અમદાવાદ, 17 ઓગસ્ટ 2024
Krushi Mahiti:ગુજરાતને મસાલાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.
Krushi Mahiti તેમાંએ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સુગંધમ જાત શોધી છે ત્યારથી તેની સારી માંગ છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે વિવિધ જાતોનો અભ્યાસ હાથ ધરેલો તેના પરિણામ આધારે હળદરની સુગંધમ અને કેસર જાતો આશાસ્પદ માલુમ પડેલી. તે મુજબ વાવેતર માટે ભલામણ કરેલી છે. સુગંધમ હળદર લાલશ પડતી પીળી ગાંઠમાં તેલ 2.7% છે. હેક્ટરે 4 ટન ઉત્પાદન આપે છે. 210 દિવસે પાક તૈયાર થાય છે. 3.1% કુરકુમિનનું પ્રમાણ છે. કેરળની જાતમાંથી ગુજરાત કૃષિ . દ્વારા પસંદગીથી શોધેલ જાત, લાલાશ પડતી પીળી ગાંઠ, હળદર મજબૂત અને લાંબી આંગળી જેવી ગાંઠ છે.
હળદરની ખેતી કરતાં ત્રણ ખેડૂતો ની વાત સમજવા જેવી છે. જેથી ખેડૂતો હળદરની ખેતી કરવામાં તેના અનુભવો કામ આવી શકે છે.
દેવેશ પટેલ
દેવેશ પટેલ હળદર ખેતી કરે છે. ચરોતરના બોરીયાવી હલદળ માટે જાણીતું છે. તેઓ 15-30 મે મહિનામાં રોપણી કરે છે.
1 ગુંઠામાં 20 કિલો બિયારણ જોઈએ છે. ટપક સિંચાઈથી પાણી ખર્ચ બચે અને ઉત્પાદન વધે છે. પાણી 8થી 12 દિવસે આપે છે. છાણીયા ખાતર વગર હળદરના ઉતારા સારા આવતાં નથી. લીલો પડવાસ ઘણો ફાયદો કરે છે. ખેતી ખર્ચ જેટલો ઘટે એટલો નફો ખેડૂતને મળે છે. ખેડૂતો 24 ગુંઠા જમીનમાં 80 મણથી 400 મણ સુધી ઉત્પાદન લઈ શકે છે. સારો વરસાદ હોય ત્યારે ઉતપાદન સારું મળે છે. હળદર અને વરસાદને મિત્રતા છે.
પ્રોસેસીંગ જાતે જ કરે છે. 100 ડિગ્રી તાપમાને અડધી બાફીને સુકવી આખી વેચે અને પાવડર બનાવીને વેચે છે. રાજાપુરી લીલી હળદર ગુજરાતના વાતાવરણ માટે સારી છે. કારણ કે ગુજરાતના લોકો લાલી હળદર શિયાળામાં વધારે ખાય છે. લીલી કાચી હળદર વધારે ખવાય છે.
સેલમ જાત એ પ્રોસેસિંગ માટેની છે, સરકારની સંસ્થાએ શોધીને પ્રગતિ જાતની હળદર ગુજરાતના વાતાવરણ માટે સારી છે. તેઓ ખેડૂતોને હળદર અને આદુ માટે તમામ પ્રકારની મદદ કરે છે. ભારતીય મસાલા સંશોધન સંસ્થાએ ઓછા પાણીએ 30 ટકા વધુ ઉપજ આપતી, ટૂંકા ગાળામાં પાકી જતી હળદરની નવી જાત IISR PRAGATI (પ્રગતિ) વિકસાવી છે. હળદરના ઉત્પાદનમાં ગુજરાત પાછળ છે. ગુજરાતનો વેપાર બે ગણો થઈ શકે તેમ છે. તેમાં તેલ કાઢવાનું પ્રમાણ વધી શકે છે. 200થી 180 દિવસમાં પાક થાય છે. હેક્ટર દીઠ 38 ટન ઉત્પાદન આપે છે. અનુકૂળ પરિસ્થિતિ મળે તો 52 ટન જેટલું કલ્પનાતીત ઉત્પાદન આપે છે. ખાસ કરીને ગ્રીન હાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં તે વધુ ઉત્પાદન આપે છે.
