દિલીપ પટેલ
અમદાવાદ, 17 ઓગસ્ટ 2024
Krushi Mahiti: ઈરેડિયેશન પ્લાંટથી ગુજરાતની નિકાસ વધી છે.
Krushi Mahiti: ગુજરાતના 500 કોલ્ડ સ્ટોરેજમાં 5 હજાર કરોડના રોકાણથી ગુજરાતના લોકોનું આરોગ્ય સુધારીને કૃષિ પેદાશોનો વર્ષે રૂ. 10 હજાર કરોડનો બગાડ અટકાવી શકાય તેમ છે.
નિયમો મુજબ કેરીને યુએસએમાં નિકાસ કરતા પહેલા તેનું ઇરેડિયેશન ફરજિયાત છે. ઇરેડિયેશન પ્રક્રિયા યુએસના ક્વોરેન્ટીન નિરીક્ષકોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે. 2 જુલાઈએ બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરી અને દાડમના નિકાસ માટે USDA-APHISની મંજૂરી મેળવનાર આ ગુજરાતનો આ પ્રથમ પ્લાન્ટ છે. હવે નિકાસ વધી રહી છે. ગુજરાતની કેરી અમેરિકામાં નિકાસ થવા લાગી છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા 2014માં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો માટે 1,000 કિલો-ક્યુરી (kCi) મલ્ટીપર્પઝ સ્પ્લિટ ટાઇપ, પેલેટાઇઝ્ડ રેડિયેશન પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેમાં આશરે રૂ. 20 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજી દ્વારા મદદ કરવામાં આવી છે.
રેડિયેશન પ્રોસેસિંગના ફાયદા
ગુજરાત ખેત ઉદ્યોગ નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે,
માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્પ.
ઠંડી પ્રક્રિયા હોવાથી તે કૃષિ પેદાશની તાજગીના લક્ષણોમાં ફેરફાર થતા નથી.
કૃષિ પેદાશની ગુણવત્તા, બંધારણ, પોષણ મૂલ્ય અને દેખાવ જાળવી રાખે છે.
તે ખાદ્ય પદાર્થમાં કોઇ ઝેરી અવશેષ છોડતું નથી.
રાસાયણિક જંતુનાશકોથી વિપરીત ઇરેડિએશન પ્રિ-પેકેજ્ડ ફુડ પર કરી શકાય છે અને તેથી પાછળથી ઇરેડિએશનથી ચેપ લાગવાનો ખતરો રહેતો નથી.
ઉચ્ચ પ્રમાણમાં પ્રવેશ ક્ષમતા અને અસરકારકતા હોવાથી મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોને ઘણી અસરકારક રીતે જંતુમુકત કરી શકાય છે.
પર્યાવરણને અનુકૂળ જંતુમુક્ત કરણ પ્રક્રિયા છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી.
કૃષિ પ્રધાન
કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ કહે છે કે, ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ -રેડીએશન પ્લાન્ટ) દ્વારા ચાલુ વર્ષે 2 લાખ 3 હજાર કિલો કેરીનું ઈરેડીએશન કરીને તેની વિદેશમાં નિકાસ થઈ છે. ઈ -રેડિયેશન પ્લાન્ટને કારણે ગુજરાતના ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી થઈ રહી છે. ફળો અને શાકભાજીનું આયુષ્ય વધે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
GARPFની વિગતો
બાવળાનો પ્લાન્ટ જમીન વિસ્તાર 6,750 ચો. મીટર છે. બાંધકામ વિસ્તાર ચો. 2,368 ચો. મીટર છે. કેરીને ઇરેડિયેટ કરવાની ક્ષમતા કલાકના 6 મેટ્રિક ટન છે. 30 ટન અને 50 ટનના બે કોલ્ડ સ્ટોરેજ છે. ઓટોમેટેડ મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે. કન્વેયર ઝડપ- મહત્તમ 80 બોક્સ એક કલાક થાય છે. પ્લાંટ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ અને નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂર કરવામાં આવી છે. 2019-20માં મહારાષ્ટ્રે આશરે 980 MT ઇરેડિયેટેડ કેરી યુએસએમાં નિકાસ કરી હતી. તેમાંથી 50 થી 60% કેરી ગુજરાતની હતી.
