Green House Technology: ગુજરાતમાં ખેડૂતો દ્વારા ભારે મહેનત પછી ઊભા કરેલાં ગ્રીનહાઉસ બંધ થઈ રહ્યાં છે
ખેડૂતો ગ્રીનહાઉસ શરૂ કરતાં પહેલાં જેમણે ગ્રીનહાઉસ બનાવેલાં હતા તેમનો અનુભવ જાણીને પછી જ રોકાણ કરવું જોઈએ. કારણે છેલ્લાં 20 વર્ષમાં ખેડૂતોના રૂ. 300 કરોડ આ ટેકનોલોજીમાં ડૂબી ગયા છે અને કરોડો રૂપિયાની ખેતીની ખોટ ખમવી પડી છે.
ગુજરાતમાં સૌથી પહેલાં ગ્રીનહાઉસમાં વર્ટીકલ ખેતી કરનારા ખેડૂત નીરવ જસવંતલાલ પટેલ હતા. તેઓ બીએસસી એગ્રીકલ્ચર સુધી અભ્યાસ કરીને ગ્રીનહાઉસ બનાવ્યું હતું. પણ તેમણે પોતાનું ગ્રીનહાઉસ ત્રણ વર્ષની ખોટ બાદ બંધ કરી દેવું પડ્યું છે. ખેતીવાડીમાં નિષ્ણાત નીરવ પટેલ જો આ રીતે ગ્રીનહાઉસ બંધ કરી દેતાં હોય તો સામાન્ય ખેડૂતો કઈ રીતે ચલાવી શકે છે તે એક મોટો સવાલ આજે આવીને ઊભો છે.
નીરવ પટેલને ગુજરાત સરકારે ગ્રીનહાઉસ બનાવવા બદલ ખેતીનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર 2012-13નો આપવામાં આવ્યો હતો. જેમણે કોઠાસુઝથી પ્રોડેક્શન ખેતીમાં વર્ટીકલ પદ્ધતિથી શક્કરટેટીની ખેતી કરી હતી. શક્કરટેટીના દરેક વેલાને દોરી વડે ઊભા બાંધીને ખેતી કરી હતી. નર અને માદાના પુષ્પ તોડીને ફલનીકારણ તેઓ કરાવતાં હતા. તેમણે ગુજરાતમાં સૌ પ્રથમ ગ્રીનહાઉસમાં વર્ટીકલ શક્કરટેટીનું વાવેતર કર્યું ત્યારે સરકાર પણ તેમનાથી પ્રભાવિત હતી. પણ આ યોજના ત્રણ વર્ષમાં જ બંધ કરી દેવી પડી છે. ગુજરાત ભારતીય કિસાન સંઘે તો 2014માં સરવે કર્યો હતો જેમાં ગ્રીન હાઉસ ખેતીનો કોઈ પ્રભાવ નથી. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો હતો તેથી કિસાન સંઘે જાહેરાત કરીને ગુજરાત સરકારને જાણ કરી હતી. કિસાન સંઘના મતે 90 ટકા પાક બર્બાદ થઈ જાય છે.
કિસાન સંઘના ભાવિન પટેલે જાહેર કર્યું હતું કે, તેમણે 200 ખેડૂતોને ગાંધીનગરમાં એકઠા કર્યા હતા જેઓ ગ્રીન હાઉસ ખેતી કરતાં હતા. એક હજાર ખેડૂતોનો સરવે કરાયો હતો અને જેમાં બહાર આવ્યું હતું કે 90 ટકા ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો હતો. સરકારે યોજના અમલી બનતા પહેલાં તેની ચકાસણી કરવી જોઈતી હતી. અનેક ખેડૂતો ગ્રીન હાઉસથી નારાજ છે. ગ્રીન હાઉસ માટે લોન લીધી હોય તો તેનું વ્યાજ માફ કરવાની માંગણી કરી હતી.
સરકાર 65 ટકા સુધી સબસિડી આપે છે. મોટાભાગના ખેડૂતોનો પાક ગરમીની ઋતુમાં નિષ્ફળ થઈ રહ્યો છે. મોસમ વગરનો પાક લઈ શકાતો નથી.
ઉત્તર ગુજરાતમાં એક ખેડૂતને ગુલાબની ખેતી માટે રૂ. 1 કરોડનું ગ્રાન હાઉસ બનાવેલું હતું તે બંધ કરી દેવું પડ્યું હતું.
