- ગૃહ પ્રધાન અમિત શાહ થોડા હિંદુઓને નાગરિક બનાવીને કેવું રાજકારણ ખેલી રહ્યા છે?
- ગુજરાતમાં 5 હજારથી વધારે વિદેશી હિંદુ નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓક્ટોબર 2024
Gujarat: ગૃહ પ્રધાન અમિત શાહે 19 ઓગસ્ટ 2024માં ગુજરાતના 188 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી.
Gujarat અમદાવાદના 90, આણંદના 2, કચ્છના 3, મહેસાણા 10, વડોદરાના 3, મોરબી 36, પાટણ 18, રાજકોટ 6, સુરેન્દ્રનગર 20 નાગરિકતા પત્ર આપ્યા. પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસી આવતા સેંકડો લોકો અંગે કંઈ કહ્યું ન હતું. પોલીસ થોડીને જ પકડી શકે છે બીજા દેશમાં ઘુસી જાય છે.
અમિત શાહ
અમિત શાહે 19 ઓક્ટોબર 2024માં અમદાવાદ ખાતે જણાવ્યું કે આ અત્યંત ભાવુક કરનાર ક્ષણ છે. અત્યાર સુધી આ લોકો શરણાર્થી કહેવાતા હતા હવે ભારતના પરિવારમાં સામેલ થઈ જશે. માત્ર દેશમાં વસેલા લાખો લોકોને નાગરિકતા દેવાનો કાર્યક્રમ નથી. શરણાર્થીઓને ન્યાય આપવાનો અને અધિકાર આપવાનો કાયદો છે. વર્ષ 2014 સુધી શરણાર્થીઓને તેના અધિકારથી વંચિત રખાયા છે. પડોશી દેશોમાં તો તેમની સાથે અન્યાય થયો કારણ કે તેઓ અલ્પસંખ્યક હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ હતા. લાખો કરોડો લોકો ત્રણ ત્રણ પેઢી જતી રહી તો પણ ન્યાય માટે તરસતા રહ્યા.
તેઓ આવું કહી રહ્યા છે, ત્યારે દેશમાં શરણાર્થીઓની કેવી સ્થિતી છે અને ભારતના લોકો વિદેશમાં કેમ હિજરત કરી રહ્યા છે તે તપાસવા જેવું છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં હિજરતી બની આશ્રય લીધો છે. ત્યારે ગુજરાતમાં ખરેખર બીજા દેશોમાંથી હિજરત કરીને આવ્યા હોય તેની સ્થિતિ શું છે તે અંગે હવે નવેસરથી વિગતો સામે આવી છે.
હિજરતી
ડિસેમ્બર 2016માં કેન્દ્રની મોદી સરકારે સંસદમાં સત્તાવાર રીતે કહ્યું હતું કે, દેશમાં 2 લાખ 89 હજાર લોકો હીજરતી છે અને તેઓ કોઈ દેશના નાગરિક નથી. જેમાં ગુજરાતમાં માત્ર 22 લોકો એવા છે જે કોઈ રાષ્ટ્રીયતા ધરાવતા નથી. ભારતથી વિદેશમાં રાજકીય કારણોસર શરણાર્થી થયા હોય એવી ઘટના ઇતિહાસમાં નથી.
વિદેશ મંત્રાલયના અહેવાલ પ્રમાણે 1.36 કરોડ બિન નિવાસી ભારતીય – NRI, 1.86 કરોડ PIO અને 3.32 કરોડ ભારતીય વિદેશમાં રહે છે. વિદેશમાં 5 કરોડ ભારતીય લોકો રહે છે.
30 દેશોમાંથી લોકો ભારતમાં હિજરત કરીને આવેલા છે.
પણ હિજરત કરવામાં ભારતીય લોકો સૌથી વધારે છે. વર્ષ 2021માં કુલ એક લાખ 63 હજાર ભારતીયોએ દેશની નાગરિકતા છોડી હતી. 2020ના આંકડા કરતાં લગભગ બમણો છે. વર્ષ 2019થી 2021 સુધી 3 લાખ 92 હજાર ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી હતી. વર્ષ 2015થી 2021નાં પાંચ વર્ષ દરમિયાન 8 લાખ 50 હજાર લોકો ભારત છોડી ગયા હતા. 2024 સુધીમાં મોદી રાજમાં 10 લાખ ભારતીય વિદેશના નાગરિક બની ગયા છે.
દેશમાં 2021-22માં 1414 નાગરિકોને દેશના નાગરિક બનાવાયા હતા. 2022ના સરકારી આંકડા પ્રમાણે 2022માં ભારતમાં 4 લાખ લોકો શરણાર્થી હતા.
