Gujarat: લગભગ 25 વર્ષ પહેલા ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી ત્યારથી ગુજરાતના મુસ્લિમોની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. જો રાજ્યમાં મુસ્લિમોની રાજકીય ભાગીદારીની વાત કરીએ તો સંસદ અને વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને બહુ ઓછી તકો મળી છે. હા, સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોમાં આ સમુદાયની સારી ભાગીદારી રહી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે મુસ્લિમોને દરકિનાર કરવાનું વલણ અપનાવ્યું છે.ગઈ ચૂંટણીમાં 26 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર એક બેઠક ભરૂચ પર મુસ્લિમ ઉમેદવારને તક આપી હતી. ભાજપે એક પણ મુસ્લિમને પોતાનો ઉમેદવાર બનાવ્યો નથી. આ વખતે કોંગ્રેસમાં મુસ્લિમ ઉમેદવારને લઈ ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે.
કેટલા મુસ્લિમો ભાજપ સાથે છે?
ગુજરાતના કેટલા મુસ્લિમો ભાજપ સાથે છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે વિધાનસભાની 34 મુસ્લિમ બહુલ બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતીને નવી વોટબેંકમાં પોતાનો હિસ્સો નોંધાવ્યો છે.છેલ્લી ચૂંટણીમાં ભાજપે મુસ્લિમ ક્વોટામાંથી એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, જ્યારે કોંગ્રેસે પાંચ મુસ્લિમ ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે જાણે અઘોષિત વ્યૂહરચના બનાવી છે કે પ્રાંતીય અને મુસ્લિમોને સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોમાં સ્થાન આપવામાં આવશે પણ વિધાનસભા કે લોકસભામાં સ્થાન આપવામાં આવશે નહીં.
ગુજરાતમાં ભાજપના 100 કરતાં વધુ નગરસેવકો મુસ્લિમ છે.
જેમાંથી એકસો જેટલા સારા હોદ્દાઓ પર છે. 2012 એ વર્ષ હતું જ્યારે ભાજપે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકમાં ફાચર મારી હતી. મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર ભાજપે ચૂંટણીમાં સફળતા નોંધાવી હતી. આ ક્રમ 2022 સુધી ચાલ્યો. છેલ્લી ચૂંટણીઓ સુધી લગભગ 10 ટકાથી વઘુ મુસ્લિમો ભાજપની વોટબેંક બની ગયા. લગભગ 34 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતો નિર્ણાયક છે.
કોંગ્રેસે આમાંથી પાંચ બેઠકો જીતી છે જ્યારે ભાજપને 26 બેઠકો મળી છે.
આ બેઠકો કચ્છ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં છે. 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના બે મુસ્લિમ ધારાસભ્યો પહોંચ્યા હતા.જ્યારે 2022માં માત્ર એક જ ધારાસભ્ય વિધાનસમાં પહોંચી શક્યો છે. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હોવાનો રેકોર્ડ 1980ની ચૂંટણીમાં બન્યો હતો.