એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે બીજી તરફ ગરમી પણ પોતાનું અસલી રૂપ બતાવી રહી છે. 23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે તે પહેલા જ એટલે કે આજથી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઇ છે. વેરાવળ, પોરબંદર અને દીવમાં ગરમ પવન ફૂંકાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ત્યારે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઇ છે.