JEE Mains 2025 Session 2 Exam From Tomorrow : JEE મેઇન 2025 સેશન-2: આવતીકાલથી શરૂ થશે પરીક્ષા, સમયસૂચી અને મહત્વની માર્ગદર્શિકા જાહેર
JEE Mains 2025 Session 2 Exam From Tomorrow : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઇન 2025 સેશન-2 આવતીકાલથી શરૂ થશે. 9 એપ્રિલ 2025 સુધી ચાલનારી આ પરીક્ષામાં દેશભરમાં લાખો વિદ્યાર્થી ભાગ લેશે. NTAએ પરીક્ષા માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે.
પરીક્ષાનો સમયગાળો
સવારનો સત્ર: 9:00 AM થી 12:00 PM
બપોરનો સત્ર: 3:00 PM થી 6:00 PM
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે નિયમો
પરીક્ષા શરૂ થાય તે પહેલાં ઓછામાં ઓછા 1 કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચવું ફરજિયાત.
ગેટ બંધ થયા પછી કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ મળશે નહીં.
એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ સાથે લાવવું જરૂરી.
પરીક્ષા ખંડમાં પ્રવેશ પછી વિધાર્થીઓને પેન/પેન્સિલ અને રફ શીટ આપવામાં આવશે, જેના પર નામ અને રોલ નંબર લખવો પડશે.
પરીક્ષા પૂરી થયા બાદ રફ શીટ પરત કરવી ફરજિયાત.
પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણનું નકારાત્મક ગુણાંકન લાગૂ થશે.
વિધાર્થીઓએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને પરીક્ષા સમયসূচિ મુજબ સમયસર પહોંચવા અનુરોધ છે.