GPSC Exam Syllabus: GPSC પ્રિલીમ પરીક્ષાની તૈયારી માટે એકસરખો અભ્યાસક્રમ, હવે ઉમેદવારો માટે સરળતા
GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેર કર્યું છે કે, હવે GPSCની તમામ પ્રાથમિક પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ એક સરખો રહેશે
આ બદલાવથી ઉમેદવારો GPSC અને અન્ય પરીક્ષાઓની સાથે સાથે તૈયારી કરી શકશે
GPSC Exam Syllabus: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે, હવે GPSC દ્વારા લેવામાં આવતી તમામ પ્રાથમિક પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ એક સરખો રહેશે. આ સાથે, GPSCની વિવિધ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાઓમાં ‘સામાન્ય અભ્યાસ’ વિષયના આધારે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે ઉમેદવારો માટે અભ્યાસની તૈયારી સરળ બનાવશે.
GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું કે, અગાઉ GPSC દ્વારા કરાવાતા ક્લાસ 1-2 અને 3ની વિવિધ પરીક્ષાઓ માટે અલગ અલગ અભ્યાસક્રમ હતો, પરંતુ હવે તેને એકસરખો કરવામાં આવ્યો છે.
આ કાયમી સુધારો ઉમેદવારો માટે રાહતકારક છે, જેમણે GPSC અને અન્ય પરીક્ષાઓની તૈયારી એક સાથે કરી શકે છે. ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
હસમુખ પટેલે વધુમાં કહ્યું કે, ‘આ નવા અભ્યાસક્રમની શરૂઆતથી, GPSCની તમામ પ્રાથમિક પરીક્ષાઓ માટે એક જ અભ્યાસક્રમ અપનાવાયો છે.
જેમાં વિદ્યા વિષયોની શ્રેણી, જેમ કે ઈતિહાસ, સંસ્કૃતિ, ભારતીય સંવિધાન, સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સંબંધો સહિતના વિષયોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમ ઉમેદવારોને વધુ સરળતા અને યથાસંભવ શ્રેષ્ઠતાની સ્થિતિમાં મુકશે.’