દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓક્ટોબર 2024
Gujarat: અમદાવાદમાં 2012 પછી 12 વર્ષના લાંબા સમય પછી વૃક્ષોની ગણતરી કરશે.
Gujarat વૃક્ષોની જી.આઈ.એસ., જી.પી.એસ. દ્વારા ગણતરી કરશે. જાત, વય, લોકેશન, થડનો ઘેરાવો, અંક્ષાશ અને રેખાંશ દરેક વૃક્ષનું બતાવાશે. વૃક્ષની ગણતરી સમયે એક યુનિક નંબર આપવામાં આવશે. દુલર્ભ પ્રકારના વૃક્ષોની અલાયદી વિગતો એકત્ર કરવામાં આવશે.
1 વૃક્ષ દીઠ રૂ. 8નું ગણતરીનું ખર્ચ કંપનીને આપવામાં આવશે. સર્વે માટે એક વૃક્ષ દીઠ 7.89 રૂપિયા ખર્ચવામાં આવશે. તે આઈટી રીસોર્સ પ્રા.લી.ને કામ સોંપાયું છે. સેન્સસની કામગીરી SAAR નામની એજન્સી 6 મહિનામાં કામ પૂરું કરશે. 10 લાખ વૃક્ષો હોય તો રૂ. 80 લાખનું ખર્ચ અને દાવા પ્રમાણે 25 લાખ હોય તો રૂ. 2 કરોડ સુધીનો ખર્ચ કરશે. ગણતરી કર્યા પછી તેનો મહત્વનો કોઈ ફાયદો નથી. વૃક્ષની ઘનતા અને જાત ખબર પડશે. તે સિવાય કોઈ મોટો ફાયદો ગણતરીમાં થવાનો નથી.
ભાજપના રાજમાં વૃક્ષોનું 110 કરોડ ખર્ચ
છેલ્લા 4 વર્ષમાં વૃક્ષ વાવવાનો ખર્ચ રૂ. 20 કરોડ થયો છે. વર્ષે 5 કરોડ ખર્ચ થયો. 10 વર્ષમાં રૂ. 40 કરોડ અને 40 વર્ષના ભાજપના રાજમાં રૂ. 110 કરોડનું ખર્ચ વૃક્ષો વાવવા પાછળ થયું હોવાનું અનુમાન છે.
સરવે
2012માં શહેરમાં 6 લાખ 18 હજાર વૃક્ષો હતા. લીલોતરી વિસ્તાર 4.66 ટકા હતો. અમદાવાદનો ગ્રીન કવર વિસ્તાર 12 ટકા આસપાસ છે. બાગ, પાર્કસ ડીરેક્ટર જિજ્ઞોશ પટેલે છે. 2021માં જાહેર કરાયું હતું કે, 10 વર્ષમાં શહેરના ગ્રીન કવર એરિયામાં 117 ટકાનો વધારો થયો હતો. 4.66 ટકા વધીને 2021માં 10.13 ટકા થયો હોવાની જાહેરાત કરાઈ હતી.
2012માં રાજ્ય સરકાર દ્વારા કુલ વૃક્ષોની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. તે સમયે શહેરમાં 6.18 લાખ વૃક્ષો હતા, જે શહેરના કુલ વિસ્તારના 4.66 ટકા હતા.
શહેરમાં જાહેર માર્ગો, ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ, બાગબગીચા સહિતની મ્યુનિ.-સરકારી મિલકતો તથા ખાનગી સોસાયટી વગેરે જગ્યાએ કયા કયા પ્રકારના કેટલા મોટા વૃક્ષો છે તેની ગણતરી આમ તો રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે, હાલ 20થી 25 લાખ વૃક્ષો હયાત હોવાની ધારણા છે.
4 વર્ષમાં 22 લાખ વૃક્ષ કરમાઈ ગયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી 6 મહિના અગાઉ એક અહેવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપ્રત કર્યો હતો. જેમાં 4 વર્ષમાં 55 લાખ રોપા-વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાંથી 22 લાખ 15 હજાર વૃક્ષ કરમાઈ ગયા હતા.
અમપા દ્વારા થોડા સમય પહેલા રેન્ડમ સર્વે કરી જાહેર કરવામાં આવ્યું હતું કે 4 વર્ષમાં રૂ. 20 કરોડનો ખર્ચ 55 લાખ 38 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 40 ટકા રોપા બળી ગયા છે. જેમાં 60% વૃક્ષ ઉછરી શક્યા હતા.
2025 સુધીમાં ગ્રીન કવર 12%થી વધારીને 15% સુધી કરવાનું નક્કી કર્યું છે.
2022માં 21 લાખ વૃક્ષો રોપવાનું આયોજન હતું. 55 લાખમાંથી 20 લાખ વૃક્ષો તો પીપીપી ધોરણે રોપવામાં આવ્યા હતા.
ક્લીન સીટી – ગ્રીન સિટી- લિવેબલ સીટી-સ્લમ ફ્રી સિટી – અમદાવાદ નં 1 – અમદાવાદ શહેરને શાધાંઇ જેવું ભાજપ 40 વર્ષથી કહે છે.
2021-22ની વિગતો
2021-22માં 13 લાખ 40 હજાર રોપા ઉછેરવાની સાથે 10 ટકા વૃક્ષોનો વધારો કરવાની યોજના હતી. પાછલા વર્ષમાં એએમસી દ્વારા 10.13 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. 2021માં કહેવાયું હતું કે, શહેરનો ગ્રીન કવર વિસ્તાર તેના કુલ વિસ્તારના 10.13 ટકા છે.
42 વન વિસ્તાર
14 લાખથી વધારે વૃક્ષો છે. શહેરમાં 42 શહેરી વન વિસ્તાર છે. તેમની પ્લોટ સાઈઝ 3000થી 11,000 ચો.મી. સુધીની છે. વૃક્ષોમાં વધારો કરવા એનજીઓની મદદ લેવામાં આવે છે.
મિયાવાકી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂળ જાતિઓના છોડને એકબીજાથી નજીક રોપવામાં આવે છે, જેમાં સૂર્યપ્રકાશ ઉપરથી મળે છે અને આ વૃક્ષ નીચે નહીં પણ ઉપરની તરફ વિસ્તરે છે. આ પદ્ધતિ અપનાવવાથી વૃક્ષારોપણ 30 ગણું વધારે ઘટ્ટ, 10 ગણું વધારે ઝડપી થાય છે.
વૃક્ષો ઘટી ગયા
અમદાવાદમાં 2009ના વર્ષની વૃક્ષ ગણતરી પ્રમાણે 65 લાખ 12 હજાર વૃક્ષો હતા. 2013માં 66 લાખ 41 હજાર થયા હતા. 2017માં ઘટીને માત્ર 51 લાખ 14 હજાર થઈ ગઈ હતા.
રાજ્યમાં
રાજ્યમાં 2003માં વન વિસ્તાર બહાર અંદાજે 25 કરોડ 10 લાખ વૃક્ષો હતા, તે વધીને 2021માં વૃક્ષ ગણતરી મુજબ 39 કરોડ 75 લાખ વૃક્ષો થયા હતા. 2017 પ્રમાણે રાજ્યમાં પ્રતિ હેકટર 22.38 વૃક્ષો આવેલા છે. જે છેલ્લા દસ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 20 ટકાનો વધારો દર્શાવે છે.