ગુજરાતમાં ખરા અર્થમાં 5 હજારથી વધારે હિંદુ શરણાર્થી નથી.
7 હજાર વિદેશી ગુજરાતમાં
ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં લાંબા ગાળાના વિઝા પરના 7,000 જેટલા વિદેશી લોકોએ પ્રાકૃતિકરણ દ્વારા નાગરિકત્વ માટેની અરજીઓ કરી છે. તેમાંથી કેટલાકને જરૂરી ચકાસણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવે છે. આ અરજદારોમાંથી ઓછામાં ઓછા 75-80% નાગરિકતા સુધારો અધિનિયમ 2019નો લાભ મળી શકે છે, જે અંતર્ગત 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં રહેતા વિદેશીઓને પાંચ વર્ષમાં નાગરિકત્વ આપવામાં આવી શકે છે. ગૃહ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 2014 ના અંત પહેલા 7000 અરજીઓ પૈકી 5600 અથવા 80% અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાંના ઓછામાં ઓછા 70 ટકા પાકિસ્તાનીઓ છે અને તેમાં હિન્દુઓ, મુસ્લિમો અને અન્યનો સમાવેશ થાય છે.
તેનો મતલબ કે ભાજપ સરકાર હિંદુઓ માટે કામ કરી રહી હોવાનો દેખાવ કરીને ગુજરાતની પ્રજાને છેતરી રહી છે. આંકડા અને લાગણીઓથી ભ્રમિત કરી રહી છે.
શરણાર્થી એટલે
શરણાર્થી એટલે એવા લોકો કે જેઓ પોતાના દેશની ખરાબ પરિસ્થિતિ, યુદ્ધ, રાજકીય ઉથલપાથલથી ઉદ્ભવતા ડરને લીધે, બીજા દેશમાં આશરો લે છે, જ્યાં તેમને નાગરિકતા મળતી નથી અને એ જ ડરને કારણે તેઓ તેમના મૂળ દેશમાં જવા માંગતા નથી.
એજન્સી
ભારતમાં, કોઈપણ દેશના સામાન્ય માણસને યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) દ્વારા આશ્રય મળે છે. આ સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી છે. વ્યક્તિએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે. તપાસ અને સવાલ-જવાબ પછી નક્કી કરવામાં આવશે કે તેમને આશ્રય આપવામાં આવશે કે નહીં. જો કોઈ વિદેશીને લાગે છે કે તેની સુરક્ષા જોખમમાં છે અને તે પોતાના દેશમાં પરત ફરવા માંગતો નથી, તો તે ભારતમાં આશરો લઈ શકે છે. આ પ્રક્રિયામાં, ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને તેના દસ્તાવેજો અને પરિવાર વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.
હિંદુ
પાકિસ્તાનથી Gujarat માં આવીને વસેલા 600 હિંદુઓ 60 વર્ષ પછી લોકસભામાં પહેલી વખત મતદાન કરશે. વસાહતીઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમને 2016થી મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપ્યા હતા. જેમાં અમદાવાદના 490, કચ્છમાં 89, રાજકોટમાં 20 અને ગાંધીનગરમાં 7 મતદારો છે. આ હિંદુઓ 2015 પછી ભારતીય નાગરિકત્વ મેળવી શક્યા છે. તેઓ 60 વર્ષ પહેલા પાકિસ્તાનથી અહીં શરણાર્થી બન્યા હતા. તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા ન હતા. કારણ કે તેઓ ત્યાં અસલામતી અનુભવિ રહ્યાં હતા. તેઓએ પાકિસ્તાનના લોકો સામે લડવાનું પડતુ મૂકીને ગુજરાત આવી ગયા હતા.
1950માં પાકિસ્તાનમાં 50 લાખ હિન્દુ હતા. 2.75 કરોડ મુસ્લિમ વસ્તી હતી. આજે મુસ્લિમ વસ્તી 18 કરોડ પહોં છે, 2019માં 40 લાખ હિન્દુઓ રહેતા હતા. 15 ટકા હિંદુ ઘટીને 2 ટકા થઈ ગયા છે, એવો દાવો કેટલીક સ્થાઓ કરે છે.
