દિલીપ પટેલ
અમદાવાદ, 16 ઓગસ્ટ 2024
Krushi Jagat ઓક્ટોપસ આકારના કંદમૂળ ગરમરની ખેતી એ ઔષધીય ખેતી છે.
Krushi Jagat મીઠી પેશાબ, હૃદયરોગ, સાંધાના દુખાવા પર કામ આવે છે. ગરમર એ ઔષધી વાળુ અથાણુ છે. ઉનાળામાં ગરમરનો પાક લેવાય છે. અત્યારે ખેતરોમાંથી પાક નીકળી રહ્યો છે. જે મોટા ભાગે અથાણું બનાવવામાં વપરાય છે.
ધારીના લાઈનપરાના 55 વર્ષના ખેડૂત ચંદુભાઈ શંભુભાઈ રૂડાણી 9925376040 છેલ્લા 20 વર્ષથી એકધારા સફેદ ગરમરની ખેતી કરે છે. તેમની પાસે એક જ જાતનું પરંપરાગત બિયારણ છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. સામાન્ય રીતે વેરાવળની કાળી ગરમર હોય છે. પણ ચંદુભાઈની ગરમર સફેદ છે.
તેમણે ખેતીમાં એક નિયમ બનાવ્યો છે કે, જે પણ ગરમરની પેદાશ થાય તે વેપારીને આપવી નહીં.
તે દોઢો ભાવ લઈને વેચે છે. તેથી પોતાના ખેતરેથી ગરમર વેચે છે. લોકો બે મહિના માટે ગરમર લેવા આવે છે. ત્યારે તેઓ સવારે 7થી સાંજે 7 સુધી ખેતર પર હાજર હોય છે. પહેલેથી જ તેમણે આ નીતિ અપનાવી છે.
લોકો બે અઢી કિલો લઈ જાય છે. ખેતરમાંથી ગ્રાહકની નજર સામે જ તાજી કાઢીને તેઓ આપે છે. તેથી તેઓ પોતાના ખેતર પર 12 કલાક હાજર હોય છે. સૌરાષ્ટ્રના શહેરો, અમદાવાદ, વડોદરા, સુરત સુધી તેઓ બસમાં માલ પહોંચાડે છે. બેથી 15 કિલો સુધી તેનો માલ ગ્રાહકો લઈ જાય છે.
ચંદુભાઈ કહે છે કે, ગરમરની ખેતી મહેનતનું કામ છે.
કારણ કે તેને ત્રણ વખત રોપવી પડે છે. દર ત્રીજા દિવસે તેને પાણી આપવું પડે છે. તેના કંદમૂળની શાકના ડોકા કાપીને બિરાયણ તરીકે વાવવા પડે છે. મે મહિનામાં વાવી દીધા છે. ઉપરની ડાળાનું ડોકું 3 ઈંચનું આવે છે. શેરડીની જેમ વાવી દેવાની હોય છે. પાણી ભરી દેવાના એકાતરા પાણી – દર ત્રિજા દિવસે પાણી જોઈએ. શ્રાવણ મહિને ફરી ડોકું કાપીને વાવશે. દિવાળી પછી ત્રીજી વખત વાવેતર કરીને તેની ખેતી પૂરી કરશે. તેના ફુલ કાપવા પડે છે, નહીંતર ગરમર બેસે નહીં.
ખેતી 7 મહિનાની છે. એક કિલોના રૂ. 80ના ભાવે તેઓ વેચે છે. તેમના ખેતરમાંથી ગ્રાહકો સીધા ખાવા કે અથાણાં બનાવવા માટે લઈ જાય છે. મોટા ભાગે 2થી 15 કિલો સુધી માલ લઈ જાય છે. તેમની ગરમર મંગાવનાર મોટા ભાગે તો ડાયાબિટીસ રોગીઓ હોય છે. સફેદ ગરમર કોઈ વાવતુ નથી.
તેઓ 20 વર્ષ પહેલાં નાઘેર – પોરબંરદરથી 15 કિલો બિયારણ લાવેલા હતા. રૂ. 2 હજાર આપ્યા હતા. તેઓ હાલ એક વીઘો સફેદ ગરમર વાવે છે. એક વીઘા 1થી 1.15 લાખ આવક થાય છે.
કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે:
80 વર્ષની ખેતી
80 વર્ષ પહેલાં ગીરનારથી ગરમર આવી હતી. જૂનાગઢના લોકો ગિરનાર પરિભ્રમણ કરતા હતા. ત્યારે તેમના દ્વારા ઔષધરૂપે ગરમરને શોધી કાઢવામાં આવી હતી. ત્યારથી જુનાગઢ, સોમનાથ જિલ્લામાં સાગર કિનારે કંદમૂળની ખેતી થાય છે. જે મોટાભાગે અથાણા અને શાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગરમરની ખેતી જુનાગઢની આસપાસ સારી થાય છે. ઓક્ટોપસ જેવા આકારવાળી આ ગરમર જમીનમાં થાય છે.