ગુજરાતમાં હેક્ટરે ઉત્પાદકતા 19થી 20 ટનની છે. જેમાં 50 ટકા ઉત્પાદન વધારી શકાય તેમ છે. ગુજરાતમાં 51-52 હજાર હેક્ટરમાં હળદરનું વાવેતર થાય છે. અને ઉત્પાદન 1 લાખ ટન થાય છે. 20 ટનની ઉત્પાદકતા 30 ટનની થાય તો 50 હજાર ટન વધારાની હળદર મળી શકે છે. જેમાંથી ખેડૂતો વર્ષે રૂ. 1 હજાર કરોડ વધારાના મેળવી શકાય તેમ છે. હાલ રૂ. 2 હજાર કરોડનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે.
ઉત્પાદન
મનહરભાઈના કહેવા પ્રમાણે 1 કિલો બિયારણ રોપવામાં આવે તો તેમાંથી 8થી 12 કિલો ઉત્પાદન મળે છે. હલદરની ખેતી કરવા કે ઉગાડવી સરળ છે. પણ તેનો ભૂકો કરી પ્રોસેસ કરવી મહેનતનું કામ છે.
કૃષિ વિભાગ
કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 2022-23માં સારી ઉત્પાદકતા ડાંગમાં હેક્ટરે 22.52 ટનની છે. સૌથી વધારે હળદર દાહોદમાં 23 હજાર ટન પાકે છે.
ગુજરાતમાં 51-52 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. અને ઉત્પાદન 1 લાખ ટન થાય છે. 2022-23માં સરેરાશ ઉત્પાદકતા 19.52 છે. 10 વર્ષ પહેલા 3900 હેક્ટરમાં વાવેતર અને 66 હજાર ટન હલદળ પાકતી હતી. સરેરાશ ઉત્પાદકતા 17 ટનની હતી. સાબરકાંઠામાં 33 ટન હેક્ટરે પાકતી હતી. 24 ટન ભાવનગરમાં પાકતી હતી.
વાવેતર
કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 2022-23માં હળદરનું વાવેતર દાહોદ, નવસારી, પંચમહાલ, વલસાડ, સુરત, ખેડા અને વડોદરા જિલ્લામાં સારું થાય છે. 100 હેક્ટરથી વધારે વાવતર થતું હોય એવા 15 જિલ્લા છે. જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છે. બાકીના 15 જિલ્લામાં ઓછું વાવેતર છે.
ગુજરાતના ખેડૂતો મરી મસાલાના પાકોમાં જીરૂ, વરિયાળી, હળદર અને આદુ સૌથી મોખરે છે. દક્ષિણ ગુજરાતમાં હળદરનું વાવેતર ફળના બગીચા કે ઝાડની વાડીઓમાં મિશ્ર કે આંતરપાક તરીકે સફળ ખેતી કરવામાં આવે છે.
લીલી હળદરને ખાવામાં અને તેની ગાંઠો સુકવીને ભૂકો મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જીનેટીક્સ એન્ડ પ્લાન્ટ બ્રિડીંગ વિભાગ છે. ગુજરાતમાં પ્રચલિત મુખ્ય હળદરની પાંચ જાતો છે. ગુજરાત નવસારી હળદર – 1, ગુજરાત નવસારી હળદર – 2, સુગંધમ, કેસર, સેલમ છે.
હળદરની ખેતી માટે સારા નિતારવાળી અને એક સરખા પોતવાળી રેતાળ અને મધ્યમ કાળી કે ગોરાડું કાંપવાળી જમીન કે જેમાં સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધુ હોય તેવી જમીન વધુ અનુકૂળ આવે છે. હળદરનાં પાકને છાંયડો જરૂરી હોવાથી દક્ષિણ ગુજરાતમાં આંબા, ચીકુ અને કેળ જેવાં ઝાડ ઉપરાંત સુરણ જેવા પાક સાથે મિશ્ર પાક લેવામાં આવે છે.
સારા ઉત્પાદન માટે વારંવાર નિંદામણ કરવું જરૂરી છે.
હળદરનો પાક આખુ વર્ષ રહેતો હોવાથી બીજા વર્ષે ફેરબદલી કરવી.
હેકટરે 50-60 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.
