HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVનો વધતો પ્રકોપ: કચ્છના 59 વર્ષીય આધેડ પોઝિટિવ, કુલ કેસનો આંક 5 સુધી પહોંચ્યો
HMPV Cases in Gujarat ગુજરાતમાં HMPVના કેસો ઝડપથી વધી રહ્યા છે, રાજ્યમાં છેલ્લા 72 કલાકમાં ચોથો કેસ નોંધાયો છે અને કુલ સંખ્યા 5 પર પહોંચી
HMPV Cases in Gujarat HMPV એક શ્વસન સંક્રમણ વાઇરસ છે, જે શરદી, ખાંસી અને ન્યૂમોનિયાના લક્ષણો દર્શાવે છે
HMPV Cases in Gujarat : ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારા બાદ આ વાઇરસે હવે ભારતમાં પણ ત્રાસ શરૂ કર્યો છે. ગુજરાતમાં 10 જાન્યુઆરીએ 9 માસના બાળકનો કેસ નોંધાયા પછી, 11 જાન્યુઆરીએ કચ્છના 59 વર્ષીય આધેડનો HMPV પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં ચોથો કેસ નોંધાયો છે, અને રાજ્યમાં HMPV પોઝિટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી છે.
59 વર્ષીય આધેડ સારવાર હેઠળ
કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડના HMPV પોઝિટિવ આવ્યાં બાદ તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળી.
9 માસના બાળકની સ્થિતિ હાલ ક્રિટિકલ
10 જાન્યુઆરીએ સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકને શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં HMPVની પુષ્ટિ થઇ છે. હાલમાં તે વેન્ટિલેટર પર છે અને તેની સ્થિતિ ગંભીર છે.
સાબરકાંઠામાં 7 વર્ષના બાળકના સેમ્પલ મોકલાયા
સાબરકાંઠા જિલ્લામાં 7 વર્ષના બાળકમાં શરદી-ઉધરસ અને ન્યૂમોનિયાના લક્ષણો જોવા મળતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આરોગ્ય વિભાગે તપાસ માટે સેમ્પલ અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યા હતા. જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, એમાં HMPV વાઇરસ આવ્યો હતો. એની જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
HMPVના કુલ 5 કેસ ગુજરાતમાં નોંધાયા
હાલમાં ગુજરાતમાં આ વાઇરસના પોઝિટિવ કેસનો આંક 5 પર પહોંચ્યો છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 15 કેસ નોંધાયા છે, જેમાં મુખ્યત્વે કર્ણાટક અને ગુજરાતનો સમાવેશ થાય છે.
HMPV માટે આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાત આરોગ્ય વિભાગે આ વાઇરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલમાં સાવચેત રહેવા આદેશ આપ્યો છે. સાથે જ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.
HMPV: શું છે આ વાઇરસ?
HMPV એક શ્વસન સંબંધિત વાઇરસ છે, જે શરદી, ખાંસી અને ન્યૂમોનિયાની લક્ષણો ઉત્પન્ન કરે છે. ચીનમાં આ વાઇરસના કેસોમાં ઉછાળો આવ્યા બાદ હવે તે ભારત સહિત અન્ય દેશોમાં પણ પથરાયો છે. જરૂર પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અને ભીડવાળા સ્થળોએ જવાથી ટાળો.