ગ્રીનહાઉસ ફાર્મર એસોસિએશન દ્વારા 2017માં જાહેર કરાયું હતું કે, ગ્રીનહાઉસ યોજના સદંતર નિષ્ફળ છે. સેંકડો ખેડૂતોને દેવામાં ડૂબાડી દીધા છે. રૂ. 150 કરોડ બેંકમાંથી લોન ખેડૂતોએ લીધી હતી તે ભરી શકે તેમ ન હોવાથી સરકાર પાસે વ્યાજ માફીની માંગણી પણ કરી હતી.
2005થી શરૂ કરવામાં આવેલી યોજના, ગુજરાત સરકાર 2011થી 65 ટકા સબસિડી આપતી હોવાથી ખેડૂતો લલચાયા હતા પણ પ્રોજેક્ટ કર્યા પછી પસ્તાયા છે. 2014-15માં 2200 ગ્રીનહાઉસ હતા. જેમાંના 90 ટકાએ ગ્રીનહાઉસ બંધ કરી દીધા છે. તેઓ ખોટની ખેતીમાં ધકેલાઈ ગયા છે. 100 જેવા માંડ બચ્યા હતા.
ગુજરાતના હવાપાણીને અનુકુળ ગ્રીનહાઉસ પદ્ધતિ વિકસાવવામાં આવી ન હોવાથી નિષ્ફળ છે. તે માટે પહેલાં સરકારે ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરવાની જરૂર હતી. જે થયો ન હતો. કંપનીઓનો દાવો હતો કે 8થી 10 ગણી વધારે કમાણી પરંપરગત ખેતીથી ગ્રીનહાઉસમાં થાય છે. તેના બદલે ઘણા ખેડૂતો ખોટમાં છે.
ગ્રીનહાઉસમાં મોટા પ્રમાણમાં બિમારીઓ આવે છે. ખાસ પ્રકારના રોગને કેમ અટકાવવા તેનો જવાબ પણ ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલયો પાસે ન હતો. 2013 પહેલાં ગુજરાતમાં ગ્રીનહાઉસ વેચતી 150 કંપનીઓ હતી. પછી નિયમો બનાવ્યા બાદ માત્ર 13 કંપનીઓ રહી હતી.
ગુજરાતની વડી અદાલતમાં વળતર આપવાનો કેસ કરાયો હતો.
2012 સુધીમાં 900 ગ્રીન હાઉસ બનેલા હતા. જેમાં કાકડી, રંગીન કેપ્સીકમ, જરબેરા, ડચ રોઝ, ચાઈવ્સ, વાલાવાળા શાકભાજી, ચેરી, ટામેટા, બ્રોકલી જેવા પાક ત્યારે ઉગાડવામાં આવતા હતા.
ખેડૂતની આવકમાં 8થી 10 ગણો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવતો હતો. 2012માં 3500 ગ્રાન હાઉસ અને નેટ હાઉસ બનવાની ધારણા હતી. જેને ગ્રાન હાઉસ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી હતી.
ગ્રાન હાઉસના કારણે પાણીની 80થી 90 ટકા બચત થાય છે.
2015માં ભારતમાં 6 હજાર હેક્ટરમાં ગ્રીન હાઉસ હતા. ચીનમાં ગ્રીન હાઉસ નથી, તેઓ પ્લાસ્ટીક વાપરે છે. અમેરિકામાં 4 હજાર હેક્ટરમાં જ ગ્રીન હાઉસ છે. સૌથી વધારે ગ્રીન હાઉસ જાપાન 45 હજાર અને ઈટલીમાં 23 અને લ્પેનમાં 23 હજાર હેક્ટરમાં ગ્રાન હાઉસ હતા.
આમ વિશ્વમાં પણ ગ્રીન હાઉસની સંખ્યા જેટલી હોવી જોઈએ એટલી જો નથી. ઈઝરાયલ ખેતીમાં વિશ્વમાં સૌથી આગળ છે છતાં ત્યાં 1250 હેક્ટર ગ્રીન હાઉસ છે. ડેનમાર્કમાં વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન હેક્ટરે 145 ટના આવે છે. ગ્રીન હાઉસમાં એક સરખું તાપમાન અને ભેસ આખા વિશ્વમાં રાખવામાં આવે છે છતાં ઉત્પાદન 20 ટનથી 150 ટન વચ્ચે રહે છે. આવો મોટો ફેર દેખાય છે.