ગુજરાત સરકારે કૃષિ વ્યવસાય નીતિ 2016થી 21 માટે એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા માટે રૂ. 34 કરોડ નક્કી કર્યા હતા. 4 ઇરેડિયેશન પ્લાન્ટ ઉભા કરવાના હતા.
બટેટા, અનાજ, કઠોળ, ઇસબગોલ, મસાલા, સૂકી ડુંગળી, સૂકા શાકભાજી અને તબીબી ઉત્પાદનોને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરી શકે છે.
કોરોનામાં HRCT ટેસ્ટ કરાતો હતો. જે 10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સરજન્ય રેડિયેશન થતું હતું.
ભારત સરકારે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કચ્છને મેંગો ક્લસ્ટર તરીકે જાહેર કર્યું છે. તેથી આ સુવિધાના લીધે ગુજરાતમાંથી કેરીની નિકાસને આવનારા સમયમાં મોટાપાયે ફાયદો થયો છે.
કોલ્ડસ્ટોરેજ હોય ત્યાં ઈરેડિયેશન પ્રોસેસિંગ હોવું જરૂરી છે.
શું છે આ ટેકનોલોજી
ફૂડ ઇરેડિયેશન હવે આવશ્યક બની રહ્યું છે. તેનાથી ખોરાકમાં સૂક્ષ્મ જંતુઓનો ખાત્મો થઈ જાય છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની (USDA) ફૂડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન સર્વિસ (FSIS) ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે રેડિયેશનને એક મહત્વપૂર્ણ ટેકનોલોજી તરીકે ઓળખે છે.
તાજા ફળ, શાક, માંસને ઇરેડિયેશન માટે મંજૂરી આપવામાં આવે છે. ભારતમાં 15 પ્લાંટ છે, ગુજરાતમાં એક છે. ગુજરાતમાં ઘણી હોસ્પિટલ અને બ્લડ બેંક લોહીને ઇરેડિયેશન કરવાના પ્લાન્ટ ધરાવે છે. તો 500 કોલ્ડ સ્ટોરેજમાં કેમ નહીં?
1994માં ભારતમાં ઇરેડિયેશનને મંજૂરી આપી હતી. ગુજરાતમાં તેના 27 વર્ષ પછી કર્યો છે. 1095માં અમલ શરૂ થયો હોત તો 30 વર્ષમાં અબજો રૂપિયાના ખેત પેદાશોની નિકાસ થઈ શકી હોત.
હાલમાં દેશમાં 15-20 ઇરેડિયેશન પ્લાન્ટ છે. ગુજરાતમાં એક જ બાળવામાં છે.
2 જૂલાઈ 2022ના બાવળામાં અમેરિકાના દબાણના કારણે કેરી અને દાડમના નિકાસ માટે USDA-APHISની મંજૂરી આપી હતી.
ફૂડ રેડિયેશન શું છે?
ફૂડ ઇરેડિયેશન એ એવી પ્રક્રિયા છે જે ખોરાકમાં જંતુઓ, સૂક્ષ્મજીવાણુઓને નિયંત્રિત કરવા અને બગાડ અટકાવવા માટે રેડિયેશનનો ઉપયોગ કરે છે. ખોરાકનું ઇરેડિયેશન દૂધ અને તૈયાર ફળો અથવા શાકભાજી જેવું જ છે, જેમાં તે ખોરાકને વપરાશ માટે સુરક્ષિત બનાવી શકે છે. કિરણોત્સર્ગ ખોરાકને કિરણોત્સર્ગી બનાવતું નથી, ન તો તે ખોરાકના સ્વાદ, રચના અથવા દેખાવમાં ફેરફાર કરે છે.
ઇરેડિયેશન દરમિયાન, ગામા કિરણો, એક્સ-રે અથવા ઉચ્ચ-ઊર્જાવાળા ઇલેક્ટ્રોન ખોરાકમાંથી પસાર થાય છે, બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે અથવા નિષ્ક્રિય કરે છે. તેથી ખોરાકના કારણે માણસોને બીમારી કે નુકસાન થતું નથી.