1965 અને 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના સમયે પણ હિંદુઓની હિજરત ભારતમાં થઈ હતી. ભાગલા વખતે 11થી 13 લાખ અને 1971ના યુદ્ધની આસપાસ 70 હજાર સોઢા-રાજપૂત સિંધીઓ શરણાર્થી તરીકે ભારત આવ્યા હતા. જેમાં 50 હજાર નિર્વાસિતોની રાજસ્થાનમાં અને 20 હજારને કચ્છ-બનાસકાંઠામાં રણ કાંઠે આવીને રહ્યા છે.
1977માં જનતા પાર્ટીની સરકાર વખતે કચ્છમાં રાપર, નખત્રાણા, ભુજ, અબડાસા અને લખપત તાલુકામાં શરણાર્થી વસાહતો સ્થપાઈ હતી. 13 માર્ચ 1996માં ગુજરાતની ભાજપ સરકારે નીતિવિષયક નિર્ણય લઈને દરેક સોઢાકેમ્પને મહેસૂલી ગામ ગણવાની છૂટ આપી. પણ આજ સુધી ભાજપના 5 મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલએ 30 વર્ષથી એ નિર્ણયનો અમલ કર્યો ન હતો.
800 વર્ષથી સિંઘથી હિંદુઓ હિજરત કરી રહ્યાં છે. 1147માં સિંધી હિજરતીઓનું પ્રથમ મોજું લાખો જાડેજાની આગેવાની હેઠળ કચ્છમાં આશ્રય મેળવવા આવ્યું હતું. લુહાણા, ભાટિયા, પાટીદાર, સોઢા, રાજપૂત, ગઢવી, કોળી, ભીલ, હરિજન, સીંઘી ગુજરાતમાં આવ્યા હતા.
5 વર્ષથી પાકિસ્તાનથી હિંદુ હિજરતી ભારતમાં આવવનું પ્રમાણ વઘ્યું છે. જો આમ જ ચાલશે તો પાકિસ્તાનમાં હિંદુઓ નહીં રહે. તે માટે હીજરત કરતાં હિંદુ અન ભારતમાં હિંદુ માટે કામ કરતા ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તથા ભારત સરકાર અને પાક્સિતાન જવાબદાર રહેશે.
કરાચી શહેરનું સેક્યુલર માળખું અને માનસિકતા હિન્દુ લઘુમતીને દરેક સ્તરે તક આપતા રહે છે.
પાકિસ્તાનમાં મોટા ભાગની હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં છે અને કરાચી તેનું મુખ્ય કેન્દ્ર છે.
નરેન્દ્ર મોદી 11 વર્ષ વડાપ્રધાન રહ્યા પણ તેમણે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે અવાજ ઉઠાવ્યો નથી. કારણ કે જે પાકિસ્તાની હિંદુ ભારત પર બોજ બને છે તે ભાજપ માટે મત બેંક બને છે. તેથી તેની મત બેંક મજબૂત બને તેમાં જ ભાજપને રસ હોય તેના ઉકેલ માટે ન હોય.
પ્રધાને પાક છોડ્યું
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 1985માં મુખ્ય પ્રધાન ગૌસઅલી શાહની સરકારમાં રામસિંહ સોઢા લઘુમતી વિભાગના પ્રધાન હતા. 2010માં તેઓ પાકિસ્તાન છોડીને ગુજરાતના મોરબીમાં આવ્યા હતા, તે સમયે પણ તેઓ ધારાસભ્ય હતા. તેઓ ધારાશાસ્ત્રી હતા. મોરબી આવ્યા બાદ રામસિંહ સોઢાએ ધારાસભ્ય તરીકેનું રાજીનામું મોકલાવ્યું હતું. ધારાસભ્ય તરીકે ફેકસથી રાજીનામું મોકલ્યા બાદ કચ્છના નખત્રાણામાં સ્થાયી
હિજરત કેમ
દેશ ઘણા લોકો અન્ય દેશોમાં પોતાને સુરક્ષિત રાખવાના માર્ગ શોધે છે. સરહદ પાર કરીને બીજા દેશોમાં પહોંચી જાય છે. UNHCR મુજબ, 31 જાન્યુઆરી 2022 સુધીમાં, અન્ય દેશોના 46 હજાર નાગરિકોએ ભારતમાં આશરો લીધો છે.
મુખ્યત્વે મ્યાનમાર અને અફઘાનિસ્તાનના છે. મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં રહે છે. 46% શરણાર્થીઓ મહિલાઓ અને છોકરીઓ છે અને 36% બાળકો છે.
2002 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં, 17,933 શ્રીલંકાના શરણાર્થીઓ UNHCRની સહાયથી સ્વેચ્છાએ પાછા ફર્યા છે. ભારત અનાદિ કાળથી શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓનું ઉદાર યજમાન રહ્યું છે.