વહેલી પાકતી જાતો
સુગુણા: જાડી ગોળાકાર ગાંઠ, 6% તેલ, 190 દિવસે પાક તૈયાર, 7.20 ટન ઉત્પાદન, 4.9% કુરકુમિનનું પ્રમાણ છે.
સુદર્શના: ગોળાકાર ગાંઠ, 2% તેલ, 190 દિવસે પાક, 7.29 ટન ઉત્પાદન, 7.9% કુરકુમિનનું પ્રમાણ છે.
મધ્યમ પાકતી જાતો
સુવર્ણા: ઘેરો કેસરી રંગ, 7% તેલ, 210 દિવસે પાક, 4.6 ટન ઉત્પાદન, 4% કુરકુમિનનું પ્રમાણ છે.
ક્રિષ્ના: લાંબી અને ગોળાકાર ગાંઠ, 2% તેલ, 4 ટન ઉત્પાદન, 255 દિવસે પાક, 2.8% કુરકુમિનનું પ્રમાણ છે.
સુગંધમ: લાલશ પડતી પીળી ગાંઠ, તેલ 2.7%, 4 ટન ઉત્પાદન, 210 દિવસે પાક, 3.1% કુરકુમિનનું પ્રમાણ છે.
રોમા: તેલ 4.2%, 6.43 ટન ઉત્પાદન, 253 દિવસે પાક, 9.3% કુરકુમિનનું પ્રમાણ છે.
સુરોમા: લાલાશ પડતી બદામી છાલ, 4.4% તેલ, 5 ટન ઉત્પાદન, 253 દિવસે પાક, 9.3% કુરકુમિનનું પ્રમાણ છે.
મોડી પાકતી જાત
કોઇમ્બતુર – 1: મોટી ચળકતી કેસરી ગાંઠ, સુકા અને ક્ષારીય વિસ્તાર માટે અનુકુળ, 3.2% તેલ, 5.85 ટન ઉત્પાદન, 285 દિવસે પાક, 3.2% કુરકુમિનનું પ્રમાણ છે.
બી.એસ.આર. – 1: ચળકતા પીળી ગાંઠ, પાણી ભરાઇ રહે તેવી જ્મીન માટે અનુકુળ, 3.7% તેલ, 6 ટન ઉત્પાદન, 285 દિવસે પાક તૈયાર, 4.2% કુરકુમિનનું પ્રમાણ છે.
બીયારણ-વાવણી
મે – જુન માસમાં રોપણી માટે એક હેકટરના વાવેતર માટે 2800થી 3 હજાર કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે. 30×15 સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. ગાદી કયારા કે નીકપાળાની પદધતિએ રોપણી કરવામાં આવે છે. તુરંત શણ બીજ છાંટી પિયત આપવું. સુકા પાનનું આવરણ કરવું. તેથી અંકુરણ જલદી થાય છે. કુંપળને તાપથી રક્ષણ મળે છે. 1 મહિના પછી શણને ઉપાડી જમીનમાં દાટી દેવાથી લીલો પડવાશ થવાથી જમીનમાં સેન્દ્રિય તત્વોનાં ઉમેરો થશે. 8થી 10 દિવસે સિંચાઈ કરવી. 20થી 40 પિયત આપવા પડે છે. એકર દીઠ અંદાજે 1000 કિલો બિયારણની જરૂર પડે છે. બીજામૃત અને બીજરક્ષમાં અડધો કલાક પલાળી રાખ્યા બાદ ઉપયોગ કરવાથી ફાયદો છે.
ગાંઠોની માવજત
વાવતા પહેલા ગાંઠોને 0.5 ટકા સરેસાનના દ્રાવણની માવજત આપવી. કેટલીકવાર ગાંઠોનું અંકુરણ જલદી થાય તે માટે છાણની રબડીમાં બોળી રોપવામાં આવે છે.
રોગો
હળદરમાં પાનના બદામી ટપકાં અને ગાંઠના સડાનો રોગ મુખ્યત્વે જોવા મળે છે. પાન ધીમે ધીમે પીળા પડી સુકાઈ જાય છે.
ગાંઠના સડાનો રોગ કુગથી થાય છે. પાન સુકાઇ જાય છે. તાંબાયુકત દવાનો છંટકાવ કરવો. પાનના ચૂસિયા અને થડ કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.
