Gujarat: હવે કોંગ્રેસ નવા પક્ષ સાથે ગઠબંધનમાં આવી શકે છે
80 વર્ષના આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારત આદિવાસી સેના નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે.
ભારત આદિવાસી સેના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત આદિવાસી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાને બનાવવામાં આવ્યા છે. આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવાના છે. બચુભાઈ માસ્ટર,અશ્વિન પટેલ,રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાદવ હાજર હતા.
ગુજરાતથી આદિવાસી વિસ્તારોને સ્વતંત્ર કરવા માટે ભિલિસ્તાન ટાઈગર સેનાની સ્થાપના વસાવાના પુત્રએ કરી હતી. જે સામાજિક સંગઠન હતું. ભિલિસ્તાનના પ્રમુખ મહેશ વસાવા હતા.
મહેશની ભૂલોના કારણે રાજસ્થાનમાં ભારત આદિવાસી સેના બની છે. જેણે બીપીટીને સ્વિકાર કર્યો હતો. પણ મહેશ દ્વારા બીટીએસ લઈને સંગઠન બનાવા ગયા હતા. પછી બન્ને પક્ષો અલગ થઈ ગયા હતા.
મહેશ દ્વારા રાજસ્થાન પણ
બીપીટી તેની રાજકીય પાંખ હતી.
જેમની સામે અનેક ગુના નોંધાયા છે. જે હવે પોતાના પક્ષ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં આખો પક્ષ જોડાયો હોય એવી આ બીજી ઘટના છે. આ અગાઉ કેશુભાઈ પટેલનો પક્ષ ભાજપમાં ભળી ગયો હતો.
3 હજાર હોદ્દેદારો હતા. દરેક જિલ્લામાં 50થી 100 હતા. 12 જિલ્લા આદિવાસી છે.
વડોદરા, વાઘોડિયામાં પણ હોદ્દેદારો છે.
નવું ગઠબંધન આવે છે.
કોંગ્રેસ ભારત આદિવાસી પક્ષ સાથે ગઠબંધન કરી શકે છે. જેમાં ગુજરાતમાં તેનું
દાહોદ ભારત આદિવાસી પક્ષ લડી શકે છે.
છોટાઉદેપુરમાં સુખરામને આપીને ભૂલ કરી છે. જેનો ફાયદો વસાવા ઉઠીવી શકે છે. આમ આદમી પક્ષ સાથે મળીને ભાજપને કાઠું પાડી શકે છે. સરપંચ કક્ષાથી ભાજપ ઉમેદવાર લાવ્યા છે. પણ બૌધ્ધિક નથી.
બીટીએસ માળખાના હોદ્ગેરારોના રાજીનામાં છોટુ ભાઈને આપ્યા હતા. જે મહેશને આપ્યા હતા.
હવે તે ભારત આદિવાસી સેનામાં લઈ જશે.
ઘણી જગ્યાએ ઉમેદવારો ઊભા કરશે.
ભરૂચમાં ઓએસી સાથે ગઠબંધન કરી શકે છે. એવી ચર્ચા છે.
છોટુ વસાવાના પુત્રોએ પોતાનો પક્ષ ભાજપમાં ભેળવી દીધો છે. ત્યાર બાદ તેો ભાજપમાં જોડાયા હતા. પિતા પુત્રો વચ્ચે ખટરાગ વધ્યો હતો. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત વખતે પિતા-પુત્ર વચ્ચે વિખવાદો જાહેરમાં આવ્યા હતા.
રાજસ્થાનમાં ભારતીય આદિવાસી અધિકાર પક્ષ ઊભો થયો છે. 3 બેઠકો જીતી છે. જે હવે ગુજરાતમાં આવવાની તૈયારીમાં છે. ગુજરાતમાં આ પક્ષ ચૂંટણી લડશે. નવો પક્ષ આવશે તો તેઓ 4 બેઠકો પર લડી શકે છે. દાહોદમાં રાજુ વલવઈ છે તેમને રાષ્ટ્રીય પ્રવક્તા નવા પક્ષના છે. સરકારની શિક્ષક કરીકેની નોકરી છોચી છે.
આદિવાસી મત વિસ્તારમાં ગુજરાતનો એક માત્ર કૌટુંબિક પક્ષ આદિવાસી પક્ષ તૂટવાની તૈયારીમાં હતો. તેના પ્રમુખ મહેશ વસાવા હતા. જેમાં દિલીપ વસાવા – રાષ્ટ્રિય મહામંત્રી હતા. બન્ને છોટુ વસાવાના પુત્રો છે.
મહેશ વસાવા ભાજપમાં ભળી જવા કે ભાજપને ટેકો આપવાની વાત કરતા હતા ત્યારે આદિવાસી પક્ષના કાર્યકરો અંદરથી વિરોધ કરી રહ્યાં હતા. ભાજપની સામે લડ્યા, હવે તેમાં ન જવું જોઈએ.