500 ચોરસ મિટરે કિંમત
ઓછી કિંમતના ગ્રીન હાઉસ રૂ. 3.5 લાખથી 4 લાખમાં તૈયાર થાય છે. મધ્ય કિંમતમાં 6થી 7 લાખમાં તૈયાર થાય છે. ઉચ્ચ કિંમતમાં રૂ. 9 થી 10 લાખમાં તૈયાર થાય છે.
1980થી ભારતમાં ગ્રીન હાઉસ ટેકનોલોજી આવી છે. 1988થી સરકાર દર વર્ષે રૂ.1 હજાર કરોડ ખર્ચ કરતી આવી છે.
ગ્રીન હાઉસ શું છે
ગ્રીનહાઉસ એટલે ખેતી કરવા માટે બાંધવામાં આવતું એક ચોક્ક્સ માળખું. કૃષિ પાકનું ઘર. જે પ્લાસ્ટિક, પોલીથીલીન અથવા કાચના પારદર્શક અથવા અર્ધપારદર્શક આવરણ વડે બને છે. લાકડા કે ધાતુના માળખું હોય છે. ઘર જેવા માળખામાં ખેતીના પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે, જેથી મહત્તમ ઉત્પાદન બારેમાસ મેળવી શકાય છે.
ગ્રીન હાઉસમાં તાપમાન, જમીનનો ભેજ, જમીનની ફળદ્રુપતા, જમીનની પીએચ (PH), જમીનનું બંધારણ, જમીનમાં હવાનું પ્રમાણ વગેરે નિયંત્રીત કરી શકાય છે. ગ્રીન હાઉસ વડે પાકનું રક્ષણ વરસાદ, બરફ, કરા પડવા, વાવાઝોડું, ઝાકળ, તેજ પવન, ભેજ, વિકિરણ, કિટક, જીવજંતુ અને રોગોની સમસ્યા વગેરેથી કરી શકાય છે.
સબસિડી
ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના 2 ગામોમાં 170 ખેડૂતોને રૂ.65 લાખની સરકારની સહાયથી ગ્રીન હાઉસ બનાવ્યા હોવાનો દાવો સરકારનો હતો. આજે ત્યાં એક પણ ગ્રીન હાઉસ ખેડૂતોએ રાખ્યા નથી. ગુજકોમાસોલ કંપનીએ બિયારણ બનાવતી કંપનીને નેટ હાઉસ બનાવવાનું કામ કર્યું છે.
ગુજકોમાસોલે અહીં 2 થી 3 ફૂટનાં રોપા રૂ. 350 રૂપિયામાં આવ્યા હતા. એ જ પાકના રોપા દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય અને બાગાયત વિભાગમાં 100 થી 150 રૂપિયાના ભાવે આપતા હતા.
રોપ તૈયાર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામના ખેડૂત સુમનભાઈ શંકરભાઈ ગાવિત ગ્રીન હાઉંસમાં પ્લગ ટ્રેમાં શાકભાજી, મરચી , ટમેટી , રીંગણ , કારેલા , દુધી , કોબી , ફ્લાવરના રોપા તૈયાર કરે છે. પ્રથમ વર્ષે બે લાખ રોપા 15 ગામના ખેડૂતોને એક છોડના એક રૂપિયામાં આપ્યા હતા. આમ રોપ તૈયાર કરવામાં ગ્રીન હાઉસ સફળ છે.
ગ્રીનહાઈપસ ફાર્મર એસોસિએશનના મંક્ષી તેજશ કે પટેલ કહે છે કે, ખેડૂતોની જમીનની હરાજી થતી બચાવવા બેંકો સામે અમે ભાવિન પટેલ, વિજય પટેલ, દર્શન નગરશેઠ, સંકેત ઝવેરી વડી અદાલતમાં ગયા હતા જ્યા બેંક લોન વસૂલી માટે જમીનની હરાજી રોકવા સ્ટે છે.