ઘણી મોટી સંખ્યામાં એવા લોકો પણ અહીં રહે છે જેઓ ભારતીય નાગરિક નથી.
ભારતમાં શરણાર્થીઓ
વર્ષ 2020 માં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક વૈશ્વિક અહેવાલ બહાર પાડ્યો, જેમાં ભારતને શરણાર્થીઓ માટે ટોચની પસંદગી જાહેર કરવામાં આવી.
WHO અનુસાર, વિશ્વમાં દર આઠમાંથી એક વ્યક્તિ સ્થળાંતરિત છે. અમારી પાસે અહીં અંદાજે 48,78,704 સ્થળાંતર કરનારા છે, જેમાં 2,07,334 શરણાર્થીઓનો સમાવેશ થાય છે.
વાસ્તવિક સંખ્યા
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) નેવુંના દાયકાથી સતત દેખરેખ રાખે છે કે કેટલા શરણાર્થીઓ કયા દેશમાં છે અને તેઓ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ સામાન્ય રીતે એજન્સી સાથે નોંધાયેલ છે. આ ડેટા UNHCR પાસે ઉપલબ્ધ છે. પરંતુ મોટી સંખ્યામાં શરણાર્થીઓ નોંધણી વગર જીવી રહ્યા છે, તેમની કોઈ ઓળખ નથી.
છાવણી
2021માં ભારતમાં શરણાર્થીઓ શિબિરોમાં 58,843 શ્રીલંકન અને 72,312 તિબેટીયન શરણાર્થીઓ રહેતા હતા. અફઘાનિસ્તાનના લગભગ 16,000 નાગરિકો હતા.
પારસી
પારસી શરણાર્થીઓ તુર્કમેનિસ્તાનથી સુરત આવ્યા હતા, જેને તુર્કમેનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં તેઓ મુંબઈ અને શહેરોમાં પણ ફેલાઈ ગયા. 2001ના વસ્તીના આંકડા અનુસાર, દેશમાં 69000 કરતા ઓછા પારસીઓ બાકી હતા.
બાંગ્લાદેશ
1971ના અંતમાં 70 લાખથી 1 કરોડ બાંગ્લાદેશીઓએ અહીં આશરો લીધો હતો.
ઓડિસા વિધાનસભામાં 1 લાખ 57 હજાર બાંગલાદેશી ગણાવાયા હતા.
2004માં યુપીએ સરકારે કહ્યું હતું કે લગભગ 12 લાખ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ ભારતમાં રહે છે. પરંતુ 2016માં આ સંખ્યા 20 લાખની આસપાસ હોવાનું કહેવાયું હતું. જ્યારે 2018માં ગૃહમંત્રી અમિત શાહે 40 લાખ બાંગલાદેશી રહેતા હોવાનું જણાવ્યું હતું.
શ્રીલંકા
શ્રીલંકાથી તમિલનાડુમાં 58 હજારથી વધુ શ્રીલંકાના શરણાર્થીઓ છે. 1983 માં, બ્લેક જુલાઈ રમખાણો અને લોહિયાળ શ્રીલંકાના યુદ્ધે તેમને તેમના દેશમાંથી ભાગી જવાની ફરજ પાડી. આમાંથી લગભગ 1 લાખ શરણાર્થીઓ, તમિલ હોવાને કારણે, ભારતના તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયા હતા. 1983 અને 1987 વચ્ચે લગભગ 1.34 લાખ શ્રીલંકન તમિલ લોકોએ ભારતમાં આશ્રય મેળવ્યો હતો. આ પછી, 3 જુદા જુદા તબક્કામાં ઘણી મોટી સંખ્યામાં શરણાર્થીઓ ભારત આવ્યા. શ્રીલંકાના શરણાર્થીઓ તમિલનાડુમાં 109 શરણાર્થી શિબિરોમાં રહે છે.
તિબેટીયન
તિબેટીયન શરણાર્થીઓ વર્ષ 1959થી લગભગ 10 લાખ લોકો દલાઈ લામા સાથે અહીં આવ્યા હતા. ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારત, ઓડિશાના ગજપતિ જિલ્લામાં સ્થળાંતર કરી ગયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં તિબેટીયનો વસાહત છે.
મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય આશ્રય મેળવવાનો હતો. પરંતુ દલાઈ લામાને ટેકો આપવાથી ભારતે ચીન સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. જેમાં હાર થઈ હતી.