મોટાભાગના કાર્યકરો તેનો વિરોધ કરી રહ્યાં છે. તેથી છોટુ વસાના નવું સંગઠન બનાવાની વાત તેના નજીકના સાથીઓને કહી ચૂક્યાં છે. કારણ કે તેઓ પોતે પણ પોતાના પક્ષને ભાજપમાં ભેળવી દેવાના મતમાં નથી.
ફેમિલી પક્ષ
છોટુભાઈ પોતે મહેશને વારસદાર જાહેર કરવાની જરૂર હતી. તેથી કોકડું ગુંચવાઈ ગયું છે. પટ્ટીમાં હલચલ છે. જે ભાજપ સામે છે તે નિરાશ છે.
આદિવાસી એકતા પરિષદ નવું રૂપ પણ લઈ શકે છે.
ભાજપે હમણાં જાહેર કર્યું કે તેમની સાથે ગયા મહિને કોંગ્રેસ અને બીજા પક્ષના 11 હજાર કાર્યકરો પક્ષાંતર કરીને જોડાયા છે. જો હવે આદિવાસી પક્ષ જોડાય તો તેનાથી મોટો વર્ગ તેમની પાસે આવી શકે તેમ છે આવું ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માની રહ્યાં છે.
મોટા ભાગના કાર્યકરો ભાજપમાં જવા તૈયાર નથી. તેથી પક્ષના બે ફાડીયા કરીને તેમાં પોતાના નવા હોદ્દેદારો મૂકી દેવા. અથવા નવા પક્ષમાં જવાનું વિચારવામાં આવ્યું હતું. જો એ – બિનસાંપ્રદાયિક હોય એવા પક્ષમાં જોડાય જવું.
ઝારખંડ મુક્તિ મોરચાને ગુજરાતમાં લાવવાનું પણ આ જૂથ વિચારતું હતું પણ તેની શક્યતા ઓછી છે કારણ કે ઝારખંડ મુક્તિ મોરચા પક્ષ તેની સમાસ્યામાંથી ઊંચો આવી ને ગુજરાતમાં ધ્યાન આપી શકે તેમ નથી. વળી, તેજસ્વી યાદવના જૂથ સાથે જોડાઈ જવાનું પણ કેટલાંક લોકો દ્વારા છોટુભાઈને સુચન કર્યું હતું.
આદિવાસી પક્ષના કેટલાંક લોકો છોટુભાઈ સાથે મળ્યા હતા અને નવું સંગઠન બનાવવાની વાત કરી હતી. બીપીટીના બધા કાર્યકરો દરેક જિલ્લામાંથી રાજીનામું આપવા તૈયાર હતા.
આ જૂથ રાહ જુએ છે કે, મહેશ વસાવા અને ભાજપ કઈ અને કેવી જાહેરાત કરે તેની રાહ જોવી. ત્યાર પછી વળતો હુમલો તેમના પર કરવો એવું માનવામાં આવે છે.
ભાજપ કાર્યક્રમ આપે પછી મોટો સમૂહ મહેશને છોડી જશે, એ નક્કી છે.
ઘણાં લોકો 5 વર્ષથી કહેતાં હતા કે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જશે. હવે એવું જ થઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 27 દલીત માટે અને આદિવાસી માટે 13 બેઠક અનામત છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસતી 12થી 16 ટકા છે.
છોટુભાઈ સાથે જોડાયેલો પક્ષ હવે એક કુટુંબનો રાજકીય પક્ષ બની ગયો છે. ગુજરાતમાં આવો આ પહેલો પક્ષ છે જે એક જ કુટુંબનું પ્રભુત્વ હોય.
પણ છોટુભાઈ વસાવાએ પોતાના મોટા પુત્રને પક્ષનો વારસદાર જાહેર ન કરતાં અને મહેશ તથા દિલીપની રાજકીય મહત્વાકાંક્ષા જાગી છે.
જોકે તેમના પુત્ર આવું કરી રહ્યાં છે એવું નથી પણ છોટુભાઈ વસાવાએ પણ આવું જ કર્યું છે.
છોટુ વસાવાએ અનેક પક્ષોમાં જઈને રાજરમત રમી છે. ગુજરાતમાં સૌથી વધારે પક્ષ પલટુ તરીકે તેઓ અને તેમના કુટુંબનું નામ રહેશે.
તેઓ 10 જેટલાં પક્ષો સાથે જોડાયા અથવા ટેકો લીધો તે ટેકો આપ્યો છે.
છોટુભાઈ વસાવા એક દલબદલુ નેતા
1985માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.
1990માં ચીમનભાઈના જનતાદળની ટિકિટ પર જીત્યા હતા.
1990ના દાયકામાં છોટુ વસાવાએ આદિવાસી નેતા રમણ ચૌધરી અને ડેડિયાપાડાના અમરસિંહ વસાવાની સાથે આદિજાતિ વિકાસ પક્ષની સ્થાપના કરી હતી. કૉંગ્રેસ વિરુદ્ધ આ આંદોલન કર્યું હતું
2002 મહેશ વસાવા જેડીયુના ઉમેદવાર હતા.
