Bullet Train project બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટું અપડેટ! બીલીમોરા સ્ટેશન પર કામ પૂરજોશમાં, 2026ના અંત સુધીમાં સુરત-બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન
Bullet Train project મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને બીલીમોરા સ્ટેશન સંબંધિત મોટું અપડેટ સામે આવ્યું છે. સ્ટેશનના પ્લેટફોર્મ સ્તરે ટ્રેક બેઝનું કામ ચાલુ છે, જ્યારે કોનકોર્સ સ્તરે એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને ફોલ્સ સીલિંગનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
https://twitter.com/IndiaInfra02/status/1911659427800687078
માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળનો પહેલો ટ્રાયલ રન 2026 ના અંત સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થવાની સંભાવના છે. હાઇ-સ્પીડ રેલ નેટવર્કના આ ભાગમાં બાંધકામ કાર્ય સમયપત્રક પહેલાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો બધું યોજના મુજબ ચાલશે, તો દેશને 2026 ના અંત સુધીમાં બુલેટ ટ્રેનનો પહેલો અનુભવ મળી શકે છે.