બીજ અને છોડના જર્મપ્લાઝમના ઇરેડિયેશન પરિણામે વિશ્વભરમાં ખાદ્ય પાકોની ઘણી વ્યાપક જાતો ઉગાડવામાં આવી છે. પ્રક્રિયા, જેમાં એક્સ-રે, યુવી તરંગો, હેવી-આયન બીમ અથવા ગામા કિરણોના રૂપમાં કિરણોત્સર્ગ સાથેના છોડના બીજ અથવા જર્મ પ્લાઝમનો સમાવેશ થાય છે.
અંકુરણને રોકવા માટે પણ થાય છે.
ઇરેડિયેટેડ ફૂડને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO), સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) અને યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) દ્વારા સલામત ગણવામાં આવે છે. ફૂડ ઇરેડિયેશન ના નિયમન માટે FDA જવાબદાર છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) એ રાજ્ય સરકારનું સાહસ છે જેમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) હેઠળ 2014માં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો માટે 1,000 કિલો-ક્યુરી (kCi) મલ્ટીપર્પઝ સ્પ્લિટ ટાઇપ, પેલેટાઇઝ્ડ રેડિયેશન પ્રોસેસિંગ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.
તેમાં આશરે રૂ. 20 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજીના (BRIT) ટેક્નિકલ માર્ગદર્શન અને સહાયથી આ સુવિધા વિકસિત કરવામાં આવી છે.
ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઇસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજી અને તબીબી ઉત્પાદનોને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરી શકે છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી ડી.કે. પારેખ (IAS) ઓડિટ દરમિયાન હાજર હતા. તેમણે ઓડિટ ટીમને આ પ્લાન્ટના મહત્વ વિશે જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે, ભારત સરકારે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કચ્છને મેંગો ક્લસ્ટર તરીકે જાહેર કર્યું છે. તેથી આ સુવિધાના લીધે ગુજરાતમાંથી કેરીની નિકાસને આવનારા સમયમાં મોટાપાયે ફાયદો થશે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. એ કેરીની નિકાસ માટે જરૂરી ત્રણ માળખાકીય સુવિધાઓની સ્થાપના એક જ જિલ્લામાં કરી છે. તેમાં ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ, ગામા રેડિયેશન સુવિધા અને પેરિશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.
પ્રોસેસિંગ ચાર્જિસને કારણે સામાન્ય રીતે ખર્ચમાં 5-10% વધારો થાય છે. ઇરેડિયેશનનો ખર્ચ એક કિલોએ 50 પૈસાથી અક રૂપિયો છે.
બટાકા અને ડુંગળીમાં અંકુરની નિષેધ અને અનાજ અને કઠોળમાં જંતુઓના જીવાણુનાશક માટે એક કિલોએ રૂ. 5-10 કિલો આવે છે. પણ તેની સામે ભાવ, આરોગ્ય અને બગાડ અટકે છે તેનો ફાયદો મોટો છે.
કોલ્ડ સ્ટોરેજ પાસે આવો પ્લાન્ટ બનાવવા માટે રૂ. 15-20 કરોડના ખર્ચે પ્લાન્ટ બની શકે છે. પરમાણુ ઉર્જા વિભાગ આવી સુવિધાઓ ઉભી કરવા માટે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહાય પૂરી પાડે છે.
કોલ્ડ સ્ટોરેજ
કોલ્ડ સ્ટોરેજ ન હોવાના કારણે દેશમાં દર વર્ષે 70 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધીની ખેતપેદાશનો બગાડ થાય છે. ફળ અને શાકભાજી 30 ટકા બગાડ થાય છે. ગુજરાતમાં 7થી 10 હજાર કરોડનો ખેડૂતોનો અને વેપારીઓનો કૃષિ માલ ખરાબ થઈ જાય છે.
તેનો મતલબ કે માથાદીઠ રૂ.2500ના શાકભાજી ફળ ખરાબ થઈ જાય છે. અને વર્ષે કુટુંબ દીઠ રૂ.12500નો માલ ખરાબ થઈ જાય છે. મહિને 1 હજાર રૂપિયા દરેક કુટુંબ દીઠ કૃષિ પેદાશો ગુમાવવી પડે છે.