2007માં બીટીપીની સ્થાપના કરી.
2019ની લોકસભા ચૂંટણી વખતે બીટીપીએ કૉંગ્રેસની સાથે ગઠબંધન માટે ચર્ચા થઈ હતી, પરંતુ તે પડી ભાંગી હતી. 5 વખત આ ભારૂચ લોકસભા જીતવા પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે નિષ્ફળતા જ મળી છે.
2021માં ઓવૈસી પાર્ટી સાથે હાથ મિલાવીને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડ્યા હતા.
2022માં આમ આદમી પક્ષ સાથે હાથ મિલાવ્યા હતા.
204માં ભાજપમાં પક્ષનું વિસર્જન કરી દેવાની વાત કરવામાં આવી રહી છે.
છોટુ વસાવા જનતાદળ યુનાઇટેડમાં હતા. નીતીશકુમારની પાર્ટીએ મહાગઠબંધનથી અલગ થઈને ભાજપ સાથે પુનઃજોડાણ કર્યું હતું.
છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી, કારણ કે ભરૂચમાં કૉંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે.
પિતા અને સસરાનો રાજકીય વારસો છે.
1945માં છોટુ વસાવાનો જન્મ થયો હતો.
છોટુભાઈ નાની ઊંમરે સરકારી તલાટી હતા. 3 વર્ષ પછી નોકરી છોડીને આદિવાસીઓના હક્કો માટે આંદોલનો કરવા લાગ્યા હતા.
છોટુ વસાવાના પિતા અમરસિંહ વસાવા સરકારી નોકરી કરતા હતા. આદિવાસીઓની જમીનો રાજપૂતો પાસે હતી. જમીનના અધિકારને લઈને છોટુ વસાવાના પિતાએ આદિવાસીઓને એકઠાં કર્યા હતા અને પછી છોટુ વસાવા પણ આંદોલનમાં જોડાયા હતા.
છેલ્લા લગભગ ચાર દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણીજંગમાં ઊતર્યા છે.
છોટુ વસાવા ગુજરાત આદિજાતિ વિકાસ પક્ષ સાથે હતા.
અમરસિંહ ચૌધરી પછી 1990ના દાયકા સુધીમાં ગુજરાતમાં આદિવાસીઓના અનેક જૂથ બની ગયાં હતાં.
મૂળજી નરસી વસાવા મુંબઈ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા પછી મૂળજીભાઈએ તેમનાં દીકરીનું લગ્ન છોટુભાઈ સાથે કરાવ્યું હતું. વસાવા કોંગ્રેસના દરેક કાર્યક્રમોમાં સસરા સાથે જતાં હતા. મૂળજીભાઈ જિલ્લા કૉંગ્રેસના નેતા કે અન્ય રાજનેતાઓને મળવા જાય ત્યારે છોટુભાઈ તેમની સાથે રહેતા.
આસામના ભરૂચ જિલ્લાના કૉમ્યુનિસ્ટ નેતાઓના સંપર્કમાં આવ્યા. આદિવાસી પર અત્યાચાર થાય એટલે ત્યાં તેઓ જતાં અને તેના બની જતાં હતા.
સપ્ટેમ્બર-1971માં છોટુભાઈના સસરા મૂળજીભાઈની હત્યા થઈ હતી. ઇંદિરા ગાંધીની સરકાર દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી. છોટુભાઈની ધરપકડ થઈ અને 1976માં તેમને છોડી પણ દેવામાં આવ્યા. એ પછી તેઓ ગામના સરપંચ બન્યા.
છોટુભાઈ દલિત, આદિવાસી અને મુસ્લિમ એકતાની વારંવાર વાત કરે છે. છોટુભાઈના કારણે આદિવાસી પ્રજા કાયમ ચૂંટણીમાં ચર્ચામાં હોય છે. અઢી દાયકાથી તો દરેક ચૂંટણીમાં છોટુ વસાવાની અને તેના રાજકીય ચાલની ચર્ચા થાય છે. જેના કારણે આદિવાસી સમાજ આખો ગુજરાતના રાજકારણની મુખ્ય ધારામાં વહેતો થયો છે.
આ બધાની વચ્ચે ભાજપ મજબૂત થઈ રહ્યું છે.
ચૈતર વસાવા ખેતીવાડી અધિકારી રહ્યાં છે. તેની ભારે ચર્ચા છે. તેઓ હવે છોટુભાઈનું સ્થાન લેવા માટે દરેક ચાલ ચાલી રહ્યાં છે. પણ તેઓને ભાજપમાં ગમે ત્યારે પક્ષાંતર કરાવશે.