કાપણી
પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે.
લીલી હળદરનું પ્રતિ હેકટર 20થી 22 મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. સૂકી હળદરનું પ્રમાણ 15થી 20 ટકા રહે છે.
સુકવણી પ્રક્રિયા
હળદરની ગાંઠોને ખોદી કાઢી 4 દિવસમાં સૂકવણી કરવામાં આવે છે. પલાળવા માટે નીચે કાણાંવાળા વાસણમાં હળદર ઉપર 4થી 5 સેમી જેટલું પાણી રાખી હળદરનાં સૂકાં પાન વડે ઢાંકી તેને ભઠ્ઠી ઉપર મૂકી અને તેના પર ઢાંકણ ઢાંકવામાં આવે છે. ઉકાળતી વખતે પણ પાણીનું સમતલ જળવાઈ રહે તે માટે ભઠ્ઠીની બાજુમાં રાખેલા ગરમ પાણી ઉમેરવામાં આવે છે. હળદરનો રંગ વધુ ઘેરો બને તે માટે છાણનો રગડો ઉમેરવામાં આવે છે. વૈજ્ઞાનિક રીત પ્રમાણે, ઉકળતા પાણીમાં સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ અથવા ચૂનો ઉમેરવો હિતાવહ છે. હળદરની ગાંઠ પોચી થઈ જાય અને ઢાંકણમાંથી લાક્ષણિક ખુશબૂ સાથે સફેદ ધુમાડા અને ફીણ નીકળે ત્યારે ‘સુકવણી’ની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય છે. ત્યારબાદ ગાંઠોને બહાર કાઢી, નિતારી તડકામાં 10થી 15 દિવસ સૂકવવામાં આવે છે. છાલ અને રેસા વગેરે છૂટા પાડી તેને પોલીશ કરવાના પીપમાં નાખી તેના ઉપર દર પંદર મિનિટે થોડું પાણી છાંટતા રહી એક મિનિટના 30થી 35 ચક્કર પ્રમાણે અડધો કલાક ફેરવવામાં આવે છે. પોલીશ કરતી વખતે 75 કિગ્રા. હળદરના ગાંઠિયા માટે 20 ગ્રામ સોડિયમ બાય સલ્ફાઇડ અને 20 ઘનસેમી. જલદ હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય છે.
કાશીરામ ગમજ બીરારી
ડાંગના ખેડૂત અને પ્રોસેસર કાશીરામ ગમજ બીરારી ખેડૂતોની લીલી હળદર લઈને તેનું પ્રોસેસિંગ કામ કરી આપે છે. સેલમ હળદર ખરીદી લે છે. ડાંગમાં નાના પાયા પર ખેડૂતો હલદરની ખેતી કરે છે. તેથી તેમને બજાર શોધવાની મુશ્કેલી હોય છે. બીજા જિલ્લાના આસરાસના ખેડૂતો હળદરનો પાઉડર કરાવવા અહીં આવે છે.
કાશીરામ ગમજ બીરારી કહે છે કે, ગૃહ ઉદ્યોગ ચલાવે છે. ડાંગના 90 જેવા ખેડૂતો તેમને ત્યાં પ્રોસેસિંગ માટે આવે છે. અહીંના ખેડૂતોની ટૂંકી જમીન હોવાથી તેઓ મોટો જથ્થો ઉગાડી શકતા નથી. નાના જથ્થાને ખેડૂતો પ્રોસેસ કરાવે તો મજૂરી વધી જાય છે. ખેડૂતો પાસે સમય હોતો નથી. મહારાષ્ટ્રના થોડા ખેડૂતો અહીં આવે છે.
લીલી હળદરના કિલોના 6 રૂપિયામાં બોઈલરમાં બાફી, 3 દિવસ સુકવી, પોલીસ, છાલ, માટી, દળવા, પેકિંગ કરી આપે છે. તેમના પ્રોસેસીંગ યુનિટની કલાકની 250 કિલોની ક્ષમતા છે.
જામલાપાડા (રંભાસ)ના દક્ષાબેને બીરારીએ બહેનો પણ આત્મનિર્ભર બનાવી છે. હળદરના પાઉચ તૈયાર કરીને સાપુતારા આવતાં પ્રવાસીઓ લઈ જાય છે.