ગુજરાતમાં 253 લાખ ટન શાકભાજી, ફળ અને મસાલા પાકે છે. તેમાં જો 10 ટકાનો બગાડ થાય તો પણ 25 લાખ ટન અને 30 ટકાનો બગાડ થાય તો 75 લાખ ટન ખરાબ થઈ જાય છે. જેની એક કિલોની કિંમત 20 રૂપિયા ગણવામાં આવે તો રૂ.15 હજાર કરોડના કૃષિ પેદાશો નાશ પામે છે. જો પુરતાં કોલ્ડ સ્ટોરેજ હોય તો ગુજરાતમાં નાશ પામતા કૃષિ પેદાશોને બચાવીને રૂ.10 હજાર કરોડ ખેડૂતોના કૃષિ પેદાશોની નુકસાનીના બચાવી શકાય તેમ છે.
ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તેના અડધા કોલ્ડ સ્ટોરેજ માત્ર ડીસામાં આવેલા છે.
કેન્દ્ર સરકારે 2021માં જાહેર કર્યું હતું કે ગુજરાતમાં તમામ પ્રકારના 969 કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા 38 લાખ 22 હજાર 112 મેટ્રિક ટન છે. ગુજરાતમાં ખરેખ તો 1 હજાર કોલ્ડ સ્ટોરેજ હોવા જોઈએ.
2018થી નક્કી કરાયું છે કે, ગુજરાતમાં 30 લાખ મેટ્રિક ટન કરવામાં આવશે. ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.330 કરોડના પેકેજની જાહેરાત કરાઈ હતી.
કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડિયેશન પ્લાન્ટ સ્થાપવા રૂ.5 કરોડ સુધીની સબસીડી અપાય છે. જ્યાં કોલ્ડ સ્ટોરેજ હોય ત્યાં ઈરેડીએશન થવું જરૂરી છે.
બટાકા
બનાસકાંઠા એ બટાટા ના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં સૌથી વધુ 200 કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે. બનાસકાંઠામાં દર વર્ષે બટાટાનું 3 કરોડ 15 લાખ કટ્ટાનું ઉત્પાદન થાય છે.
2011 માં 70 જેટલા કોલ્ડ સ્ટોરેજ હતા. પાંચ વર્ષમાં નવા 130 અને તેમાં પણ 2015 સુધીના ત્રણ વર્ષમાં નવા 100 કોલ્ડ સ્ટોરેજ નિર્માણ પામ્યા છે. જ્યારે 2015માં 15 સ્ટોરેજ બન્યા હતા.
રોજના છ થી સાત હજાર લોકો કામ કરે છે. લોડીંગ કરવા 12 હજાર મજૂર બહારથી આવે છે. કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ કુલ 16 થી 17 હજાર જેટલા લોકોને રોજી રોટી મળી રહી છે.
3000 કરોડથી વધુનો વેપાર
વાર્ષિક ત્રણ હજાર કરોડથી વધુનો વેપાર કોલ્ડ સ્ટરેજના બીઝનેસથી બટાટાના વેપારથી થાય છે.
ડુંગળી
અમદાવાદમાં એક પણ APMC માર્કેટમાં કોલ્ડ સ્ટોરેજ નથી જ્યાં બટાકા સચાવી શકાય. ડુંગળી અને લસણને લાંબો સમય સાચવી શકાય તેવું કોઈ કોલ્ડ સ્ટોરેજ ગુજરાતમાં નથી. તેનું કારણ ખર્ચાળ પદ્ધતિ છે. ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન પ્રમુખ આશિષ ગુરુના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ડુંગળી અને લસણને સાચવી શકાય એવા કોલ્ડ સ્ટોરેજ બન્યા નથી. સફેદ ડુંગળીને પાવરડર ફોર્મમાં બનાવીને તેને વિદેશમાં એક્સપોર્ટ કરે છે પરંતુ લાલ ડુંગળીના પાક માટે સ્ટોરેજ નથી.