ચૈતર બીજા છોટુભાઈ બનવા માંગે છે. છોટુભાઈની ખાલી પડેલી જગ્યા હવે નેતાઓ ભરવા માંગે છે. તેથી વિખવાદો વધારે છે. બધાને છોટુભાઈનું સ્થાન લેવું છે.
મહેશ હવે છોટુભાઈના કહ્યામાં નથી. કુટુંબના રાજકીય ઝઘડાઓ ઉપરાંત હવે ઘરમાં 2022 ઝડઘા થઈ રહ્યાં છે.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કૌટુંબિક સંઘર્ષ અગાઉ થયો છે જે હવે રાજકીય સંઘર્ષ તરફ જતો રહ્યો છે. ચૈતરના માતા મનસુખના પારીવારીક બહેન છે. જેમાં મિકલતો અંગે વિખવાદો હતા.
આ બધાની વચ્ચે છોટુભાઈને પોતાની હાજરી બનાવી રાખતાં આવડે છે. દર ચૂંટણીમાં છોટુભાઈ ચર્ચામાં આવી જતાં રહ્યાં છે. તેમણે નવા સંગઠનની જાહેરાત કરી છે. તેઓ ભાજપમાં જવાની ના પાડી રહ્યાં છે.
બીટીપીને જવું હોય તો જાય, એવું તેમનું વલણ અંદરથી જોવા મળે છે. તેથી તેઓ નવું સંગઠન બનાવી રહ્યાં છે.
કારણ માત્ર એક જ છે,
2024માં તાનાશાહી આવી ગઈ છે.
તકવાદી પક્ષો
ગુજરાતમાં નાની કે મોટી પાર્ટીઓના ગઠબંધન લાંબા સમય સુધી ટકતા હોતા નથી. બીટીપી પહેલાં કૉંગ્રેસ સાથે હતી. પછી ભાજપ સાથે જોડાઈ. આમ, જોડાણ બદલાતું રહે છે. માટે હાલ ચૂંટણી છે તો ત્યાં સુધીનું ગઠબંધન રહી શકે છે.
છોટૂભાઈ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી નામનું રાજનૈતિક દળ બનાવ્યું જેનું ચૂંટણી ચિન્હ ઓટોરીક્ષા રાખવા સામે વાંધો ન હતો. ગુજરાતમાં લગભગ 12 ટકા આદિવાસી મતદાતાઓ છે. છોટૂ વસાવાને જો મનાવવામાં ન આવે તો મતનું વિભાજન થશે.
વસાવા ભરૂચ, નર્મદા, ડાંગ જેવા જિલ્લાઓમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પક્કડ મજબૂત છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ આદિવાસી મતો નહોતા મેળવી શક્યા
ફેમિલી પક્ષ છે.
મોટા છોકરાએ વીપીટી બનાવી.
આંતરિક ઝડઘાડમાં ઝઘડીય વિધાનસભા ગુમાવી હતી. ઝઘડામાં આદિવાસી યુવાનો પીસાઈ રહ્યાં છે.
મહેશે જોડાણ કર્યું – દેવેન્દ્ર મહિડા – બીબીટીના પ્રદેશ પ્રમુખ છે. તે મહેશ સાથે જવા માંગતા નથી. જે કાર્યકરો સાથે સીધું જોડાણ દેવેન્દ્નનો છે.
મહેશ પર ઘણાં ગુના નોંધાયેલા છે. મહેશને ઈગો છે. ચૈતર તેના પીએ હતા અને તે જીતી જાય તે કેમ ચાલે. ચૈતરની લોકપ્રિયતા મહેશને ખુંચે છે.
આદિવાસી સમાજના મહત્વના જૂના લોકો ભાજપ સાથે જોડાઈ ગયા છે.
પાયાના પ્રશ્નો અને આંદોલનો બાજુ પર જતાં રહ્યાં છે.
સમાજ અને નેતાઓને ભાજપ વિખુટા પાડી દે છે.
ગુજરાતમાં બીજા પક્ષો ટકતા નથી કે જીતતા નથી, મત બગાડે છે. પણ લોકશાહીમાં અનેક પક્ષો હોવા જરૂરી છે. ઘણા વર્ષોથી બે પક્ષોની મોનોપોલી રહી છે. ત્રીજો પક્ષ આવે ત્યારે એસ બી, સી, ડી ટીમ જાહેર કરી દે છે. લોકો માને છે કે, ત્રીજો પક્ષ ઊભો થવો જોઈએ. બે પક્ષો મોનોપોલી રહી છે.
ભરૂચનો જંગ
સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય, સંગઠનના બે હોદ્દેદારોએ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાની દાવેદારી કરી હતી. સાંસદ મનસુખ વસાવા, નાંદોદના વર્તમાન ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, બન્ને જિલ્લાના પૂર્વ ધારાસભ્યો દુષ્યંત પટેલ, મોતીસિંહ વસાવા, હર્ષદ વસાવા, શબ્દશરણ તડવીએ પણ દાવેદારી નોંધાવી હોવાની વિગતો બહાર આવી રહી છે.