ડાંગમમાં નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય પોતે પણ હળદરની પ્રોસેસ કરવા પ્લાન્ટ ધરાવે છે.
બીજું સ્વરૂપ દારૂ હળદર પણ છે.
મિશ્ર પાક
દક્ષિણ ગુજરાતમાં તે કેળ, ચીકુ, આંબા વગેરે ફળની વાડીઓમાં મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે છે.
મનહરભાઈ છોટુભાઈ પટેલ સુરતના કામરેજ તાલુકાના ઉભેણ ગામમાં ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરીને હળદર ઉગાડે છે. જેના પર પ્રોસેસ કરીને ભૂકો કરીને વેચે છે. તેના 80 જેટલા નિયમિત ગ્રાહકો છે. કાયમી ગ્રાહકો તેમના ઘરેથી હલદળ ભૂકો લઈ જાય છે. સુરતના એક ગ્રાહક તો દર વર્ષે 60 કિલો હળદર લઈ જાય છે. તેઓ તેમના સગાને આપે છે. જેમનું આ અગાઉથી બુકીંગ છે.
સુરતના અધિકારીઓ
સુરતના ખેતીવાડી અધિકારી એસ બી ગામીત કહે છે કે, સુરતમાં પ્રાકૃત્તિક રીતે હળદર પકવીને જાતે પ્રોસેસ કરીને હળદર વેચતાં સારા કહેવાય એવા બે ખેડૂતો છે. જિલ્લામાં પ્રાકૃત્તિક ખેતી માટે 24 સ્થળો નક્કી કરેલાં છે. ત્યાં ખેડૂતો જાતે શાકભાજી વેચે છે.
ઓર્ગેનિક ખેતી કરું છું.
ખેડૂત મનહરભાઈ કહે છે કે, 15 વર્ષથી હળદરની ખેતી કરું છું, પણ હું 2018-19માં નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલથી 2 હજાર કિલો હળદરનું બિયારણ લાવ્યો હતો. તે પછી પ્રાકૃતિક ખેતી કરીને ઉગાડી હતી. એક હેક્ટર જેવી હળદર ઉગાડે છે. તેની પ્રોસેસ જાતે કરે છે. 5 વર્ષ પહેલાં રૂ. 250 કિલોના ભાવે વેચતા હતા. હવે તેઓ રૂ.400ના ભાવે વેચે છે.
હળદર પર પ્રોસેસ કરવાની મુશ્કેલ છે. તેને વરાળથી બાફવી પડે છે. પછી તેને સૂર્ય તાપમાં સુકવવી પડે છે. બરાબર સુકાઈ ગયા બાદ તેને બે વખત દળીને ભૂકો તૈયાર કરાય છે. આખી પ્રક્રિયા તેઓ ઘરે જ કરે છે. તેથી સારા ભાવ મળે છે. ગરેથી જ બધો માલ વેચાઈ જાય છે. ઘરેથી જેટલું વેચાય એટલું જ ઉત્પાદન કરે છે.
લોકોને સસ્તુ જોઈએ છે. ઘણું સસ્તું આપે પણ છે. તેમાંથી તેલ કાઢી લે છે. વળી ચોખાનો લોટ પણ ભેળવી દે છે. તેથી રૂ. 400નો કિલો રૂ. 150માં આપે છે.
જમીનમાં સંગ્રહ
ખાડો ઉંચી જગ્યાએ ખોદી ભેજ કાઢીને તળીયે અને આજુબાજુ પરાળનો થર કરી દેવામાં આવે છે. ખજૂરીનાં પાનની સાદડીઓ પાથરી તેમાં ઉપર ઘાસ અને પરાળ પાથરી સાદડીઓથી ઢાંકી ખાડામાં આવે છે. હવા ન જાય તે માટે છાણ અને માટીથી લીપી દેવાય છે. આ ખાડામાં લીલી હળદરનો સંગ્રહ કરી શકાય છે.
