1966થી 1978ના ગાળા દરમ્યાન સંગઠિત ક્ષેત્રે આવેલી રી-રોલિંગ મિલોનો વાર્ષિક વૃદ્ધિદર માત્ર 4% હતો, જ્યારે ભંગાર વાપરતી રી-રોલિંગ મિલોમાં ઉત્પાદનવૃદ્ધિનો દર 20% હતો.
રોકાણ
3 કરોડ રૂપિયાનું રોકાણ હતું, તે વધીને હવે 300 કરોડ જેટલું થયું છે.
1983માં તેની શરૂઆત થઈ ત્યારથી, શિપયાર્ડ કુલ મિલકતોનું મૂલ્ય US$110.6 બિલિયન હોવાનું માનવામાં આવે છે.
અલંગ સુવિધા 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ (એલડીટી) ની કુલ ક્ષમતા સાથે 14 કિલોમીટર (8.7 માઇલ) કિનારે 183 શિપ બ્રેકિંગ યાર્ડ હતા.
વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન અને ટર્નઓવર 1.3 અબજ ડોલર રહેતું હતું, હવે એવું નથી.
કુલ ભંગારમાંનો મોટો ભાગ ભાવનગર, શિહોર, વરતેજ વગેરે શહેરો અને ગામવિસ્તારની રી-રોલિંગ મિલો અને ફાઉન્ડ્રીઓ વાપરે છે. 101 ટ્રક જેટલા ભંગારની ગુજરાત રાજ્ય બહાર નિકાસ થાય છે.
ધંધામાં મુખ્યત્વે હરિયાણા અને પંજાબના ઉદ્યોગપતિઓ છે. થોડાક રાજસ્થાની અને ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ છે. 2021ના વર્ષમાં ભારતનું સૌથી મોટું યુદ્ધ જહાજ વિક્રાંત અહીં તોડવા માટે લાવવામાં આવ્યું હતું.
જાપાનીઝ ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ $76 મિલિયનની સોફ્ટ લોન અને ગુજરાત મેરીટાઇમ બોર્ડે સુધારા માટે $35 મિલિયન લોન લીધી હતી.
વિશ્વનું મોટું જહાજ ભંગાયું
ઓક્ટોબર 2024માં ભાવનગરના અલંગમાં વિશ્વનું સૌથી મોટું ફિશ ફેકટરી જહાજ ભંગાવવા માટે આવ્યું છતાં પણ તેજી ન આવી. જે 1980માં બનાવવામાં આવ્યું હતુ. મોટર વેસલ દિવો જહાજ રશિયામાં બન્યું હતું. વજન 26,136 મેટ્રિક ટન હતું. પ્લોટ નંબર 169ના માલિકે આ જહાજને ખરીધ્યું હતું.
વાહન ભંગાર વાડો ન બન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જુના વાહનો માટે અલંગમાં દેશનો સૌ પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ કરી પણ અલંગ સહિત ગુજરાતમાં 5 સ્થળે વાહન ભંગારવાડા ન બન્યા.ભાવનગરની નજીક મઢિયા જીઆઈડીસી ખાતે વાહનોનું સ્ક્રેપયાર્ડ બનાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. છ કંપનીઓએ વ્હીકલ રિસાઈક્લિંગ યુનિટ સ્થાપવા તૈયાર હતી. તેમાંથી ત્રણ કંપની તો ભાવનગરની હતી. ઓગસ્ટ 2021માં જ એમઓયુ કરાયા હતા. શિપ રિસાઈક્લિંગ બિઝનેસ માટે વ્હીકલ સ્ક્રેપિંગ એ સહજ કામગીરી છે. સ્ટીલ, પ્લાસ્ટિક અને રબર બાય પ્રોડક્ટ્સ સારી રીતે બનાવી શકે છે. શિહોર ખાતે સ્ટીલ સ્ક્રેપિંગની ફેસિલિટી છે.