ભરૂચ બેઠક પર AAP-કોંગ્રેસે ગઠબંધન જાહેર કરીને AAPને બેઠક ફાળવવામાં આવી છે, જ્યાં પક્ષી ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાને ઉતારી રહી છે. ભરૂચ લોકસભા બેઠકનાં રાજકીય સમીકરણો પળેપળે બદલાઈ રહ્યાં છે. મહેશ વસાવા ભારતીય ટ્રાઈબલ પક્ષના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. બંને પિતા-પુત્ર દેડિયાપાડા, ઝઘડિયા વગેરે વિસ્તારોમાં સારું વર્ચસ્વ ધરાવે છે. આમ આદમી પક્ષને ફટકો પડી શકે તેમ છે. છોટું વસવા ટૂંક સમયમાં જાહેર સંમેલન કરીને ભાજપમાં જોડાય એવી વાત વહેતી થઈ હતી.
ભરૂચ લોકસભા બેઠક પર મોટો રાજકીય ખેલ પાડવામાં આવી રહ્યો છે.
આદિવાસી પરિવારમાં મતભેદ
મહેશ વસાવા
મહેશ વસાવા ભારતીય ટ્રાઈબલ પક્ષ અને ભીલીસ્તાન ટાઈગર સેના સાથે ભાજપમાં વિલીનીકરણ કરવા માટે તૈયાર હોવાનું માનવામાં આવે છે. આવનારા દિવસોમાં મોટુ સંમેલન યોજીને અમે ભાજપમાં જોડાઈશું, એવું તેમણે જણાવ્યું હતું.
મહેશ વસાવા 1 માર્ચ 2024માં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલને મળ્યા ત્યારથી ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી.
ભારતીય ટ્રાઈબલ પક્ષીના કેટલાંક સ્થાપક પૈકીના એક મહેશ છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાંથી ભારતીય ટ્રાઈબલ પક્ષના ધારાસભ્ય હતા. સૌથી મોટા મહેશ, જેમણે ભારતીય ટ્રાઈબલ પક્ષની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પક્ષના ચહેરા તરીકે જોવામાં આવે છે. છોટુભાઈના વારસદાર માનવામાં આવતા હતા. મહેશે 19 વર્ષના તેમના નાના પુત્ર ગૌરવને ભારતીય ટ્રાઈબલ પક્ષના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બનાવી દીધા હતા. પત્નીના ભાઈ પરેશ વસાવાને ઉપપ્રમુખ અને મુખ્ય સચિવ બનાવી દીધા હતા.
મહેશના “સરમુખત્યારશાહી વલણ” ને કારણે, 2022માં હજારો ભારતીય ટ્રાઈબલ પક્ષ કાર્યકરોએ પક્ષી છોડી દીધી હતી.
મહેશ ભાજપમાં જોડાશે અથવા તેનો પક્ષ બીપીટી ભાજપને સમર્થન કરશે. મહેશ વસાવા માને છે કે, તેમની અને ભાજપની વિચારધારા એક જ છે. ભાજપને સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશમાં પક્ષીને મજબૂત કરશે. મારો પક્ષ અને ભાજપ પહેલેથી જ એક બીજાના સહયોગમાં છે. એક સમયે અમે સાથે મળીને જિલ્લા પંચાયત બનાવી હતી. અમે આમ ભલે અલગ હતા, પરંતુ અમારી વિચારધારા ક્યારેય અલગ નથી રહી. અમારા બંનેના રસ્તા એક જ છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને લોકોના કામ કરીશું. અરવિંદ કેજરીવાલ જૂઠ્ઠા, ચૈતર વસાવા ગદ્દાર છે.
લોકોની જરૂરિયાતો શું છે તે બાબતથી અમે વાકેફ છીએ. અમારો જન્મ જ ગરીબોના હક માટે અને બંધારણના રક્ષણ માટે થયો છે. આમ આદમી પક્ષી અને કેજરીવાલ જૂઠ્ઠું બોલવાનું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવા અને એ બધા ગદ્દાર લોકો છે. વોટ તો લઈ લીધા, આ લોકોથી કશું થવાનું નથી. ભરૂચ પર AAP-કોંગ્રેસના ગઠબંધનથી અહીં કોઇ ફેર પડવાનો નથી. અમે ભાજપને મજબૂત કરીશું. બધે જ અમે સાથે કામ કરીશું.
ચૈતર વસાવા
સામાન્ય આદિવાસી ખેડૂત ચૈતર વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડે છે. ચૈતર વસાવા જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. શકિતપ્રદર્શન કર્યુ હતુ. ભાજપે ચૈતર વસાવાથી ડરી જઈને મહેશ વસાવા સાથે હાથ મિલાવ્યા છે.