ટામેટા
પાકેલા ટામેટાંને 13 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને એકથી દોઢ અઠવાડિયા સુધી આરામથી કોઈપણ ખામી કે ઉણપ વગર સંગ્રહિત કરી શકાય છે. સામાન્ય સ્ટોરેજ પર, ટામેટાંને કોઈપણ નુકસાન વીના 4 થી 5 દિવસ સુધી આરામથી રાખી શકાય છે. ટામેટાનો પાક એવો છે કે ઝાડ પરથી ઉપાડ્યા પછી પણ તે પાકતો રહે છે.
ગોળ
કોડીનાર તાલુકાના આલીદર ગામની 104 વર્ષ જૂની આલીદર સેવા સહકારી મંડળી દ્વારા 2,800 ટન ગોળના સંગ્રહ ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ શરૂ કરાયું હતું.
અરજણભાઈ વંશ સોલાર પ્લાન્ટ લગાવવાની તૈયારીમાં હતા. ગોળ, દૂધની વાનગી, ખજૂર, આમલી, ચણા, મગફળીના દાણા વગેરે જેવી ખેત ઉત્પાદનનો માલ સ્ટોર કરી શકાશે. જેથી આ વિસ્તારના ખેડુતોને પોતાની ઉપજના પુરતા ભાવ મળી રહેશે. રૂ. 4 કરોડના ખર્ચે 7 માળ સુધીના અને 7 હજાર સ્ક્વેર ફુટમાં બાંધકામ થયું હતું. જેમાં 2 લાખ ગોળના ડબ્બા રાખવાની ક્ષમતા હતી.
અમદાવાદ
ગુજરાતમાં કંપનીઓના ખાનગી ગોડાઉનો સહિત તમામ પ્રકારના 700 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. આઈસક્રીમ, મસાલા, બટાકા અને સફરજનનું મોટું સ્ટોરેજ થાય છે. ગુજરાત અને અમદાવાદમાં 2 લાખથી વધુ પેટી સફરજન કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખવામાં આવે છે. સાબરકાંઠામાં પણ વેફરના બટાકા સાચવવા માટેના કોલ્ડ સ્ટોરેજ ચાલી રહ્યા છે. દહેગામમાં, ગાંધીનગર અને વિજાપુરમાં પણ ખાસ્સા કોલ્ડ સ્ટોરેજ છે.
આર્થિક ભીંસના કારણે 60 કોલ્ડ સ્ટોરેજ વેચવા કઢાયા હતા.
સંગ્રહ ક્ષમતા
ગુજરાતમાં મોટા કોલ્ડ સ્ટોરેજની સરેરાશ સંગ્રહ ક્ષમતા 7000થી 10000 ટનની છે. વીજળીના બિલનો મોટો ખર્ચ છે. યુનિટ દીઠ સરેરાશ રૂ. 8 ચૂકવવા પડી રહ્યા છે.
નજીવું ભાડું, ઊંચો ખર્ચઃ
ગેસની મદદથી જ ફળ અને શાકભાજીને કોલ્ડ સ્ટોરેજનું એટમોસ્ફિયર યોગ્ય રીતે જાળવી કે સાચવી રાખવામાં સફળતા મળે છે. આ ફળની 18થી 22 કિલોની પેટી સાચવવા માટે તેમને મહિને રૂ. 15નું ભાડું મળે છે. છથી આઠ મહિના સુધી પ્રોડક્ટ સાચવ્યા પછી તેમને માંડ પેટીએ રૂ. 90થી 120 મળે છે. કોલ્ડ સ્ટોરેજ ચલાવવા માટે થતો ખર્ચ તેની સરેરાશ આવકના 25 ટકાથી વધારે છે. તેમાં ઇન્સ્યુલેટર નબળા પડતા અને તેની મશીનરીને ઘસારો લાગતા આ કોસ્ટ વધીને 40 ટકા સુધી પણ જાય છે.
ઓટોમેશન થયું ન હોવાથી સંચાલન ખર્ચ વધારે આવે છે. 20 વર્ષના પેબેક અવધિ સાથે આશરે 20 કરોડ રૂપિયાના રોકાણ માટે 10,000 ટન ક્ષમતાવાળા મલ્ટિ-આઇટમ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા જરૂરી છે. વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે 3 થી 4 કરોડની રોકાણ ક્ષમતા હોવી જરૂરી છે.
