GPCB Recruitment 2025: 105 નોકરીઓ માટે GPCB ભરતી જાહેર: પગાર રૂ. 49,600 થી શરૂ, તરત અરજી કરો!
GPCB Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં ફરતા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 2025માં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ (વર્ગ-3) માટે 105 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા સંચાલિત કરવામાં આવશે. જે ઉમેદવારો પાસે પર્યાવરણ અને વિજ્ઞાન સંબંધિત વિષયોમાં અનુસ્નાતક ડિગ્રી છે, તેઓ માટે આ એક ઉમદા તક છે.
આ જગ્યાઓ માટે લાયકાત શું છે?
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની કોઈ એક નીચેની શાખામાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ:
પર્યાવરણ વિજ્ઞાન
કેમિસ્ટ્રી
બાયોટેકનોલોજી
બાયોસાયન્સ
માઇક્રોબાયોલોજી
બાયોકેમિસ્ટ્રી
મેરિન બાયોલોજી
એક્વેટિક બાયોલોજી
એગ્રોનોમી
ફિઝિક્સ (ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે)
અન્ય જરૂરિયાત :
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન
બેઝિક કમ્પ્યુટર જ્ઞાન (ગુજરાત સિવિલ સર્વિસ નિયમ મુજબ)
વય મર્યાદા અને છૂટછાટ
ન્યૂનતમ વય: 18 વર્ષ
મહત્તમ વય: 37 વર્ષ
SC/ST/OBC/PwBD અને પૂર્વ સૈનિક ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
પગાર ધોરણ
પ્રથમ પાંચ વર્ષ: રૂ. 49,600/- પ્રતિ મહિનો (સ્થિર પગાર)
ત્યારબાદ પે સ્કેલ: રૂ. 39,900 – 1,26,600 (લેવલ-7)
અરજી ફી
સામાન્ય અને OBC ઉમેદવારો: રૂ. 500/-
અનામત કેટેગરીના ઉમેદવારો: રૂ. 400/-
અરજી પ્રક્રિયા
આ પદ માટે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GSSSB ની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાઓ
“GPCB Senior Scientific Assistant Recruitment 2025” નોટિફિકેશન વાંચો
“Apply Online” પર ક્લિક કરીને ફોર્મ ભરો
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અરજી ફી ઓનલાઇન જ ભરો
ફોર્મનું પ્રિન્ટ કાઢી રાખો
GPCBનું વિઝન
GPCB ફક્ત નિયમનકારી એજન્સી નથી, પરંતુ પર્યાવરણના સંરક્ષણ માટે નવી પહેલો શરૂ કરીને લોકોને પ્રેરિત કરતી સંસ્થા છે. “એન્વાયરમેન્ટ ક્લિનિક” અને “હેલ્પડેસ્ક” જેવી યોજનાઓ એનું દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે.
આ ભરતી દ્વારા નવું અને હોશિયાર માનવબળ જોડાશે જે રાજ્યમાં ઊભેલા પર્યાવરણ ચેલેન્જનો સામનો કરવામાં સહાયરૂપ થશે.