ગોલમાલ
ઓક્ટોબર 2023માં અલંગથી રોજનું 10 હજાર ટન લોખંડ નિકળતું રહ્યું હતું. જેને માપવા માટે 127 ટ્રકના વજન કાંટા છે. જેમાં એક ટ્રકે રૂ.1 હજારથી 4 હજાર રૂપિયાની ગોલમાલ ઓછા વજનમાં કરવામાં આવે છે. વર્ષે અહીં 30 લાખ ટન ભંગાર ટ્રકોમાં ભરીને બહાર લઈ જવામાં આવતો હતો. અહીં વર્ષે કરોડો રૂપિયાની છેતરપીંડી જહાજ ભાંગનારા ઠેકેદારો દ્વારા કરવામાં આવતી રહી છે. આવું 20 વર્ષથી ચાલી રહ્યું હતું. ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અલંગ-સોસિયાના 127 વે-બ્રિજની તપાસ કરવામાં આવી હતી.
ચાંચિયાગીરી
ચાંચિયાઓ જહાજ માંથી લૂંટ અને ચોરી કરી રહ્યાં છે. કિંમતી વસ્તુ દાદાગીરીથી પડાવી લેતાં હોવાની ઘટનાઓ બની છે. ચાંચિયાઓ હોડી લઈને આવે છે. ક્રુ મેમ્બરને ધાકધમકીઓ, પૈસાની ઓફર કરી અને કિંમતી માલસામાન આપવા દબાણ કરવામાં આવે છે. પથ્થરો વડે હુમલો કરાય છે. કિંમતી ચીજવસ્તુઓની ચોરી લૂંટફાટ, મારામારી, કરચોરી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ રોજીંદી બાબત બની છે.
પ્રદૂષણ
રાજ્યના 80 ટકા ઉદ્યોગોના એફ્લુઅન્ટના કારણે ખંભાતનો અખાત ‘ઝેરનો અખાત’ બની ગયો છે. અમદાવાદ, વડોદરા ઉપરાંત અલંગનો ફાળો પણ છે.
હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. જોખમી કચરો દરિયામાં નંખાય છે કાં તો સગળગાવી દેવાતો રહ્યો છે. કચરો ગમેત્યાં ફેંકી દેવામાં આવે છે. પ્રદૂષણ માફીયાઓ બેફામ છે.વિદેશમાંથી શીપો આવે છે. જેમાં ઝેરી ગેસ. ફાઈબર, નકામું ઓઈલ અને કચરો ભરીને લઈને આવે છે. જેનો નિકાલ પણ આ કાંઠા પર થાય છે. દરિયાકિનારાના પયાર્વરણને કુસાન કરે છે. એઈડ્સ જેવારોગોનો ભોગ બને છે. ગટરોનું પાણી દરિયામાં ઠાલવે છે. દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓનો નાશ થાય છે.
સોશિયો યાર્ડમાં ભંગાઇ રહેલા જહાજોમાંથી કચરો દરિયાની ભરતીમાં ફેંકી દેવામાં આવે છે.
શિપબ્રેકરો કચરો ટીએસડીએફ સાઇટ પર મોકલતાં નથી.
નદી પટમાં ફેંકી દેવામાં આવે છે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આંખ આડા જહાજો રાખી દે છે. CSMCRI દ્વારા અલંગમાં પર્યાવરણ અંગે સંપૂર્ણ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતું. તારણ મુજબ 40 વર્ષનું પ્રદૂષણ લોકડાઉનના 3 મહિના દરમિયાન નાબૂદ થઈ ગયું હતું. પીએમ 2.5 અને એસપીએમના મુલ્યો ચાર ગણા ઘટ્યા હતા.