ગુજરાતમાં 110ની આસપાસ કોલ્ડ સ્ટોરેજ સોલાર સબસીડી મેળવી છે.
31.08.2020ના રોજ મહત્વના રાજ્યવાર કોલ્ડ સ્ટોરેજ
રાજ્ય – કોલ્ડ સ્ટોરેજ અને ક્ષમતા મે.ટન
આંધ્રપ્રદેશ અને તેલંગાણા – 405 – 15 લાખ ટન
બિહાર – 311 – 15 લાખ
છત્તીસગઢ – 99 – 5 લાખ
ગુજરાત – 969 – 3822112
હરિયાણા – 359 – 819809
હિમાચલ પ્રદેશ – 76 – 146769
કર્ણાટક – 223 – 676832
કેરળ – 199 – 81705
મધ્યપ્રદેશ – 302 – 1293574
મહારાષ્ટ્ર – 619 – 1009693
ઓરિસ્સા – 179 – 572966
પંજાબ – 697 – 2315096
રાજસ્થાન – 180 – 611831
તમિલનાડુ – 183 – 382683
ઉત્તર પ્રદેશ – 2406 – 14714235
પશ્ચિમ બંગાળ – 514 – 5947311
કુલ ભારત – 8186 – 37425097
ભવિષ્ય કેવું
કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ કૃષિના અનાજ, ફળો, શાકભાજી, પશુધન ઉત્પાદનો વગેરેની શેલ્ફ લાઇફ વધારવા માટે કાર્યક્ષમ સંગ્રહ, પરિવહન અને વિતરણ સમાવિષ્ટ તાપમાન-નિયંત્રિત સપ્લાય ચેઇનની છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો જીડીપીમાં 18.3% યોગદાન આપે છે અને 45.5% વસ્તીને રોજગાર આપે છે. ભારતીય કોલ્ડ ચેઇન માર્કેટનું કદ 2022માં વધીને રૂ. 1,81,490 કરોડ થવાની ધારણા હતી. 2028 સુધીમાં રૂ. 3,79,870 કરોડ થઈ શકે છે. 12.3 ટકાનો વિકાસ બતાવે છે.
રૂ. 6000 કરોડની ફાળવણી 2017 માં કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2022 સુધીમાં 8.38 લાખ મેટ્રિક ટનની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા બનાવવામાં આવી છે.
નાબાર્ડના અભ્યાસ મુજબ, દેશને 3.5 મિલિયન મેટ્રિક ટનની વધારાની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતાની જરૂર છે.
ગુજરાતનું ઉજ્જવલ ભવિષ્ય
ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થયો છે. 20 વર્ષ દરમિયાન રાજ્યમાં ફળ પાકોના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકોના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે.
રાજ્યમાં બાગાયતી પાકોનું વાર્ષિક સરેરાશ 60 હજાર હેકટર નવું વાવેતર થાય છે. સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં નવું વાવેતર થયું છે.
ફળપાક
વર્ષ 2001-02માં ફળપાકોનો વાવેતર વિસ્તાર 1 લાખ 98 હજાર હેક્ટર તથા ઉત્પાદન 26 લાખ 62 હજાર મે.ટન હતું, જેની સામે વર્ષ 2022-23માં ફળ પાકોનો વાવેતર વિસ્તાર 4 લાખ 48 હજાર હેક્ટર તથા ઉત્પાદન 82 લાખ 91 હજાર મે.ટન નોંધાયું છે. ફળ પાકના ઉત્પાદનમાં 13.01 ટકા છે.
શાકભાજી
શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 2 લાખ 37 હજાર હેક્ટર તથા ઉત્પાદન 32 લાખ 99 હજાર મે.ટન હતું, જેની સામે વર્ષ 2022-23માં શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર 8 લાખ 82 હજાર હેક્ટર તથા ઉત્પાદન 1 કરોડ 67 લાખ 18 હજાર મે.ટન થયું છે. શાકભાજી પાકોના ઉત્પાદનમાં 12.59 ટકા ફાળો ગુજરાતનો છે.