સંશોધન
ઉંદર પર થયેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે કરક્યુમિન અતિ માત્રા એ પ્રાણીમાં ઘણા પ્રકારના કેન્સરને વધતું અટકાવવામાં સફળ થઈ છે. પરંતુ હળદરમાં 2-3 ટકા કરક્યુમિન હોય છે અને જ્યારે આપણે તેનું સેવન કરીએ છીએ ત્યારે એટલી જ માત્રામાં એ આપણા શરીરમાં શોષાતી નથી. ઓક્સિડેટીવ સ્ટ્રેસ ટેસ્ટ કરાયા તો તેની બહુ અસર ન હતી. હળદર, કાળા મરી અને તેલ ત્રણેનો ઉપયોગ કરીને ભોજન બનાવવું એક સારું કૉમ્બિનેશન સાબિત થઈ શકે છે.હળદર, કાળા મરી અને તેલ ત્રણેનો ઉપયોગ કરીને ભોજન બનાવવું એક સારું કૉમ્બિનેશન સાબિત થઈ શકે છે.
સરકારનો નિર્ણય
2023માં ભારત સરકારે નેશનલ હળદર બોર્ડની રચના કરીને હળદર અને હળદરના ઉત્પાદનોના વિકાસ અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મસાલા બોર્ડ અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે વધારે સંકલન કરશે.
12 લાખ ટન ઉત્પાદન
ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. વર્ષ 2022-23માં, ભારતમાં 3.24 લાખ હેક્ટરમાં 11.61 લાખ ટન ઉત્પાદન થયું હતું. વૈશ્વિક હળદરના ઉત્પાદનના 75 ટકાથી વધુ ઉત્પાદન થયું હતું. ભારતમાં 20 રાજ્યોમાં હળદરની 30થી વધુ સંશોધિત અને હજારો દેશી જાતો ઉગાડવામાં આવે છે. હળદરના સૌથી વધુ ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
નિકાસ
હળદરના સ્વાસ્થ્ય માટે વિશ્વભરમાં નોંધપાત્ર સંભવિતતા અને રુચિ છે.
હળદરના વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 62 ટકા છે. વર્ષ 2022-23 દરમિયાન 207.45 મિલિયન ડોલરની કિંમતની 1.534 લાખ ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ 380થી વધુ નિકાસકારોએ કરી હતી. ભારતીય હળદરના અગ્રણી નિકાસ બજારોમાં બાંગ્લાદેશ, યુએઈ, યુએસએ અને મલેશિયાનો સમાવેશ થાય છે. બોર્ડની કેન્દ્રિત પ્રવૃત્તિ સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હળદરની નિકાસ 2030 સુધીમાં 1 અબજ ડોલર સુધી પહોંચી જશે.
હળદરના પાનનું તેલ
હળદર કરતાં 5 ગણાં પાન
લીલા પાનના જથ્થામાંથી 1 ટકા તેલ નીકળી શકે છે. પીળા પાનમાંથી એટલું તેલ નીકળતું નથી. તેલનો ઉપયોગ હોટેલમાં શાક, સાબુ, પીઠી ચોળવા, ખુશબુ, ચહેરાનો રંગ ઉઘાડવા, દવા તરીકે વપરાય છે. તેલના 500થી 900 કિલાના ભાવે મળે છે.
હળદર પાનનું તેલ કાઢવા માટે એરોમેટીક મિશન સ્ટેનલેશ સ્ટીલનું 5થી 8 કલાકમાં 300 કિલો પાનથી તેલ અલગ કરી શકે એવું રૂપિયા 2.50 લાખમાં આવે છે. 500 કિલોનું એસએસનું 4 લાખમાં આવે છે.
એક છોડમાં હળદરની ગાંઠ 400 ગ્રામ નિકળે છે. તેનું 4થી 5 ગણું પાનનું વજન હોય છે. હળદર 80 ટકા પાકી જાય પછી કાપણીના એક અઠવાડિયા પહેલા લીલા પાન કાઢી શકાય છે. તેથી તેલ નિકળવાની શક્યતા વધી જાય છે. એક એકરમાં 1600 મણ જેવા પાન નીકળી શકે છે.
પાનનું પાણી – હાઈડ્રો વોટર ખેતીમાં ફૂગ કે ફૂગજન્ય રોગો, નાની જીવાત કે ફુદાને નાબૂદ કરવા માટે વપરાય છે.