છોટુ વસાવા
પુત્ર મહેશ વસાવાના નિર્ણય સામે પિતા છોટુ વસાવાએ કહ્યું કે, મહેશ નાસમજ છે, તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ભાજપ કે બીજે ક્યાંય જોડાવાથી સમાજનું ભલું નહીં થાય. હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિરોધી છું. પુત્ર ભાજપમાં જાય કે બીજે ક્યાંય જોડાય તેનો વિરોધ કરતો રહીશ.
ભાજપમાં મારો છોકરો જાય કે બીજો કોઈ, હું વિરોધ કરીશ. અમારા પક્ષની સમસ્યાનું નિવારણ અમે અમારી રીતે કરીશું. આરએસએસ, કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને દેશ માટે સમસ્યાઓ ઉભી કરી છે. સમાજ ન ગમતો હોય એવું હોઇ શકે અથવા પછી તેમને કંઇ મેળવવાની લાલચ હોઇ શકે છે.
દબંગ નેતા છોટુ વસાવા 1990થી સતત ચૂંટણી જીતતા આવ્યા હતા. પણ છેલ્લે હાર થઈ હતી. ‘દાદા’ તરીકે ઓળખાય છે. ચૈતર વસાવાએ ભારતીય ટ્રાઈબલ પક્ષ પર ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો. ભારતીય ટ્રાઈબલ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મહેશે તેના પિતા પાસેથી પક્ષનું નિયંત્રણ છીનવી લીધું, છોટુભાઈએ આદિવાસી વિસ્તારોમાં તેને મજબૂત કરવા માટે પોતાનો પરસેવો અને લોહી આપ્યું હતું.
છોટુ વસાવાની હાર
35 વર્ષ સુધી ઝઘડીયા વિધાનસભા બેઠક પર છોટુ વસાવા ચૂંટાયા છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણી સમયે પિતા અને પુત્ર સામ સામે ઉમેદવાર હતા. તેમના નાના પુત્ર દિલીપ વસાવા અપક્ષ ઉમેદવાર હતા. 17 દિવસ સુધી પારીવારીક વિખવાદ ચાલ્યો હતો. અંતે મહેશ વસાવાએ એવુ કહીને તેમની ઉમેદવારી પરત લીધી હતી કે પપ્પા સામે કોઇ પક્ષીનો ઉમેદવાર ટકી ન શકે. તે આદિવાસીઓના મસીહા છે. ભાજપના રીતેશ વસાવા સામે છોટુભાઇ વસાવાની હાર થઇ હતી.
છોટુભાઈએ હાર સ્વીકારી કહ્યું કે, મારા શક્તિશાળી વ્યક્તિઓ પ્રફુલ્લ અને ચૈતર અને બીજા કેટલાકને આમ આદમી પક્ષમાં લઈ ગયા છો. પૈસા અને અન્ય વસ્તુઓની લાલચ આપવામાં આવી હતી. કુટુંબની મડાગાંઠ સમયમાં ઉકેલાઈ જશે. મહેશ મારો પુત્ર છે, અને મને ખાતરી છે કે હું તેને શાંત કરીશ અને મતભેદોને ઉકેલીશ.
વિભાજન
મહેશ સાથે વિધાનસભાની ચૂંટમીમાં થોડા જ સમર્થકો હતા. બીપીટીમાં વિભાજન છે. પુત્ર દિલીપે પક્ષ છોડી દીધો હતો. ભારતીય ટ્રાઈબલ પક્ષ સમર્થકોની ચિંતા એ છે કે, ચૈતર અને પ્રફુલ વસાવા જેવા મજબૂત લોકોને ગુમવવા પડ્યા છે. રાજ વસાવા, જેઓ ભારતીય ટ્રાઈબલ પક્ષ ઉમેદવાર તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડ્યા હતા, તેમણે બીડીપી છોડી દીધી છે.
ચૈતર વસાવાએ ભારતીય ટ્રાઈબલ પક્ષના 75% કાર્યકરો છીનવી લીધા છે.
બીટીપીએ 12 ડિસેમ્બર 2020માં ગુજરાતના બે આદિજાતિ પ્રભુત્વ ધરાવતા જિલ્લા નર્મદા અને ભરૂચની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ સાથેનું જોડાણ ખતમ કરી દીધું હતું, જેમાં રાજસ્થાનની તાજેતરમાં સમાપ્ત થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે તેને ખતમ કરી ભાજપને ટેકો આપ્યો હતો.
પછી ભાજપ સાથે કેટલાંક જોડાણો કર્યા હતા. પછી ઔવેસી પછી આમ આદમી પક્ષ સાથે જોડાયા હતા. હવે ભાજપ સાથે મળી રહ્યાં છે.
જેડી- યુના એકમાત્ર ધારાસભ્ય છોટુભાઈ વસાવા હતા.