તેજશ પટેલ કહે છે કે, ખેડૂતોના રૂ. 200 કરોડ ફસાયા છે. અમારા સંગઠન સાથે 1200 ગ્રીનહાઉસના ખેડૂતો સભ્યો છે. આખા ગુજરાતમાં 2200 ગ્રાનહાઉસ હતા. જેમાં હવે માંડ 50 ગ્રીન હાઉસ રહ્યાં છે.
ખેડૂતોએ 10 લાખનો માલ 1 લાખમાં ભંગારના ભાવે વેંચી દેવો પડ્યો છે. ગુજરાતમાં 1800 ગ્રીનહાઉસ રાજસ્થાનના ખેડૂતો ભંગારના ભાવે લઈ ગયા છે. ત્યાં તેઓએ ત્યાં સરકાર પાસેથી તેની સબસિડી પણ લીધી છે. પણ ગુજરાતના ખેડૂતોના પૈસા ફસાઈ ગયા છે. માત્ર ખેડૂતો જ નહીં કૂલ રૂ. 2 હજાર કરોડ ગુજરાત સરકારે સબસિડી આપી હતી. બેંકો સાથે સેટલમેન્ટ થાય તેવું કરવું જોઈએ.
એક ગ્રીનહાઉસ સરેરાશ રૂ.45 લાખમાં 4 હજાર ચોરસ મીટરનું થતું હતું. જે પોણા બે વીઘામાં બની શકતાં હતા. જે બધા 10 ટકામાં વેચી માર્યા.
ગુજરાતની હાઈટેક ઈન્સ્ટ્રી ફેલ થઈ છે.
કેમ ફેલ થઈ છે તે સમજવા જેવું છે.
હવાપાણીનો અભ્યાસ નહીં
મુખ્ય કારણોમાં ગુજરાતનું વાતાવરણ કે હવાપાણી જવાબદાર છે. ગુજરાતમાં કેવા ગ્રીનહાઉસ હોવા જોઈએ તેનો અભ્યાસ કૃષિ વિશ્વ વિદ્યાલયોએ કર્યો ન હતો. તેથી કયા પાકમાં કેવું વાતાવરણ હોવું જોઈએ તે નક્કી કરાયું ન હતું.
કંપનીઓની ડિઝાઈન
200 કંપનીઓમાંથી 12 કંપની નક્કી કરી હતી. વળી કંપનીઓએ જે ડિઝાઈન બનાવી હતી તે પણ યોગ્ય ન હતી. ડાંગ, પાલનપુર, સૌરાષ્ટ્ર કે સુરત કે આણંદમાં ત્યાંના વાતાવરણ પ્રમાણે ડિઝાઈન બનાવવા જોઇતી હતી. તે બનાવી નહીં અને 200 જેટલી કંપનીઓ ગુજરાતના ખેડૂતોને ઠગીને પલાયન થઈ ગઈ છે.
ત્રીજું સૌથી મોટું કાણ ફૂગ
ગુજરાતના ગ્રીનહાઉસમાં નીમેટોડ નામની ખતરનાક ફંગસ આવી જવા લાગી હતી. આ ફૂગ ત્યારે જ આક્રમણ કરે કે જ્યારે સૂર્યનો સીધો તાપ ન હોય. ગ્રીનહાઉસમાં સૂર્યનો સીધો તાપ આવતો નથી. તેથી ફૂગ આક્રમણ કરીને પાકને ખતમ કરી દીધા હતા. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કે કૃષિ યુનિવર્સિટીઓ પાસે આ ફૂગને રોકવા માટે કોઈ દવા નથી.
ટ્રાયલ
ગ્રીનહાઉસ બનાવતાં પહેલાં ગુજરાતના હવાપાણી અને વાતાવણનો અભ્યાસ કરવાની જરૂર હતી. ટ્રાયલ લીધા નથી. ખેડૂતોને કોઈ ટ્રેનિંગ ન આપી. જ્યારે ગ્રીનહાઉસ નિષ્ફળ ગયા ત્યારે ખેડૂતોને તાલીમ આપવાનું નક્કી કર્યું હતું. ગુજરાત સરકારે ગ્રાનહાઉસની સમજ આપતું એક પુસ્તક તૈયાર કર્યું હતું.
ઘણાં ખેડૂતો પર રૂ. 75 લાખથી રૂ. 1 કરોડના દેવા થઈ ગયા છે. બેંક સેટલમેન્ટ ન કરે તો ભરી શકે નહીં.