રંગકામ
તેમાંથી મળતા કરક્યુમિન નામના રંજક પદાર્થથી સુતરાઉ, ગરમ અને રેશમી કાપડ રંગવાના ઉપયોગમાં થાય છે.
ટર્મેટીલ તેલ
મળી આવતું ટર્મેટીલ નામનું બાષ્પ તેલ કીટક, જીવાણુ અને ફુગનાશક દવા બનાવવામાં વપરાય છે.
પ્રિઝર્વેટિવ
અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે થાય છે.
જીજીબેરીન
હળદરમાંથી જીજીબેરીન નામનો અર્ક પીપરમિન્ટ અને અન્ય પીણાંઓને સુગંધિત બનાવવામાં વપરાય છે.
ઉદ્યોગમાં
પીણાંઓ, બેકરી અને ડેરીની ઊપજો, આઇસક્રીમ, યોગર્ટ, તીખી પૂરી, બિસ્કિટ, મકાઈની ધાણી, મીઠાઈ, સોસ વગેરેમાં થાય છે. અન્નાટો સાથે તે સંયુક્ત રીતે ચીઝ, કચુંબર, માખણ અને માર્ગેરિન રંગવામાં ઉપયોગી છે. મહારાષ્ટ્રનું સાંગલી શહેર એશિયા અને કદાચ દુનિયાનું હળદર માટેનું સૌથી મોટું અને મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર છે. ભારતમાં થતી મોટા ભાગની હળદરનો ઉપયોગ દેશમાં જ થાય છે.
ફાયદા
કરક્યુમીન પિત રંજક દ્રવ્ય હોય છે.
વિટામીન એ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ખનીજ દ્રવ્યો, એન્ટી-સેપ્ટિક, એન્ટી-ઓક્સીડેન્ટ છે. શરીરના નક્કામાં તત્વો ને બહાર કાઢે છે. ગરમ છે. કફ, વાયુ અને પિત દોષોનું શમન કરે છે.
મધુપ્રમેહ, કમળો, પાંડુરોગ, પાચનતંત્ર, ભૂખ, કબજીયાત, જળોદર, કરમિયા રોગ, પાંડુરોગ, કોઢ, ઢીમચાં, જંતુનાશક, દુર્ગંધ નાશક, વિષને હરનાર, લોહીને શુદ્ધ, લોહી વિકાર, ખંજવાળ, ગડગુમડ, સડેલા ગુમડા, શીળસ, લોહી નીકળવું, એલર્જી, સુવાવડ પછી, ઇન્ફેક્શન, વાળ ખરવા, ખરાબ કોલેસ્ટ્રોલમાં ફાયદો કરે છે.
દૂધ સાથે
ગરમ કરેલા દૂધમાં હળદર નાખીને પીવાથી ઉધરસ, કફનાં રોગો, શ્વાસ, અવાજ બેસી જવો, કાકડા, ગળા, મોઢા, કાક્ડા, કફ, ફેફસા, ઘુટણના દુખાવા માટે અકસીર લાભદાયક છે. ગરમ દૂધમાં હળદરનું ચૂર્ણ અને મરીનું ચૂર્ણ મેળવી લેવાથી મેલેરિયામાં ફાયદો થાય છે. 5 ગ્રામ ભેંસના દૂધમાં પીવાથી અથવા ચૂર્ણ ખાઈ ઉપર દૂધ પીવાથી આમવાત પર સારો ફાયદો કરે છે.
ચહેરો – ચામડી
સોજો, મૂઢમાર, ચામડીનાં રોગો, ખંજવાળ, ગુમડુ, પરસેવો વધુ થવો, ચામડીનો ઉજળો રંગ, ઓઈલી સ્કીન, ખીલ માટે ગુલાબજળ સાથે ચહેરા પર લગાવો. ચામડીના રોગો, દહીં સાથે ભેળવી ત્વચા પર નિખાર આવે છે. ચણાના લોટ સાથે લગાવતાં કરચલીઓ જલ્દીથી પડતી નથી. વૈદ્યને પૂછીને જ ઉપયોગ કરવો.
2016માં ગોંડલ તાલુકાના વાસાવડ ગામના ખેડૂત ભરતભાઇ બોરડે 150 વીઘાના ખેતરમાં હળદરનું વાવેતર કર્યું હતું.