અહેમદ પટેલને 2017ની રાજ્યસભાની ચૂંટણી જીતવામાં મદદ મળી હતી. 10 મતવિસ્તારો માટેની ભારતીય ટ્રાઈબલ પક્ષની માંગને સ્વીકારવાનો ઇનકાર અહેમદ પટેલે કર્યો અને માત્ર સાતની ઓફર કરી. જૂન 2020 ની રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી દૂર રહ્યા પછી, વસાવા પિતા અને પુત્રએ ડિસેમ્બરમાં જાહેરાત કરી કે તેઓ નર્મદા અને ભરૂચની બે પંચાયત સંસ્થાઓમાં કોંગ્રેસથી અલગ થઈ રહ્યા છે.
ભારતીય ટ્રાઈબલ પક્ષએ ભરૂચની સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ માટે AIMIM સાથે જોડાણ કર્યું. મહેશ છેલ્લી વખત ડેડિયાપાડાથી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા.
પક્ષપલટો
2022માં દેડિયાપાડામાંથી ભારતીય ટ્રાઈબલ પક્ષમાંથી પક્ષપલટો કરનાર ચૈતર વસાવાને આમ આદમી પક્ષે વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. ભારતીય ટ્રાઈબલ પક્ષ અને AAPએ મે મહિનામાં ગઠબંધનની જાહેરાત કરી હતી, જે સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ મહિના જ ચાલી હતી. ઑક્ટોબરમાં, ચૈતર વસાવા સહિત ચાર અગ્રણી ભારતીય ટ્રાઈબલ પક્ષ નેતાઓ AAPમાં જોડાયા હતા. બીટીપીના કાર્યકારી પ્રમુખ ચૈતરને મહેશના વિશ્વાસુ માનવામાં આવતા હતા. રાજીનામું આપતી વખતે ચૈતરે મહેશ પર “આદિવાસી મુદ્દાઓની અવગણના” કરવાનો આરોપ મૂક્યો હતો.
ચૈતર અને મહેશ સામ સામે આવી ગયા હતા. તેથી મહેશને બીજે ચૂંટણી લડવી પડી હતી. ભારતીય ટ્રાઈબલ પક્ષ માટે ઝગડિયા સૌથી સુરક્ષિત મતવિસ્તાર છે, જ્યાંથી છોટુભાઈ સાત વખત વિજેતા છે. બીપીટીના 22 બેઠકો પર ઉમેદવારો હતા. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 27 આદિવાસીઓ માટે અનામત છે.
2017 માં, કોંગ્રેસ સાથે ગઠબંધનમાં, ભારતીય ટ્રાઈબલ પક્ષ પક્ષ માત્ર ઝગડિયા અને દેડિયાપાડાની પિતા અને પુત્ર બેઠકો પર જીતી શકી હતી. 2022માં કોઈની સાથે ગઠબંધન વગર ચૂંટણી યુધ્ધ લડ્યા અને હાર્યા હતા.
ભારતીય ટ્રાઈબલ પક્ષએ છોટુભાઈને પડતા મુક્યા અને મહેશને ઝગડિયાથી અને ભાદુરસિંહ વસાવાને દેડિયાપાડાથી ચૂંટણી લડાવી હતી.
મહેશ છોટુભાઈને લોકસભાની ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યો હતો. છોટુભાઈએ 2022માં કહ્યું હતું કે, 2024માં મોટી ચૂંટણી લડવા માટે હું કામ કરીશ. અને છોટુભાઈએ ઝગડિયામાંથી અપક્ષ લડવાનું નક્કી કર્યું હતું. મહેશ છોટુભાઈને ઝગડિયા બેઠક પર લડવા દેવા માંગતો ન હતો. છોટુભાઈએ જાહેર કર્યું હતું કે, ભાજપને હરાવવાનું મારું લક્ષ્ય બદલાયું નથી.
ચૈતર વસાવા છોટુભાઈને “આધુનિક સમયના બિરસા મુંડા” તરીકે ઓળખાવે છે.
દિલીપ છોટુ વસાવા
છોટુભાઈના બીજા પુત્ર દિલીપ પણ રાજકીય મહત્વાકાંક્ષાઓ ધરાવે છે. પુત્ર દિલીપે પણ ભારતીય ટ્રાઈબલ પક્ષ છોડી દીધી હતી. દિલીપ વસાવાએ ટ્વીટ કરી, કહ્યું કે ભીલીસ્તાન ટાઈગર સેના (BTS) ના રાષ્ટ્રીય અધ્યક્ષે છોટુભાઈનું અપમાન કર્યું છે.
છોટુભાઈના વિશ્વાસુ અંબાલાલ જાદવ ભારતીય ટ્રાઈબલ પક્ષીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યાં.
ભારતીય ટ્રાઈબલ પક્ષ ડ્રામા ચાલી રહ્યો છે.
ગુજરાતમાં બીજો એક પ્રાદેશિક પક્ષ ખતરામાં છે.