મસાલા
મસાલા પાકોનો વાવેતર વિસ્તાર તે સમયે 2 લાખ 57 હજાર હેક્ટર તથા ઉત્પાદન 2 લાખ 40 હજાર મે.ટન હતું, જ્યારે વર્ષ 2022-23માં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર 6 લાખ 57 હજાર હેક્ટર તથા ઉત્પાદન 12 લાખ 1 હજાર મે.ટન સુધી પહોંચ્યું છે. ભારતના કુલ મસાલા પાકોના ઉત્પાદનમાં ગુજરાતનો 10.96 ટકા ફાળો છે.
દેશમાં પ્રથમ
પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત પ્રથમ છે. પપૈયા, ચીકુ, વરીયાળી, જીરૂ, ભીંડા અને અજમાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. દાડમ તથા લીંબુના ઉત્પાદનમાં બીજા સ્થાને છે. ગુજરાત બટાકા અને વરીયાળીની ઉત્પાદકતામાં પ્રથમ છે. દાડમની ઉત્પાદકતામાં દેશમાં બીજા સ્થાને છે.
વધુમાં, ગુજરાત પાસે પોતાની આગવી ઓળખ કહી શકાય તેમજ વૈશ્વિક સ્તરે આગવું સ્થાન ધરાવતી “ગીરની કેસર કેરી” અને “કચ્છી ખારેક”નો પણ સમાવેશ થાય છે. તેથી ગુજરાતમાં હવે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવી જરૂરી બની ગઈ છે. જેથી શાક, ભાજી, ફળ, માળદી, દૂધ, માખણ જેના કૃષિ અને પશુ પેદાશોમાં સારું વળતર મળી શકે.
ગુજરાતની ક્ષમતા કેટલી છે
ગુજરાત પાસે 483 કોલ્ડ સ્ટોરેજ, 78 રાઇપનીંગ ચેમ્બર, 38 પ્રાયમરી મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, 12 હાઇટેક નર્સરી, 371 શોર્ટીંગ-ગ્રેડીંગ-પેકીંગ યુનિટ, 34 ટીસ્યુ કલ્ચર લેબોરેટરી, 23 બાયો કંટ્રોલ લેબ, 19 પ્રી-કુલીંગ યુનિટ અને રેફ્રિજરેટેડ વાન ગુજરાત પાસે છે.
ભારત વિશ્વની સૌથી મોટી કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે. 619 લાખ મેટ્રિક ટનથી વધુની ક્ષમતા ધરાવતા 37795 સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે 2199 કરોડ રૂપિયાની સબસીડીની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 1 મિલિયનથી વધુ ક્ષમતાવાળા લગભગ 250 પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન વેપાર
ઓનલાઈન ગ્રોસરી અને ફ્રેશ ફૂડનું વેચાણ વધ્યું છે. આ કારણે કોલ્ડ સ્ટોરેજ સેગમેન્ટની માંગમાં જોરદાર ઉછાળો આવવાની ધારણા છે. 2019માં દેશમાં કુલ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા 37 થી 39 મિલિયન ટન હતી. ઓનલાઇન ફૂડ ડિલિવરીની આવક 2023 સુધીમાં 60 ટકા વધવાની ધારણા હતી.
કન્નૌજ કરતાં ડીસા આગળ
કન્નૌજ જિલ્લામાં 143 કોલ્ડ સ્ટોર છે. છેલ્લા 20 વર્ષમાં કોલ્ડ સ્ટોર્સની સંખ્યા બમણીથી પણ વધુ થઈ છે. 51 કોલ્ડ સ્ટોર હતા. 2001 અને 2010 ની વચ્ચે, 32 નવા કોલ્ડ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે 2011 થી 2020 ની વચ્ચે, 62 નવા કોલ્ડ સ્ટોર શરૂ થયા હતા. કન્નોજમાં કોલ્ડ સ્ટોરમાં 1385372 મેટ્રિક ટન બટાકા સંગ્રહ કરવાની ક્ષમતા છે.