2022માં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી પ્રમાણે અલંગ વિસ્તાર વિસ્તાર સત્તા મંડળમાં ઘન કચરો, પ્લાસ્ટીક, પ્લાસ્ટીક કોટેડ વાયરને બાળવા કે સળગાવવા પર પ્રતિબંધ મૂકતો આદેશ કરવો પડ્યો હતો.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દરિયાની અંદર ઠલવવામાં આવ્યું મોટા પાયે ઓઇલ.
હેરોઈન અને આરડીએક્સ
30 જુલાઈ 2018માં અલંગ તરફ જઈ રહેલા વિદેશી જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડે અટકાવીને જેમાં તપાસ કરતાં ડીઝલ ટાંકી અને પાઈપોમાંથી છુપાયેલું 1500 કિલો હેરોઈન પકડાયું હતું. તેના આરોપીઓ જહાજને તોડવાના બહાને વહાણમાં છુપાયેલા RDXને બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
વિવાદ
ડામર કેરીયર જહાજ ઇન્ફિનીટી-1 અંગે પણ વિવાદ થયો હતો.
તેલ ઢોળાયું
2024માં સપ્ટેમ્બર મહિનામાં નદી કિનારા ઉપર નકામું તેલ નાંખી દેવામાં આવેલું હતું. જહાજમાંથી નીકળતું ઓઇલ જે બજારમાં વેચાતું ન હોય તે ઓઇલ મોટા પાયે નદીમાં ઠાલવવામાં આવેલું હતું. જે દરિયામાં ગયું હતું. માછીમારોની જાળમાં ઓઈલ આવી ગયું હતું. લાખો માછલીઓ મોતને ભેટી હતી. અગાઉ પણ અનેક વખત દરિયામાં આવી રીતે તેલ નાખવામાં આવ્યું હતું. ગભ્રષ્ટાચાર દ્વારા બધું ઢાંકી દેવાય છે.
જહાજનો વિવાદ
એક્ઝોન વાલ્ડેઝનું જહાજનો ઇહિહાસ તો અનોખો છે. પ્રતિબંધ છતાં નકામાં બનેલા આ જહાલને સમારકામ કરીને તેલ પ્રદૂષણ કાયદાની કલમ હેઠળ પ્રિન્સ વિલિયમ સાઉન્ડ નામે ફરીથી ઉપયોગમાં લેવાયું હતું. એક્ઝોન મેડિટેરેનિયન તરીકે ફરીથી લોંચ કરવામાં આવ્યું અને ભૂમધ્યમાં કામ કરતું હતું. 2008 માં, તેને હોંગકોંગની કંપની દ્વારા ઓર કેરિયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. 2012માં તેને ઓરિએન્ટલ નિસિટી નામ હેઠળ ભારતના અલંગમાં ભંગાર માટે વેચવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય નિયમો અને બજાર
“શિપ બ્રેકર” અહીં રીડાયરેક્ટ કરે છે. પાઓલો બેસિગાલુપીની નવલકથા માટે, શિપ બ્રેકર જુઓ.
ભારતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ક્રેન્સનો ઉપયોગ કરીને વહાણમાંથી સ્ટીલ પ્લેટો દૂર કરવી
શિપ બ્રેકિંગ, રિસાયક્લિંગ, ડિમોલિશન, સ્ક્રેપિંગ, ડિસમન્ટલિંગ અથવા ક્રેકીંગ કરવામાં આવે છે.
વિશ્વમાં 2012માં 1,250 સમુદ્રી જહાજો તોડાયા હતા. તેમની સરેરાશ ઉંમર 26 વર્ષની હતી. જહાજો ચીન, ગ્રીસ અને જર્મનીથી વધારે આવે છે. 2013માં વિશ્વના 2 કરોડ 91 લાખ ટન ભંગાર નિકળ્યો હતો. રિસાયકલ કરેલું લોખંડ ભારતમાં 10% હિસ્સો હતો. જાન્યુઆરી 2020 સુધીમાં અલંગ વિશ્વના 30% હિસ્સો ધરાવતું હતું. વિશ્વમાં 2 લાખ 25 હજાર કામદારોને રોજગારી આપે છે.