સમર્થકો તથા આદિવાસીઓમાં મહેશ વસાવા ‘ભાઈ’ તરીકે જ્યારે છોટુભાઈ ‘દાદા’ તરીકે ઓળખાય છે.
વ્હાઇટ હાઉસ નામથી પોતાનું ઘર છે. જે સત્તાનું કેન્દ્ર રહ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયામાં વ્હાઇટ હાઉસ છે. ભીલીસ્થાન વિકાસ મોરચાના નેજા હેઠળ અલગ રાજ્યની ચળવળનું મુખ્ય કેન્દ્ર પણ અહીં જ રહ્યું છે. આજે તે બીટીપીના મુખ્યાલય રહ્યું છે. તમામ રાજકિય મુલાકાતો અહીં થાય છે. તેમનું ઘર ઝઘડિયા તાલુકાના માલજીપુરામાં છે.
2017માં છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા હતા.
જ્યારે પુત્ર મહેશ વસાવાની 2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં 15 અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં 7 ગુના નોંધાયેલા હતા.
બહારની દુનિયામાં દબંગ નેતા અને આદિવાસીઓ માટે તેઓ રૉબિનહૂડ રહ્યાં છે.
આદિવાસી પટ્ટામાં રાજકીય પક્ષો છોટુ વસાવા તરફ નજર દોડાવતા રહ્યાં છે. રાજસ્થાન વિધાનસભામાં બીટીપીના બે ધારાસભ્ય રહ્યા છે. એવું જ નવું સંગઠન કે નવો પક્ષ ગુજરાતમાં આવે તો ના નહીં.
જાહેરાત સમયે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા હાજર હતા. જયપાલસિંહ મુંડાની 54મી પુણ્યતિથિ નિમિત્તે છોટુ વસાવાના નિવાસસ્થાને તેમના સમર્થકોની એક બેઠક યોજાઇ હતી.
2022માં ફરી એક વખત અલગ ભીલીસ્તાનની માગ ઉઠી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની બહુમતીવાળા વિસ્તારોને જોડીને ‘અસ્મિતા અને ઓળખ’ આધારિત નવા રાજ્યનું ગઠન કરવામાં આવે.
અલગ રાજ્યની માગ કરનાર ભારતીય ટ્રાઇબલ પક્ષ હતો. મહેશ વસાવા હતા. હવે તેઓ ભાજપમાં છે.
‘જલિયાવાલા બાગ’ હત્યાકાંડના છ વર્ષ પહેલાં થયેલાં અંગ્રેજો સામે લડત માટે ગોળીબારમાં 1507 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
1913માં માનગઢ હત્યાકાંડ પછી ભીલોના નેતા ગોવિંદ ગુરૂએ અલગ ભીલ રાજ્યની માગ કરી હતી. જેને આજે 1010 વર્ષ થયા છે.
1903માં ગોવિંદગુરુએ ‘સંપસભા’ની સ્થાપના કરી ભગત આંદોલન શરૂ કર્યું હતું. અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી.
ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વખત અલગ આદિવાસી રાજ્યની માગ 1969માં બજેટસત્ર દરમિયાન ડાંગની બેઠક પરથી પીએસપી (પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી)ના ધારાસભ્ય રતનસિંહ ગામીતે ઉઠાવી હતી. તેમણે ડાંગીઓની આંતરિક સમસ્યાઓના ઉકેલ માટે ‘ડાંગી સેના’ સ્થાપવાની વાત કરી હતી. એ પછી મે મહિનામાં ડાંગ ખાતે એક અધિવેશન પણ મળ્યું હતું.
1990ના દાયકામાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આર્થિક સ્વાયતતા તથા સ્વ-શાસનની માગ કરી, તેઓ આદિવાસીઓ જૂથોને સાથે લઈને ચળવળ ઊભી કરવામાં સફળ રહ્યા.
ગુજરાતી કે મરાઠી જેવી ભાષા બોલતા ન હતા, તેઓ પોતાની આગવી ભાષા ‘ભીલી’નો પ્રયોગ કરતા હતા.
1871માં દેશમાં વસતિગણતરી શરૂ થઈ ત્યારથી 1951 સુધી આદિવાસીઓ માટે અલગ ધર્મ કોડ રાખવામાં આવ્યો હતો અને તેઓ ‘ટ્રાઇબલ રિલિજિયન’ લખાવી શકતા હતા, પરંતુ 1961ની જનસંખ્યા ગણના દરમિયાન તેને હઠાવી દેવામાં આવ્યો. આદિવાસીઓ પ્રકૃત્તિની પૂજા કરે છે. તેમના કોઈ પૂજાસ્થાન હોતા નથી.
ગુજરાતમાં અલગ ભીલીસ્તાનની માગણી મુખ્યત્વે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. જેના ગુજરાત તથા રાજસ્થાન વિધાનસભામાં બે-બે ધારાસભ્ય છે. આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં છે.
ગુજરાતની કુલ વસતિ 15 ટકા આદિવાસી છે.