અફઘાન
સોવિયત-અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન, 1979 થી આગામી 10 વર્ષમાં 60,000 થી વધુ અફઘાન નાગરિકો ભારતમાં ભાગી આવ્યા હતા. 1990 ના દાયકાની શરૂઆતમાં હિંદુઓ અને શીખોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. વિશ્વ બેંક અને યુએનના અહેવાલો અનુસાર ભારતમાં 2 લાખથી વધુ અફઘાનિસ્તાનો વસે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા ઘણા શીખ અને હિન્દુઓને પણ દેશની નાગરિકતા મળી છે.
મ્યાનમાર
મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓ પણ અહીં છે. તેમની ચોક્કસ સંખ્યા નથી. મ્યાનમારમાંથી 40,000 રોહિંગ્યા મુસ્લિમો ભાગીને આશ્રય મેળવવા ભારત આવ્યા. તેમાંથી 16,500 રોહિંગ્યા મુસ્લિમોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે. જેથી કરીને તેમને હિંસા, ધરપકડ અને ગેરકાયદેસર અટકાયતથી સુરક્ષિત કરી શકાય. મ્યાનમારની સરકાર રોહિંગ્યાઓને પોતાના દેશના નાગરિક માનતી નથી. આવી સ્થિતિમાં રોહિંગ્યા લોકોની સ્થિતિ ઘણી ચિંતાજનક છે.
વર્ષ પ્રમાણે શરણ
1960માં બાંગલા દેશ.
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઘણા હિંદુઓએ પૂર્વ પાકિસ્તાન છોડીને ભાગવું પડ્યું હતું.
1971ના બે યુદ્ધમાં 1 કરોડ હિંદુ અને મુસ્લિમોએ ભાગીને પૂર્વ ભારતમાં આશરો લેવો પડ્યો હતો. બાંગ્લાદેશ નામના નવા દેશની રચના થઈ.
1980ના દાયકામાં શ્રીલંકાના 2 લાખ તમિલોને ભારતમાં આશરો મળ્યો.
1992માં 8 દેશોના 4 લાખથી વધુ શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી
2012-13 થી 2019-20 સુધી સાત વર્ષમાં ભારતમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 42%નો વધારો થયો છે. અફઘાનિસ્તાનના નાગરિકોને ભારતમાં અભ્યાસ વગેરે માટે વિઝા ખૂબ જ સરળતાથી અને ઝડપથી મળે છે.
ભારતમાં શરણાર્થીઓના આંકડા
2022માં 242,835 હતા જેમાં 14.32%નો વધારો થયો હતો.
2021માં 212,413 હતા, જેમાં 2020 કરતાં 8.72%નો વધારો હતો.
2020માં 195,373 હતા, જે 2019 કરતા 0.14% વધુ હતા.
2019માં 195,103 હતા, જે 2018 કરતાં 0.4% નો ઘટાડો હતો.
કયા દેશમાં સૌથી વધારે શરણાર્થી છે
તુર્કી 29 લાખ
પાકિસ્તાન 14 લાખ
લેબનોન 1 મિલિયન
ઈરાન 9.7 લાખ
યુગાન્ડા 9.4 લાખ
ઇથોપિયા 7.9 લાખ
વિશ્વભરના આ દેશોમાંથી શરણાર્થીઓ ભારતમાં સ્થાયી થયા છે,
દેશમાં શરણાર્થીઓના આંકડા
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (યુએનએચસીઆર) એ 2014 ના અંતમાં અનુમાન લગાવ્યું હતું કે ભારતમાં 109,000 તિબેટીયન શરણાર્થીઓ, 65,700 શ્રીલંકન, 14,300 રોહિંગ્યા, 10,400 અફઘાન, 746 સોમાલી અને 918 અન્ય શરણાર્થીઓ હતા.
સૌથી મોટી સમસ્યા
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ અપીલ રિપોર્ટ-2022માં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર વાયુ પરિવર્તનના કારણે વિસ્થાપનનો સામનો કરવા મજબૂર લોકોની સંખ્યા વધી રહી છે. 2021 માં હવામાન પરિવર્તન અને આપત્તિ સંબંધિત ઘટનાઓને કારણે, વિશ્વમાં 2.37 કરોડ લોકો, જ્યારે એકલા ભારતમાં 50 લાખ લોકોને દેશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ફરજ પડી હતી. આબોહવા પરિવર્તનને કારણે આંતરિક વિસ્થાપનની દ્રષ્ટિએ ચીન (60 લાખ) અને ફિલિપાઈન્સ (57 લાખ) પછી ભારત 50 લાખ સ્થળાંતરના ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે