વડોદરા, 20 ઓક્ટોબર 2024
Gujarat વડોદરા શહેર નજીક વિરોદ ગામની સીમમાં વડોદરા પાંજરાપોળ ટ્રસ્ટની માલિકીની જમીન પર ગણોતિયાઓનો કબજો હતો.
Gujarat પાંજરાપોળ ટ્રસ્ટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટે દાવો મંજૂર રાખીને 2 લાખ 50 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો પાંજરાપોળનો સોંપી દેવા માટે હુકમ કર્યો હતો. બે કેસમાં રૂ. 30 કરોડની જમીનો કબજો પરત મળ્યો છે. હજુ 600 એકર જમીન પર માથાભારે લોકો ઘૂસી ગયા છે.
એક એકરે 43560 ચોરસ ફૂટ જમીન થાય છે. અહીં એક ફટનો ભાવ 300 લેખે રૂ. 780થી 800 કરોડની જમીન છે. વડોદરાથી એક કિલોમીટર દૂર છે. જ્યાં પ વર્ષ પછી આ જમીનનો ભાવ રૂ. 1500 કરોડ થઈ જવાની શક્યતા બિલ્ડરો જોઈ રહ્યા છે.
વિરોદ ગામની સીમમાં પાંજરાપોળની માલીકીની 6 હજાર એકર જમીન છે.
જેમાં મોટાભાગની જમીન ઉપર ગણોતિયાઓએ ગેરકાયદે કબજો કરેલો છે. આ મામલે ઘણા કેસ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યા છે. તે પૈકી જુલાઇમાં એક કેસમાં પાંજરાપોળનો વિજય થયો હતો. 7 લાખ ચોરસ ફૂટ જમીનનો કબજો કોર્ટે પાંજરાપોળને સોંપ્યો હતો. 3 સર્વે નંબરની 7 લાખ સ્ક્વેર ફૂટ એટલે કે 16 એકર જમીન પરત સોંપી છે.
બીજો એક કેસ વિઠ્ઠલભાઇ બેચરભાઇના વારસો જીવણભાઇ વિઠ્ઠલભાઇ, મનુભાઇ દુલાભાઇ અને જશુભાઇ દુલાભાઇ (તમામ રહે. ગણપતપુરા, તા.વાઘોડિયા) સામે ચાલતો હતો. વડોદરા સિવિલ કોર્ટના એડિ.જ્જ એમ.એમ.કુરેશીએ પાંજરાપોળની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 2 લાખ 50 હજાર ફૂટ જમીનનો કબજો પાંજરાપોળને સોંપી દેવા માટે હૂકમ કર્યો હતો.
હાલની બજાર કિંમતે અંદાજિત કિંમત રૂ. 8 કરોડ છે. ગત મહિને 7લાખ ફૂટ જમીનનો કબજો પાંજરાપોળને મળ્યો હતો. તેની અંદાજિત કિંમત 21 કરોડની છે, આમ એક મહિનામાં જ પાંજરાપોળને રૃ. 30 કરોડની જમીનો કબજો પરત મળ્યો છે.