GUJCET Provisional Answer Key Released : GUJCET 2025 પ્રોવિઝનલ આન્સર કી જાહેર: 5 એપ્રિલ સુધી રજૂઆતની તક, પ્રશ્નદીઠ રૂ. 500 ફી લાગૂ
GUJCET Provisional Answer Key Released : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2025 (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) માટે 23 માર્ચ 2025ના રોજ લેવાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. મેથ્સ (050), ફિઝિક્સ (054), કેમિસ્ટ્રી (052) અને બાયોલોજી (056)ના પ્રશ્નપત્રો માટે સેટ નંબર 1થી 20ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલી આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અપલોડ કરવામાં આવી છે.
5 એપ્રિલ સુધી કરી શકશો રજૂઆત
જો કોઈ વિદ્યાર્થીને આ પ્રોવિઝનલ આન્સર કી સાથે કોઈ ઉલેખનીય આક્ષેપ હોય, તો તેઓ વિષયવાર અને માધ્યમવાર અલગ અલગ ફોર્મ ભરીને [email protected] ઈમેઈલ મારફત 5 એપ્રિલ 2025, સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત મોકલી શકે છે.
રૂ. 500 ફી ચૂકવવી પડશે
દરેક પ્રશ્ન માટે ફી રૂ. 500 SBI બેંક મારફત ભરવી પડશે.
સમય મર્યાદા પછી મળેલ રજૂઆતો અને જરૂરી આધાર દસ્તાવેજ વગર કરાયેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં.
રજૂઆત માટે માત્ર ઈમેઈલ જ સ્વીકારવામાં આવશે, અન્ય કોઈ માધ્યમથી આપવામાં આવેલ રજૂઆતો અંગીકાર નહીં કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ જલદીથી પોતાની રજૂઆત મોકલવાની અને સમય મર્યાદા પહેલા જ ફી ભરવાની તક લેવી જરૂરી છે.