જોખમી પદાર્થોને કાયદેસર રીતે દૂર કર્યા પછી જ તોડવું જોઈએ.
જર્મની, ઇટાલી, નેધરલેન્ડ અને જાપાન સહિત અન્ય ઘણા દેશોએ 19મી સદીના અંત સુધીમાં બ્રિટીશ જહાજોને ભંગારમાં ખરીદવાનું શરૂ કર્યું. ઈટાલિયન ઉદ્યોગની શરૂઆત 1892માં થઈ હતી. જાપાની ઉદ્યોગની શરૂઆત 1896માં થઈ હતી. ઘણા વિક્ટોરિયન જહાજોએ તેમના નામના અંતિમ અક્ષરને કાપીને તેમની અંતિમ સફર કરી હતી.
20મી સદીના અંત સુધી મોટાભાગની જહાજ તોડવાની પ્રવૃત્તિ યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા ઔદ્યોગિક દેશોના બંદર શહેરોમાં થતી હતી.
2020 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં હજુ પણ રહેલા વિઘટનકર્તાઓ મુખ્યત્વે સરકારી-સરપ્લસ જહાજો પર કામ કરે છે.[સંદર્ભ આપો જરૂરી
વિશ્વના દેશોએ પર્યાવરણીય નિયમોને કડક બનાવવાના પરિણામે 1980 પછી જહાજો ભારતમાં ભંગાવા આવવા લાગ્યા હતા.
31 ડિસેમ્બર 2005ના રોજ ફ્રેંચ નૌકાદળના ક્લેમેન્સુએ ઝેરી કચરાનો અયોગ્ય નિકાલ કરવાની ક્ષમતા અને સુવિધાઓના વિરોધ છતાં ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ટુલોનને તોડી પાડવા માટે આપી દીધું. પછી તેનો કાનુની વિવાદ થયો હતો. સર્વોચ્ચ અદાલતે અલંગમાં પ્રવેશ મેળવવાનો અસ્થાયી રૂપે ઇનકાર કરી ફ્રેન્ચ પરત મોકલી આપી હતી.
40,000 ટનના સામાન્ય કદના માલવાહક જહાજને તોડવામાં લગભગ 50 મજૂરોને ત્રણ મહિના લાગે છે.
ઇંધણ, હાઇડ્રોલિક પ્રવાહી, લ્યુબ્રિકેટિંગ તેલ અને અગ્નિશામક પ્રવાહી જહાજમાં હોય છે.
કચરો જેમ કે પ્લાસ્ટિક, કચરો અથવા તેલયુક્ત રેતી કચરામાં મોકલવામાં આવે છે.
અલંગમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સ્થાપિત કોમન હેઝાર્ડસ વેસ્ટ ટ્રીટમેન્ટ સ્ટોરેજ ડિસ્પોઝલ ફેસિલિટી (CHW-TSDF) જેવી સુવિધાઓ. ઉપયોગી તેલ સરકારી અધિકૃત રિફાઈનરીઓને મોકલવામાં આવે છે. જ્યાં વપરાયેલ તેલની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે.
ડ્રાય ડોક વધુ પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે કારણ કે તમામ સ્પિલેજ સમાયેલ છે અને તેને સરળતાથી સાફ કરી શકાય છે.
ભારતમાં 120 શિપ રિસાયક્લિંગ યાર્ડ્સમાંથી લગભગ 96 એ હોંગકોંગ કન્વેન્શન સાથે વિવિધ IACS ક્લાસ સોસાયટીઓ દ્વારા સ્ટેટમેન્ટ ઑફ કમ્પ્લાયન્સ (SoC) પ્રાપ્ત કર્યા છે-જેમાં ClassNK, IRClass, Loyd’s Register અને RINA નો સમાવેશ થાય છે.