ખેતી
નીતાર વાળી લાલ ગોરાડુ જમીન ખેતી માટે યોગ્ય છે. ડિસેમ્બરમાં વાવણી કરીને એપ્રિલ-મે માસમાં ઉત્પાદન ચાલુ થાય છે. કોલીયસ/ગરમરની ખેતી પાંચ મહિનાની છે. ઉત્પાદન એકરે 800 કિલોથી વધુ સૂકા મૂળીયા મળે છે. વીઘે 5થી 7 હજારનો ખર્ચો કરી 80 હજારની આવક 5 મહિનામાં થઈ શકે છે. ગરમરને જંગલ વિસ્તારમાં ગલબેલના નામે ઓળખવામાં આવે છે.
વાવેતર
વાવેતર 60 x 45 સે.મી.ના અંતરે (37,030 છોડ/હેક્ટર) કરવામાં આવે છે. ઓછી ફળદ્રુપ જમીનમાં, વાવેતર 60 x 30 સે.મી.માં કરવામાં આવે છે જેમાં 55,500 છોડ/હેક્ટરની જરૂર પડે છે. મૂળિયાં કાપીને રોપણી થાય છે.
સિંચાઈ
સિંચાઈ વાવેતર પછી દર અઠવાડિયે.
ઉપજ
હેક્ટર તાજા કંદ 15 – 20 ટન અને હેક્ટર સૂકા કંદ 2000 – 2200 કિગ્રા થાય છે. કંદ નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે અને 8% ભેજ રહે ત્યાં સુધી છાયામાં સૂકવવામાં આવે છે.
ભાવ
એક કિલોનો ભાવ રૂ. 100 સુધી મળે છે. અમદાવાદ, વડોદરા અને સુરત સુધી વેચાવા જાય છે. બે માસ સુધી તે બજારમાં આવતી રહે છે. દક્ષિણ ગુજરાતમાં વેપારીઓ સીધો માલ લઈ જાય છે. 20 કિલો ગરમર ભાવે 1000 રૂપિયા બજાર ભાવે મળે છે.
રોગનો ઈલાજ
ઉષ્ણ-તીક્ષ્ણ ગુણો વાયુ અને કફ તત્વનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે.
થાઈરોઈડ, ગાંઠોના રોગો, હૃદયરોગ, કમર, ઘૂંટણ, સાંધાના દુખાવા, સાંધા ઝકડાવા, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, રક્ત ચાપ, તાવ, છીંકો આવવી, શરદી-સળેખમ થવું, માથું દુખવું, કાનમાં દુખાવો, નસકોરી, હાથ-પગની આંગળીઓમાં વારંવાર ખાલી ચઢી જવી, ફેફસાનો સોજો, શ્વાસનલિકા સોજો, છાતીમાં કફ જેવી બીમારીઓમાં રાહત આપે છે. પેટને લગતી દરેક સમસ્યામાં ગરમર રામબાણ ઈલાજ છે, ગેસ-અપચો થઈ કબજિયાત જેવી સમસ્યામાં પણ ગરમર કારગર સાબિત થાય છે.
ખાવામાં ઉપયોગ
હરદળ મીઠામાં આથો કરીને ખાવામાં આવે છે. કંદની છાલ ઉતારી તેના નાના કટકા કરીને લીંબુના મીઠાવાળા પાણીમાં આઠ દસ દિવસ સુધી બોળી રાખવામાં આવે છે. એ પછી ખવાય છે. તેનું શાક બને છે.
અથાણાં
ગરમીમાં અથાણાંની સિઝનમાં ગરમર આવે છે. અથાણું 12 મહિના રહે છે. ગરમરની છાલ કાઢી ધોઈ ટુકડા કરીને મીઠું અને હળદર નાખી, ખાટું, પાણી ઉમેરી ગરમર ડૂબાડૂબ કરવામાં આવે છે. જેથી કાળી ન પડે. અઠવાડિયા સુધી ઉપરનીચે હલાવતાં રહેવું પડે છે. હળદર મીઠું ચઢી જાય ત્યારબાદ પાણીમાંથી કાઢી સૂચવી અને રાઈ, તેલ, ક્હંગનાં વધારમાં ચોળી ગરમરનું અથાણું શિયાળામાં વાપરી શકાય છે.
ગીર અથાણાનું રસોડું
ગીરનું જંગલ અને ગીરની ખેતી 10 પ્રકારના અથાણા માટે પેદાશ આપે છે. ગરમર, કેરડા, ગુંદા, દેશી કેરી, માલકાકણી, કાળકડા, ડાળા, કરમદા, બિલા, આંબળા અને કુણા વાંસ. જેના અથાણા બને છે.
દક્ષિણ ગુજરાત
સુરત જિલ્લાના મહુવાના ઉમરા ગામમાં 25 વર્ષથી મબલખ ઉત્પાદન થાય છે.